SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૧૯૯ એક વખતે વસુદેવકુમાર ગ્રીષ્મઋતુમાં જલક્રીડા કરીને ગંધર્વસેનાની સાથે સુતા હતા, તેવામાં તેનો ગાઢપણે હાથ પકડી, ‘ઉઠ ઉઠ એમ વારંવાર કહેતે કઈ પ્રેત વસુદેવે વારંવાર મુષ્ટિએ માર્યા છતાં પણ તેને હરી ગયા. તે વસુદેવને એક ચિતાની પાસે લઈ ગયે. ત્યાં પ્રજવલિત અગ્નિ અને ઘેર રૂપવાળી પિલી હિરણ્યવતી ખેચરી વસુદેવના જોવામાં આવી. હિરણ્યવતીએ તે પ્રેતને આદરથી કહ્યું કે ચંદ્રવદન! ભલે આવ્યો.” પછી તે પ્રેત વસુદેવકુમાર હે ને તેને સંપીને ક્ષણવારમાં અંતર્ધાન થઈ ગયું. પછી હિરણ્યવતીએ હસીને વસુદેવને કહ્યું હે કુમાર ! તમે શું ચિંતવ્યું? હે સુંદર ! અમારા આગ્રહથી હજુ પણ આને પરણવાનો વિચાર કર.” તે સમયે અપ્સરાઓથી વીંટાયેલી લક્ષ્મીદેવી હોય તેવી પ્રથમ જોયેલી તે નીલયશા સખીઓથી પરવારી સતી ત્યાં આવી. તે વખતે તેની પિતામહીં હિરણ્યવતીએ તેને કહ્યું કે, “હે પૌત્રી ! આ તારા પતિને ગ્રહણ કરે.” એટલે નીલયશા વસુદેવને લઈ તત્કાળ આકાશમાર્ગે ચાલી ગઈ. પ્રાતઃકાળે હિરણ્યવતીએ વસુદેવને કહ્યું કે મેઘપ્રભ નામના વનથી વ્યાપ્ત એ આ હમાનું નામ પર્વત છે. ચારણ મુનિઓએ અધિષ્ઠિત એવા આ ગિરિમાં જવલન વિદ્યાધરને પુત્ર અંગારક વિદ્યાભ્રષ્ટ થયે સતે રહે છે. તે ફરીવાર બેચરેન્દ્ર થવા માટે વિદ્યાઓને સાધે છે. તેને ઘણે લાંબે કાળે વિદ્યા સિદ્ધ થશે, પણ જો તમારું દર્શન થશે તે તત્કાળ તેની વિદ્યા સધાશે. માટે તેને ઉપકાર કરવાને તમે યંગ્ય છે ” વસુદેવે કહ્યું કે તે અંગારકને દૃષ્ટિએ જોવાની પણ જરૂર નથી.” પછી હિરણ્યવતી તેને ત્રેતાય ગિરિ પર શિવમંદિર નગરે લઈ ગઈ. ત્યાંથી સિંહદંષ્ટ્ર રાજાએ પિતાને ઘેર લઈ જઈને પ્રાર્થના કરી એટલે વસુદેવકુમાર તેની નીલયશા કન્યાને પરણ્યા. તે વખતે બહાર કે લાહળ થયે, તે સાંભળી વસુદેવે તેનું કારણ પૂછ્યું, એટલે દ્વારપાળે કહ્યું કે અહીં શકટમુખ નામે એક નગર છે. તેમાં નીલવાન રાજા છે, અને તેને નીલવતી નામે પ્રિયા છે. તેઓની નીલાંજના નામે એક પુત્રી અને નીલ નામે એક પુત્ર છે. તે નીલે પોતાની બેન નીલાંજના સાથે પ્રથમ એવા સંકેત કરે છે કે આપણે બંનેને જે સંતતિ થાય તેમાં દીકરીની સાથે પુત્રનું પાણિગ્રહણ કરાવવું. તે નીલાંજનાને આ તમારી પ્રિયા નીલયશા નામે પુત્રી થયેલ છે અને નિલકુમારને નીલકંઠ-નામે એક પુત્ર થયેલ છે. પછી નીલે પૂર્વના સંકેત પ્રમાણે પોતાના પુત્ર નીલકંઠને માટે પોતાની બહેનની દીકરી નીલયશાની માગણી કરી, પણ તેના પિતાએ તે વિષે એક બૃહસ્પતિ નામના મુનિને પૂછયું, એટલે તેમણે કહ્યું કે, “અર્ધ ભારતવર્ષના પતિ વિષ્ણુના પિતા યાદમાં ઉત્તમ અને સૌભાગ્યવડે કામદેવ જેવા વસુદેવકુમાર આ નીલયશાના પતિ થશે.” પછી રાજા તમને વિદ્યાશક્તિવડે અહીં લાવ્યા અને તમે આ નીલયશાને પરણ્યા. તે સાંભળી પેલે નીલ યુદ્ધ કરવાને અહીં આવ્યું, પણ તેને રાજા સિંહદંષ્ટ્ર જીતી લીધે, તેને આ કોલાહળ થાય છે.” આ વૃત્તાંત સાંભળી વસુદેવ ઘણા ખુશી થયા અને નીલયશાની સાથે ક્રીડા કરવા લાગ્યા. અન્યદા શરદઋતુમાં વિદ્યા અને ઔષધિઓ માટે ખેચર હીમાન પર્વત ઉપર જતા જોવામાં આવ્યા. તેમને જઈ વસુદેવેનીલયશાને કહ્યું કે વિદ્યાદાનમાં હું તારે શિષ્ય થાઉં.” તે વાત સ્વીકારી નીલયશા તેમને લઈને હીમાન્ ગિરિ ઉપર આવી. ત્યાં વસુદેવને ક્રીડા કરવાની ઈરછાવાળો જાણીને નીલયશા એક કદલીગૃહ વિકુવી તેમાં તેની સાથે રમવા લાગી. તેવામાં એક કલાપૂર્ણ મયૂર તેના જેવામાં આવ્યો. “અહા ! આ મયૂર પૂર્ણ કળાવાળે છે.” એમ વિસ્મય યુક્ત બોલતી એ મદિરાક્ષી પિતેજ તેને લેવાને દેડી, જ્યાં મયૂરની પાસે ગઈ, ત્યાં તો એ ધૂત્ત મયૂર તેને પોતાની પીઠ પર બેસાડી ગરૂડની જેમ ત્યાંથી ઉડયા, વસુદેવ તેની પછવાડે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy