SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પવ ૮ મું ૧૭૩ કૃતજ્ઞ મિત્રોને જોઈ શ્રી સૂર ચક્રવત્તી પ્રમુખ સર્વ ખેચશ્વરે ઘણે હર્ષ પામ્યા. તે વખતે રૂપ અને ચારિત્રથી અનુપમ એવા ચિત્રગતિને જોઈ અનંગસિંહની પુત્રી રત્નાવતી કામનાં બાણથી વીંધાઈ ગઈ. પોતાની પુત્રીને વિધુર થયેલી જોઈ અનંગસિંહે વિચાર્યું, “જ્ઞાનીએ જે પ્રથમ કહ્યું હતું, તે બરાબર મળતું આવ્યું છે. ખચ્ચરત્ન હરી લીધું, પુષ્પવૃષ્ટિ પણ થઈ અને મારી પુત્રીનો અનુરાગ પણ તત્કાળ ઉત્પન્ન થયે, માટે જ્ઞાનીના કહેવા પ્રમાણે આ પુરૂષ મારી પુત્રી રત્નાવતીને યોગ્ય વર છે. આવી દુહિતા અને જામાતાવડે હું આ જગતમાં ગ્લાધ્ય થઈશ; પરંતુ અહીં દેવસ્થાનમાં લગ્ન સંબંધાદિક સાંસારિક કાર્યો વિષે બેલિવું તે ગ્ય નહી.” આ પ્રમાણે વિચાર કરી અનંગસિંહ પરિવાર સહિત પિતાને ઘેર ગયે, અને સુમિત્ર દેવને તથા બેચરને સત્કારપૂર્વક વિદાય કરીને ચિત્રગતિ પોતાના પિતા સાથે પોતાને ઘેર ગયે. અનંગસિંહે ઘેર આવીને એક મંત્રીને સૂર ચક્રીની પાસે મોકલ્યો. તેણે ત્યાં જઈ પ્રણામ કરી નિષ્કપટ વિનયવડે આ પ્રમાણે કહ્યું, “હે સ્વામીન્ ! તમારે કુમાર ચિત્રગતિ કામદેવના જેવો છે. વળી પોતાના અનુપમ રૂ૫ લાવણ્યથી તે કેને આશ્ચર્ય નથી પમાડતે? હે પ્રભુ! તમારી આજ્ઞાથી અસંગસિંહની પુત્રી રત્ન સમાન રત્નતી તે ચિત્રગતિરૂપ રત્નની સાથે જોડાઓ. તે બન્નેના વિવાહને માટે તમેજ મુખત્યાર છો, માટે હે નરસિંહ ! અનંગસિંહ રાજાનું વચન માનો અને આજેજ મને વિદાય કરો.” સૂરરાજાએ ઉચિત યોગની ઈચ્છાથી તેનું વચન સ્વીકાર્યું. પછી મહોત્સવપૂર્વક તેમને વિવાહ કરવામાં આવ્યું. ચિત્રગતિ તેણીની સાથે વિષયસુખ ભોગવવા લાગે અને અહંત પૂજાદિક ધર્મ પણ આચરવા લાગે. જે પેલા ધનદેવ અને ધનદત્તના જીવ હતા, તે ત્યાંથી ચ્યવને આ ભવમાં પણ મનગતિ અને ચપલગતિ નામે ચિત્રગતિના અનુજ બંધુ થયા હતા. તે બને બંધુને અને રનવતીને સાથે લઈને ચિત્રગતિ ઇંદ્રની જેમ નંદીશ્વરાદિક દ્વીપમાં યાત્રા કરવા લાગ્યો, હમેશાં સમાહિત થઈ અરિહંતની પાસે જઈને ધર્મ સાંભળવા લાગ્યો, તેમજ સ્ત્રી અને ભાઈઓ સહિત સાધુઓની સેવામાં તત્પર રહેવા લાગ્યા. અન્યદા સૂરચક્રીએ તેને રાજ્યપર બેસારીને દીક્ષા લીધી, અને તેઓ છેવટે મેક્ષે ગયા, પછી અનેક વિદ્યાને સાધી જાણે નવીન સૂરચક્રી હોય તે ચિત્રગતિ અનેક બેચરપતિઓને પિતાના સેવકો બનાવી પોતાનું અખંડ શાસન ચલાવવા લાગ્યો. એક સમયે મણિચૂલ નામે તેને કેઈ સામંત રાજા મૃત્યુ પામ્યા. તેને શશિ અને શર નામે બે પુત્રો હતા, તેઓ પિતાના મરણ પછી રાજ્યને માટે લડવા લાગ્યા. તે સાભળી ચિત્રગતિ ત્યાં ગયે અને બનેને રાજ્ય વહેંચી આપ્યાં, તેમજ યુક્તિવાળી ધર્મવાણીથી સમજાવીને તેમને સન્માર્ગે સ્થાપિત કર્યા. તથાપિ એક વખતે તેઓ પાછા વનના હતિની જેમ યુદ્ધ કરીને મૃત્યુ પામી ગયા, તે સાંભળી મહામતિ ચિત્રગતિ ચિંતવવા લાગે-“આ નાશવંત લક્ષ્મીને માટે જે મંદ બુદ્ધિવાળા યુદ્ધ કરે છે, મરણ પામે છે અને દુર્ગતિમાં પડે છે તેમને ધિક્કાર છે. જેમ તેઓ શરીરની અપેક્ષા રાખ્યા વગર લક્ષ્મીને માટે ઉત્સાહ રાખે છે તેમ જે મોક્ષને માટે ઉત્સાહ રાખે તે તેમને શી ન્યૂનતા રહે?” આ વિચાર કરી સંસારથી ઉદ્વેગ પામીને ચિત્રગતિએ રનવતીના જયેષ્ઠ પુત્ર પુરંદરને રાજ્ય ઉપર બેસાર્યો. પછી રત્નાવતી અને પિતાના બે અનુજ બંધુઓ સહિત દમધર નામના આચાર્યની પાસે તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. ચિરકાળ તપ કરી છેવટે પાદપપગમ અનશન કરી મૃત્યુ પામીને ચિત્રગતિ માહેંદ્ર
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy