SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ સગ ૧ લેા મારા ખડ્ગા હરનાર મારા જામાતા થશે, તેથી તે ખુશી થયા; પણ તે હવે શી રીતે જાણવામાં આવશે ? એમ વિચારતાં યાદ આવ્યુ` કે સિદ્ધાયતનમાં વંદના કરતાં તેના ઉપર દેવતા પુષ્પવૃષ્ટિ કરશે, તેથી તે જાણી શકાશે. આ પ્રમાણે જ્ઞાનીએ કહ્યુ છે, માટે ચિ'તા કરવા જેવુ' નથી. આ પ્રમાણે વિચારી તે પોતાને ઘેર ગયા. બુદ્ધિમાન ચિત્રગતિ કૃતાર્થ અખંડ શીલવાળી સુમિત્રની બહેનને લઇને સુમિત્રની પાસે આવ્યા, અને તેને સુમિત્રને અર્પણ કરી. સુમિત્ર રાજા પેાતાના વિવેકવડે પ્રથમ જ સ`સારપર ઉદ્વિગ્ન હતા, તેમાં તેની બહેનનુ હરણ થયા પછી તેા તે વિશેષ નિવેદ પામ્યા હતા, તેથી બહેન આવી કે તરત પોતાના પુત્રને રાજ્ય સોંપી ચિત્રગતિની સમક્ષ તેણે સુયશા મુનિની પાસે જઇને દીક્ષા લીધી. પછી ચિત્રગતિ પેાતાને નગરે ગયા. બુદ્ધિમાન સુમિત્ર રાજર્ષિએ ગુરૂની પાસે કાંઇક ઊણા એવા નવ પૂર્વનું અધ્યયન કર્યું.. પછી ગુરૂની આજ્ઞા મેળવીને સુમિત્ર મુનિ એકલા વિહાર કરતા મગધ દેશમાં આવ્યા. ત્યાં કોઈ ગામની બહાર કાયાત્સગ કરીને રહ્યા. તેવામાં તેને સાપત્ન બધુ પદ્મ ત્યાં આવી ચાંચો. તેણે સવ જીવના હિતકારી સુમિત્ર મુનિને ગિરિની જેમ સ્થિર થઇને ધ્યાનમાં રહેલા જોયા. તે વખતે જાણે પેાતાની માતા ભદ્રાને મળવા જવાને ઇચ્છતા હોય તેમ નરકાભિમુખ થયેલા પશ્ને કાન સુધી ખે‘ચીને સુમિત્રના હૃદયમાં એક બાણ માર્યું; પરંતુ ‘આ ભાઈએ મને બાણ મારીને કાંઈ મારા ધર્મ બ્રસ કર્યો નથી, પણ કમના છેદ કરવામાં મદદગાર મિત્ર થયેલ હાવાથી ઉલટા તે મારા હિતકારી થયા છે, મેં પૂર્વે આ ભદ્રને રાજ્ય ન આપ્યું, તેથી તેના અપકાર કર્યાં છે, માટે એ મને ક્ષમા કરો અને બીજા સર્વ પ્રાણીઓ પણ મને ક્ષમા કર.' આ પ્રમાણે શુભ ધ્યાન ધ્યાતા સતા, સર્વ પ્રકારના પ્રત્યાખ્યાન કરી, નમસ્કાર મંત્રને સંભારતા મૃત્યુ પામીને સુમિત્ર મુનિ બ્રહ્મદેવલાકમાં ઈંદ્રના સામાનિક દેવતા થયા. પદ્મ ત્યાંથી નાસી જતા હતા તેવામાં રાત્રિએ તેને કૃષ્ણ સર્પ ડસ્યા, તેથી મૃત્યુ પામીને તે સાતમી નરકે ગયે. સુમિત્રના મૃત્યુના ખબર સાંભળી મહામતિ ચિત્રગતિ ચિરકાળ શાક કરી ચાત્રા કરવાને માટે સિદ્ધાયતનમાં ગયા. તે વખતે ત્યાં યાત્રામાં ઘણા ખેચરેશ્વરો એકઠા થયા હતા. તેમાં અન’ગસિ’હ રાજા પણ પોતાની પુત્રી રત્નવતીને લઈને આવ્યા હતા. ચિત્રગતિએ શાશ્વત પ્રભુની વિચિત્ર પ્રકારે પૂજા કરી અને પછી અંગમાં રેશમાંચપૂર્વક ભક્તિથી વિચિત્ર એવી વાણીવડે તેણે પ્રભુની સ્તુતિ કરી, તે સમયે દેવતા થયેલા સુમિત્ર અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યા; અને તેણે બીજા દેવાની સાથે ચિત્રગતિની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ખેચરા હ પાસીને ચિત્રગતિની પ્રશંસા કરવા લાગ્યા એટલે અન'ગસિહ રાજાએ પણ પોતાના પુત્રીના વર તરીકે તેને ઓળખ્યા. પછી સુમિત્ર દેવ પ્રત્યક્ષ થઈ ઘણા હર્ષથી ખેલ્યા-“ હે ચિત્રગતિ ! તમે મને ઓળખો છે ?”” ચિત્રગતિએ કહ્યું કે- તમે કોઈ મદ્ધિક દેવ છે, એમ હું જાણું છું.” પછી સુમિત્ર દેવે તેને ઓળખાણ પાડવાને માટે પેાતાનુ મૂળરૂપ બતાવ્યું. ચિત્રગતિ તેને આલિ’ગન કરીને ખેલ્યા-હે મહામતિ ! તમારા પ્રસાદથીજ હું આ નિરવદ્ય જૈનધમ ને પામ્યા છું.” સુમિત્રે કહ્યું “ હે ભદ્ર ! તમે પ્રસાદ કરીને પ્રથમ મને જીવિતદાન આપ્યું તેથીજ હું આવી સમૃદ્ધિને પામી શકયા છું, પણ જો હું તે વખતે પચ્ચખ્ખાણ અને નવકાર મંત્રે રહિત મૃત્યુ પામ્યા હાત તે હું મનુષ્યભવ પણ પામત નહી', અને આ સ્થિતિ પણ મેળવત નહીં.” આ પ્રમાણે પરસ્પર એકબીજાની પ્રશંસા કરનારા તે બન્ને
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy