SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ સગ ૧ લે કલ્પમાં પરમદ્ધિક દેવતા થયા. રત્નવતી અને એ કનિષ્ઠ બંધુ પણ તે દેવલેાકમાંજ ૫ સ્પર પ્રીતિને ધરનારા દેવતા થયા. પૂર્વ વિદેહમાં પદ્મ નામના વિજયને વિષે સિંહપુર નામે એક દેવનગર જેવું નગર છે. તે નગરમાં જગતને આનદ આપનાર અને સૂર્યની જેમ બીજાના તેજને મંદ કરનાર રિણદી નામે એક રાજા હતા. તેને અમૃતને ઝરનારી કૌમુદી જેવી નામથી અને દનથી પ્રિયદર્શીના કરીને એક પટરાણી હતી. ચિત્રગતિના જીવ માહેદ્ર દેવ લેાકમાંથી ચવીને તે પ્રિયદર્શીનાની કુક્ષિમાં મહાસ્વપ્ન સૂચિત થઈને અવતર્યા. પૂર્ણ સમયે જેમ પાંડુકવનની ભૂમિ કલ્પવૃક્ષને જન્મ આપે તેમ દેવી પ્રિયદર્શીનાએ એક પ્રિયદર્શન પુત્રને જન્મ આપ્યા. રાજાએ તેનું અપરાજિત એવું નામ પાડયું. ધાત્રીઓએ લાલિત કરેલા તે બાળક અનુક્રમે મોટા થયા. સર્વ કળા સપાદન કરી, ચૌવન વયને પ્રાપ્ત થતાં તે મૂર્ત્તિવડે કામદેવ જેવા પુણ્ય લાવણ્યને સમુદ્ર થયા. તેને ખાલ્યવયથી સાથે લિક્રીડા કરનાર અને સાથે અભ્યાસ કરનાર વિમળબાધ નામે એક મ`ત્રીપુત્ર પરમ મિત્ર થયેા. એક વખતે તે ખને મિત્રો અશ્વારૂઢ થઇ ને ક્રીડા કરવાને માટે બહાર ગયા. તેવામાં તેમના તીવ્ર ગતિવાળા અશ્વો તેમને હરીને એક દૂરના મોટા જંગલમાં લઇ ગયા. ત્યાં પહેાંચતાં અશ્વો શ્રાંત થઇને ઊભા રહ્યા, એટલે તેઓ એક વૃક્ષની નીચે ઉતરી પડથા. પછી રાજપુત્ર અપરાજિતે પાતાના મિત્ર વિમળમેાધને કહ્યું, “હે મિત્ર ! આ અશ્વો આપણને અહીં હરી લાવ્યા, તે સારૂ' થયું, નહી' તા અનેક આશ્ચર્યથી પૂણુ એવી પૃથ્વી શી રીતે જોવાત? કર્દિ આપણે બહાર જવાની આજ્ઞા માગત તા આપણા વિરહને નહીં સહન કરનારાં આપણાં માતા પિતા આપણને કદિ પણ રજા આપત નહીં; તેથી આ ઠીક થયું છે. આપણને અશ્વોએ હર્યા છે તેથી આપણાં માતા પિતાને દુઃખ તા લાગશે, પણ આપણે તે તેથી યથેચ્છપણે ફરી શકીશું, અને માતા પિતા તે પડયું તે સહન કરશે.” રાજપુત્રનાં આ વચનને મ’ત્રીપુત્ર ‘વમસ્તુ' કહીને ટેકો આપ્યા, તેવામાં ‘રક્ષણ કરા’ ‘રક્ષણ કરે.' એમ પાકાર કરતા કાઈ પુરૂષ ત્યાં આવ્યા. તેનાં સર્વાં અંગ કંપતાં હતાં અને લેાચન ચ‘ચળ થયેલાં હતાં, તેને શરણે આવેલા જોઇ કુમારે કહ્યું કે ‘ભય પામીશ નહી.’ મંત્રીપુત્રે કહ્યું, કે તમે આ વિચાર્યા વગર ઓલ્યા છેા, કારણ કે કદિ આ પુરૂષ અન્યાયી નીકળશે તેા સારૂ નહી કહેવાય.’ અપરાજિત ખેાલ્યા, ન્યાયી હોય કે અન્યાયી હોય, પણ જો તે શરણે આવે ત તેની રક્ષા કરવી એવા સદા ક્ષાત્રધર્મ જ છે.' કુમાર આમ કહે છે તેવામાં ‘મારા,’ ‘મારા,’ એમ ખેાલતા અને તીક્ષ્ણ ખડ્ગને ઉગામતા અનેક આરક્ષક પુરૂષો ત્યાં આવ્યા, અને ‘અરે મુસાફરો ! સર્વ નગરને લુંટનાર આ પુરૂષને છેડી દો, અમારે તેને મારવા છે,’ આ પ્રમાણે તે દૂરથી કહેવા લાગ્યા. કુમાર હસીને ખેલ્યા-આ પુરૂષ મારે શરણે આવેલે છે, તે હવે તે ઇન્દ્રથી પણ મારવાને અશકય છે, તો બીજાની શી વાત કરવી ?” આ પ્રમાણે કહ્યું તથાપિ આરક્ષકા ક્રોધથી તેને પ્રહાર કરવા આવ્યા. એટલે મૃગલાઓને સિહુ મારે તેમ તેમને મારવાને માટે કુમાર ખડ્ગ ખે’ચીને દોડવા, એટલે તત્કાળ તે સર્વે નાસી ગયા. તેમણે જઈ ને પેાતાના સ્વામી કૈાશલપતિને કહ્યું. કેશલેશે ચારના રક્ષકને મારવાની ઇચ્છાથી માટુ સૌન્ય માકલ્યુ, અપરાજિતે તે સૈન્યને ક્ષણવારમાં જીતી લીધું એટલે રાજા પોતે ઘેાડેસ્વારો અને ગજસ્વારોથી પરવર્ચી સત્તા ચઢી આવ્યા. તેને જોઈ અપરાજિતકુમાર ચારને મંત્રીપુત્રને સાંપી દઢ પરિકરબદ્ધ થઇ યુદ્ધ કરવાને સામા થયેા. પછી સિંહની જેમ એક હાથીના દાંત ઉપર પગ મૂકી તેના કુંભસ્થલ ઉપર ચઢી ગયા; અને ઉપર બેઠેલા ગજવારને મારી નાખ્યા,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy