SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૮ સુ ૧૭૧ સુગ્રીવ રાજાએ કહ્યું, “હે ભગવાન! તે સ્ત્રીએ જેને માટે આવું કૃત્ય કર્યું, તે આ તેના પુત્ર તે અહીં છે અને તે નરકમાં ગઈ છે, માટે કાગદ્વેષાદિકવડે મહાદારૂણ એવા આ સંસારને ધિક્કાર છે, તેથી હુ તે હવે તેવા સ`સારના ત્યાગના કારણરૂપ દીક્ષાને ગ્રહણુ કરીશ.’ તે વખતે તેમને પ્રણામ કરી સુમિત્રે આ પ્રમાણે કહ્યું કે, હે પિતા ! મારી માતાના તેવા પ્રકારના કર્મ બંધના કારણરૂપ એવા મને ધિક્કાર છે, તેથી હે સ્વામિન્ ! મને આજ્ઞા આપે કે જેથી હું સત્વર દીક્ષા ગ્રહણ કરૂં, કેમકે આવા અતિદાઙ્ગ સંસારમાં રહેવાને કાણુ ઇચ્છા કરે ?” આ પ્રમાણે કહેતા પુત્રને આજ્ઞાથી નિવારી સુગ્રીવ રાજાએ તેને રાજ્ય ઉપર બેસાર્યા અને પોતે વ્રત ગ્રહણ કર્યું. પછી સુગ્રીવ રાજિષ એ તે કેવળીની સાથેવિહાર કર્યો. સુમિત્ર ચિત્રગતિની સાથે પેાતાના નગરમાં આવ્યું. પોતાની અપરમાતા ભદ્રાના પુત્ર પદ્મને તેણે કેટલાંક ગામા આપ્યાં, પરંતુ એ વિનીત તેટલાથી અસંતુષ્ટ થઈ ત્યાંથી કોઈ ઠેકાણે ચાલ્યા ગયા. ચિત્રગતિ માંડમાડ સુમિત્ર રાજાની રજા લઈ પેાતાના ઉત્કંઠિત માતાપિતાને મળવાને માટે પોતાને નગરે ગયા. ત્યાં દેવપૂજા, ગુરૂની ઉપાસના, તપ, સ્વાધ્યાય અને સયમાદિકમાં નિરંતર તત્પર રહેવાથી તે તેના માતાપિતાને અત્યંત સુખદાયક થઈ પડયો. અન્યદા સુમિત્રની એક બહેન જે કલિંગ દેશના રાજાની સાથે પરણાવી હતી, તેને અનગસિંહ રાજાના પુત્ર અને રત્નવીનેા ભાઇ કમળ હરી ગયા. ‘પેાતાની બહેનનું હરણ થવાથી સુમિત્ર શૈાકમાં છે' એવા ખખર એક ખેચરના મુખથી તેના મિત્ર ચિત્રગતિએ સાંભળ્યા. એટલે ‘હું તમારી બહેનને શેાધીને થાડા વખતમાં લઈ આવીશ' આ પ્રમાણે ખેચરાદ્વારા સુમિત્રને ધીરજ આપીને ચિત્રગતિ તેની શોધમાં તત્પર થયા. પછી ‘કમળે તેનુ હરણ કરેલુ છે,' એવી ખખર જાણીને ચિત્રગતિ સર્વ સૈન્ય લઇ શિવમ`દિર નગરે આવ્યા, ત્યાં હાથી જેમ કમળના ખ`ડને ઉન્મૂલન કરે તેમ શૂર રાજાના શૂરવીર પુત્રે લીલા માત્રમાં કમળનું ઉન્મૂલન કર્યું. પુત્રના પરાભવ થયેલા જાણી અનસિંહ રાજા સિ ંહવત્ ક્રોધ પામ્યા, અને સિંહનાદ કરી સેના લઇને દોડી આવ્યેા. વિદ્યાબળથી, સૈન્યબળથી અને ભુજામળથી તેઓની વચ્ચે દેવતાઓને પણ ભય કર લાગે તેવા મહાન્ સ'ગ્રામ પ્રવજ્યેર્યા. છેવટે અનંગસિ'હે ચિત્રગતિ શત્રુને જીતવા અશકય જાણીને તેને જીતવાની ઇચ્છાથી દેવતાઆએ આપેલુ ક્રમાગત ખડૂંગરત્ન સભાયું. સેકડા જ્વાળાઓથી દુરાલાક અને શત્રુઓને અંતકર જેવુ', તે ખડ્ગરત્ન ક્ષણવારમાં તેના હાથમાં આવીને ઊભું રહ્યું, તે ખડ્ગ હાથમાં લઈ અનંગસિંહ બાલ્યા−“અરે ! બાળક ! હવે તુ' અહીંથી ખસી જા. નહી તેા મારી આગળ ઊભા રહેવાથી તારૂં મસ્તક કમળનાળની જેમ આખડ્ગવડે હુ છેદી નાંખીશ.” ચિત્રગતિ આશ્ચર્ય થી એલ્યા, “અરે મૂઢ ! અત્યારે મને તું કાંઇક જુદો જ થઈ ગયા હો તેમ લાગે છે, કારણ કે એક લેાહખડના બળથી તુ આમ ગાજે છે, પણ પેાતાના બળથી રહિત એવા તને ધિકકાર છે.” આ પ્રમાણે કહીને ચિત્રગતિએ વિદ્યાથી સર્વ ઠેકાણે અંધકાર વિષુબ્ધ, જેથી શત્રુએ આગળ રહેલાને પણ જોઇ શકવા ન લાગ્યા, ચિત્રલિખિત જેવા થઈ ગયા. પછી ચિત્રગતિએ તેના હાથમાંથી ખડ્ગ ચૂંટી લીધું અને સુમિત્રની બહેનને લઇને સત્વર ત્યાંથી ચાલ્યા ગયા ક્ષણવારે અંધકાર મટી પ્રકાશ થયેા. એટલે અનંગસિ’હુ રાજાએ જોયુ' તે પોતાના હાથમાં ખડ્ગ દીઠું નહી અને આગળ શત્રુ પણ જોવામાં આવ્યે નહી.... ક્ષણવાર તો તેને તે કારણથી ખેદ થયા, પણ પછી જ્ઞાનીનુ વચન યાદ આવ્યુ` કે ૧ દુ:ખે જોઇ શકાય એવુ . ૨ કાળ.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy