SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ સગ ૧ લા સાંભળી ધારિણીદેવી ઘણાં ખુશી થયાં અને ત્યારથી નિધિને જેમ પૃથ્વી ધારણ કરે તેમ તેમણે મહા ઉત્તમ ગર્ભને ધારણ કર્યાં. સમય આવતાં સૂર્યને જેમ પૂર્વ દિશા જન્મ આપે તેમ જગતને હર્ષોંના કારણરૂપ અને પવિત્ર આકૃતિને ધારણ કરનાર એક પુત્રને ધારિણીદેવીએ જન્મ આપ્યા. રાજાએ મહાદાનપૂર્વક પુત્રનો જન્મમહાત્સવ કર્યા અને ઉત્તમ દિવસે તેનુ ધનકુમાર નામ પાડયુ. ધાત્રીમાતાઓની જેમ રાજાએ વડે એક ઉત્સ`ગમાંથી ખીજા ઉત્સંગમાં લેવાતા ધનકુમાર માતાપિતાના હની સાથે વૃદ્ધિ પામ્યા. અનુક્રમે તેણે સવ કળાએ સપાદન કરી અને કામદેવના ક્રીડાવન સરખા યૌવનવયને પ્રાપ્ત થયા. એ અરસામાં કુસુમપુર નામના નગરમાં સિંહના જેવા પરાક્રમી અને રણકા માં યશસ્વી સિંહ નામે રાજા હતા. તેને ચંદ્રલેખા જેવી નિર્મળ અને પ્રાણ સરખી વ્હાલી વિમળા નામે રાણી હતી, તે પૃથ્વીપર ફરનારી દેવી હેાય તેવી જણાતી હતી. સિંહરાજાને તે રાણીથી ઘણા પુત્રોની ઉપર ધનવતી નામે એક પુત્રી ઉત્પન્ન થઇ. પાતાની રૂપસ પદાવડે રતિ વિગેરે રમણીઓનાં રૂપને જીતી લેતી તે બખાળા અનુક્રમે વૃદ્ધિ પામી અને તેણે સ કળા સપાદન કરી, એક વખતે વસંતઋતુ આવતાં તે આળા સખીઓનો પરિવાર લઇ ઉદ્યાનની શાભા જોવાને ગઈ. તે ઉદ્યાનમાં પ્રફુલ્લિત સપ્તપર્ણીનાં વ્રુક્ષા ઉપર ભમતા એવા ભ્રમરાઓનાં સ’ગીત થઈ રહ્યાં હતાં, ખાણુ જાતિનાં વૃક્ષેાની નવીન કલિએ કામદેવના ખાણરૂપ થતી હતી, ઉન્મત્ત એવા સારસપક્ષીનાં જોડાં ક્રેકાર શબ્દ કરી રહ્યાં હતાં, સ્વચ્છ જળવાળા સરાવરમાં કલહંસાના સમૂહ ક્રીડા કરતાં હતાં, અને ગીત ગાતી માગવાનની સ્ત્રીઆવડે રમણીય એવા ઇક્ષુવાટવડે તે મનોહર દેખાતું હતુ. આવા રમણીય ઉદ્યાનમાં એ ખાળા સ્વચ્છ દપણે ફરવા લાગી. . રાજકુમારી આનંદથી ફરતી હતી, તેવામાં એક અશેાકવૃક્ષ નીચે હાથમાં ચિત્રપટ લઇને ઊભા રહેલા એક વિચિત્ર ચિત્રકાર તેના જોવામાં આવ્યા. તેની પાસેથી ધનવતીની કમલિની નામની એક સખીએ બળાત્કારે ચિત્રપટ લઈ લીધું', તે ચિત્રપટમાં સુંદર પુરૂષનું રૂપ ચિત્રેલું જોઈ વિસ્મય પામીને તેણીએ ચિત્રકારને પૂછ્યું કે-“સુર, અસુર અને મનુષ્યામાં આવુ અદ્દભુત રૂપ કાનુ' છે ? અથવા તેઓમાં કાર્બનું આવું સુ ંદર રૂપ સ‘ભવતુ નથી, તેથી શુ તારૂ કૌશલ્ય ખતાવવા માટે તેં આ રૂપ માત્ર સ્વબુદ્ધિથી જ આલેખ્યું છે ? કારણકે અનેક પ્રાણીઓને નિર્માણ કરવાથી શ્રાંત થઇ ગયેલા વૃદ્ધ વિધિમાં આવું સુંદર રૂપ રચ વાની પ્રવીણતા કયાંથી હાય ?” તે સાંભળી ચિત્રકાર હસીને ખોલ્યા—“આ ચિત્રમાં મે' જેવું રૂપ જોયુ' તેવુ જ આલેખેલું છે, તેમાં મારૂં જરાપણુ કૌશલ્ય નથી. અચલપુરના વિક્રમ રાજાના યુવાન અને અનુપમ આકૃતિવાળા પુત્ર ધનકુમારનું આ ચિત્ર છે. જે એ કુમારને પ્રત્યક્ષ જોઇ પછી આ ચિત્રને જુએ છે, તે મને ઉલટા કુટ લેખક' કહીને વારવાર નિંઢે છે. હું મુગ્ધ ! તે કુમારને જોયેલ ન હોવાથી આ ચિત્ર જોઈ ને તુ વિસ્મય પામે છે; કેમકે તુ' કુવાના દેડકા જેવી છું; પણ તે ધનકુમારનું અદ્દભુત રૂપ જોઇને તે દેવાંગનાઓ પણ માહ પામે છે. મેં તો માત્ર મારા દિશિવનાદને માટેજ આ ચિત્ર આલેખેલુ છે.” આ સમયે ત્યાં પાસે ઊભેલી ધનવતી તે વાત સાંભળીને અને ચિત્ર જોઈને જાણે કામદેવનાં ખાણુ વાગ્યાં હોય તેવી થઈ ગઈ. પછી કમલિની ખેલી-“ ભદ્ર ? તે શિવનાદને માટે પણ આ અદ્દભુત ચિત્રને બહુ સુંદર આલેખ્યુ છે; તેથી તું ખરેખર નિપુણ અને વિવેકી છે.” આ પ્રમાણે કહી કમલિનીએ ચાલવા માંડયું. તે વખતે ધનવતી શૂન્ય હૃદયવાળી થઈ ગઇ. તેનુ' મુખ કરમાઇ ગયેલા ડીંટવાળા કમળ જેવું થઈ ગયુ, અને પછવાડે જોતી જોતી
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy