SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્ર ૮ મુ' ૧૬૫ તેમજ પગલે પગલે સ્ખલિત થતી માંડ માંડ ઘેર આવી. ચિત્રસ્થ ધનકુમારના રૂપથી આક્ષિપ્ત થયેલી રાજકુમારી ધનવતી મસ્થળમાં રહેલી હંસલીની જેમ કોઈ પણ સ્થાનકે આનંદ પામી નહિં. દુ ળ શરીરવાળી તે ક્ષુધા અને તૃષાને પણ જાણતી નહી, અને રાત્રે નિદ્રા પણ લેતી નહાતી, ટુ'કામાં તેની સ્થિતિ વનમાંથી આકષી લાવેલી હાથિણીની જેવી થઈ પડી, ધનકુમારના રૂપને અને ચિત્રકારે કહેલી વાતને સભારી સભારીને એ બાળા વાર’વાર શિરઃકંપ, અંગુલિનૃત્ય અને ભ્રકુટીના ઉત્કેપને કરતી હતી, ધનકુમારના ધ્યાનમાં પરવશ થયેલી તે રાજકુમારી જે કાંઇ પણ ચેષ્ટા કરતી, તે જન્માંતરના કૃત્યની જેમ તત્કાળ પાછી ભૂલી જતી હતી; અને ઉદ્દન, સ્નાન, વિલેપન અને અલંકારાદિકને છેાડી દઇ એ રમણી ચેાગિની જેમ ઇષ્ટ દેવતાનુ ધ્યાન કરે તેમ અહર્નિશ તેનુ ધ્યાન કરતી હતી. એક વખતે તેની સખી કમલિનીએ તેને પૂછ્યુ કે−હે કમલાક્ષિ ! તુ` શા આધિ અથવા વ્યાધિથી પીડાય છે કે જેથી તું આવી થઈ ગઈ છું ?” આવા તેના પ્રશ્ન સાંભળી કૃત્રિમ કાપ કરીને ધનવતી એલી− હું સિખ !બહારના માણસની જેમ તું શું પૂછે છે ? તું શુ નથી જાણતી ? તું મારૂં બીજુ હૃદય છે, મારા જીવિતવ્ય જેવી છે, માત્ર સખી નથી; તેથી તારા આવા પ્રશ્નથી મને લજજા આવે છે.’ કમલિની બેલી-“હે માનિનિ ! તે મને ઠપકો આપ્યા તે યુક્ત છે. તારા હૃદયના શલ્યને અને ઉંચા મનારથને હું જાણું છું. પેલુ' ચિત્ર જોઈને તું ધનકુમારને ચાહે છે. મે' જે આ અજાણ્યા થઈ ને પૂછ્યું, તે માત્ર તારી મશ્કરી કરવા માટેજ પૂછ્યું છે, તારા અનુરાગ ચાગ્ય સ્થાને છે, અને તે મે' જ્યારથી જાણ્યા છે ત્યારથીજ હું તેને માટે ચિંતાતુર છુ. મેં એક જ્ઞાનીને પૂછ્યું હતું કે, મારી સખીને વાંછિત વર મળશે કે નહિ ? ત્યારે તેમણે પ્રતીતિ બતાવીને ‘મળશે’ એમ કહ્યું છે, માટે હે મ્હેન ! ધીરજ રાખ, તારા મનારથ શીઘ્ર સિદ્ધ થશે.’” આ પ્રમાણે સખીના આશ્વાસનથી ધનવતી ધીરજ ધારણ કરીને રહી. એક વખતે એ માળા દિવ્ય વેષ ધારણ કરીને પિતાને વંદન કરવા ગઈ; તેના વિદાય થયા પછી રાજા વિચાર કરવા લાગ્યા કે, હવે આ પુત્રી વરને યાગ્ય થઈ છે, તા આ પૃથ્વીપર તેને યાગ્ય વર કાણુ થશે ?” આ પ્રમાણે રાજા બહુ વખતથી ચિંતા કરતા હતા તેવામાં પ્રથમ વિક્રમધન રાજા પાસે માકલેલા ક્રૂત આવ્યા, તે રાજકાય જણાવી ઊભે રહ્યો, એટલે સિ'હરાજાએ તેને પૂછ્યું કે, તે ત્યાં આશ્ચય કારી શુ' જોયું ?' દૂત આલ્યા“વિક્રમધન રાજાના પુત્ર ધનકુમારનું રૂપ મેં એવું જોયું કે તેના જેવું સુંદર રૂપ વિદ્યાધરામાં કે દેવતાઓમાં પણ મારા જોવામાં આવ્યું નથી. તેને જોઈ ને મેં નિશ્ચય કર્યા છે કે આ રાજપુત્ર આપણી રાજકુમારી ધનવતીને યાગ્ય વર છે, તેથી તે વરકન્યાના સંબધ થવાવડે વિધિને સૃષ્ટિપ્રયાસ સફળ થાઓ.” રાજાએ પ્રસન્ન થઈ ને કહ્યું કે-“ હે દ્ભુત ? તને શાબાશ છે, તેં મારા કહ્યા સિવાય પોતાની મેળે મારા કાની ચિતા કરી અને રાજકન્યાના વરની ચિંતારૂપ સાગરમાં મગ્ન થયેલા એવા મારો ઉદ્ધાર કર્યા. હવે હે બુદ્ધિમાન્ દ્ભુત! ધનકુમારને ધનવતી આપવા માટે વિક્રમધન રાજાની પાસે જઈને મારી આજ્ઞાથી તુ પ્રાથના કર”. રાજાની ને દૂતની વચ્ચે આ પ્રમાણે વાત થતી હતી તે વખતે ધનવતીની ચંદ્રવતી નામની નહાની બહેન પિતાને વંદન કરવા માટે આવી હતી, તેણીએ આ સ` હકીકત સાંભળી. રાજાની આજ્ઞા લઈ ને દૂત પેાતાને ઘેર ગયા, એટલે ચદ્રવતી હષ પામતી પામતી ધનવતીની પાસે આવી અને જે સાંભળ્યું હતું તે બધું તેને કહી બતાવ્યુ. ધનવતીએ તેની સખી કમલિનીને કહ્યું કે, ‘આ ચંદ્રવતીની વાણી ઉપર મને વિશ્વાસ આવતા નથી, એ અજ્ઞાનથી
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy