SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ श्री त्रिषाष्ट शलाकापुरुष चीरत्र. પ આઠમુ. શ્રી નેમિનાથાદિ ચરિત્ર સગ ૧ લા. શ્રી અરિષ્ટનેમિના પૂર્વ ભવનું વર્ણન સર્વ જગના પતિ, જન્મથીજ બ્રહ્મચારી અને કર્મરૂપી વલ્લીના વનને છેઢવામાં નેમિ ચક્ર સમાન શ્રી અરિષ્ટનેમિને નમસ્કાર થાએ. હવે અર્હહત શ્રી નેમિનાથ, વાસુદેવ કૃષ્ણ, ખળદેવ, ખળભદ્ર અને પ્રતિવાસુદેવ જરાસ'ઘનું ચરિત્ર કહેવામાં આવશે. આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રને વિષે પૃથ્વીના શિરારત્ન જેવું અચળપુર નામે નગર છે, તે નગરમાં યુદ્ધમાં પરાક્રમથી શત્રુઓનુ` આક્રમણ કરનાર વિક્રમધન નામે યથા નામવાળા રાજા હતા. તે રાજા શત્રુઓને યમરાજની જેવા દુ:પ્રેક્ષ્ય હતા અને મિત્રાને ચંદ્રની જેવા નેત્રાન દદાયી હતા. પ્રચર્ડ તેજવાળા એ રાજાના ભુજદડ સ્નેહીજનને કલ્પવૃક્ષ તુલ્ય અને બૈરી જનને વાઈડ તુલ્ય હતો. સાગરમાં નદીએ આવીને મળે તેમ દિશામાંથી સ`પત્તિએ આવી આવીને તેને મળતી હતી અને પર્વતમાંથી નિઝરણાં નીકળે તેમ તેનાથી કીર્ત્તિઓ પ્રગટ થતી હતી. તે રાજાને પૃથ્વીની જેવી સદા સ્થિર અને ઉજ્જવલ શીલરૂપ અલંકારને ધારણ કરનારી ધારિણી નામે રાણી હતી. સ` અંગમાં રૂપવડે સુ`દર અને પવિત્ર લાવણ્યવડે શેલતી એ રાણી જાણે રાજાની મૂર્ત્તિ માન્ લક્ષ્મી હોય તેવી શેશભતી હતી. ગતિ અને વાણીથી હ'સી જેવી અને લક્ષ્મીના સ્થાનરૂપ પદ્મની જેવી એ રમણીએ પુષ્પમાં ભ્રમરીની જેમ પાતાના ભર્તારના હૃદયમાં સ્થાન કર્યું હતું. એક વખતે એ ધારિણી દેવીએ રાત્રિના શેષભાગે જેમાં ભ્રમર અને કોકિલાએ મત્ત થઈ રહેલાં છે અને જેમાં મ'જરીના પુજ ઉત્પન્ન થયેલાં છે એવા એક આંબાના વૃક્ષને કુલિત થયેલુ* સ્વપ્નમાં જોયુ. તે વૃક્ષને હાથમાં લઈ કોઇ રૂપવાન પુરૂષે કહ્યું કે ‘આ આમ્રવૃક્ષ આજે તારા આંગણામાં રાપાય છે, તે જેમ જેમ કાળ વ્યતીત થશે તેમ તેમ ઉત્કૃષ્ટ ફળવાળું થઈ ને જુદે જુદે સ્થાનકે નવવાર રાપાશે.’ આ સ્વપ્નનુ વૃત્તાંત રાણીએ રાજાને કહ્યું, એટલે રાજાએ તેના વેત્તાઓની સાથે તેના વિચાર કર્યાં. નિમિત્તિઆએ હર્ષ પામીને કહ્યું કે- હે રાજન્ ! આ સ્વપ્નથી એમ સિદ્ધ થાય છે કે તમારે એક ઉત્કૃષ્ટ ભાગ્યવાન્ પુત્ર થશે, અને સ્વપ્નગત આમ્રવૃક્ષ જે જુદે જુદે ઠેકાણે નવવાર રાપાશે એમ કહ્યુ', તેના આશય તે માત્ર કેવળી જાણે, અમારા જાણવામાં આવતા નથી.' નિમિત્તિઆના આવાં વચન ૧ તીક્ષ્ણ ધારવાળા.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy