SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ મુ ૧૩૧ નીમેલા ગામના મહત્તર પુરૂષોએ આવીને આ અપવાદ મને કહ્યો હતા, મારી જાતે પણ મેં સાંભળ્યા છે અને હમણાં આ ખાતમીદારા પણ કહે છે. આ લાકા મારા કહેવાથી પ્રત્યક્ષ સાંભળીને આવ્યા છે. લાકો સીતાના સ્વીકારની જેમ જ જો તેના ત્યાગ કરશુ તા પછી આપણા અપવાદ એલશે નિહ.' લક્ષ્મણ મેલ્યા-આ ! લેાકેાના કહેવા ઉપરથી સીતાના ત્યાગ કરશે નહિ; કેમકે લાકે તે જેમ તેમ ખેલે, કાંઈ તેમનાં મુખ બંધાતાં નથી, લેાકા સારા રાજ્યથી સ્વસ્થ હાય તો પણ રાજાના દોષ કહ્યા કરે છે, તેથી રાજાએ તેમને શિક્ષા કરવી, નિહ તેા ઉપેક્ષા કરવી.’ રામ ખેલ્યા-લેાકેા એવા હાય એ વાત ખરી છે. પણ જે વાત સ લેાકને વિરૂદ્ધ લાગે તેના યશસ્વી પુરૂષે સદા ત્યાગ કરવા.’ આ પ્રમાણે કહી રામે કૃતાંતવદન નામના સેનાપતિને આજ્ઞા કરી કે, સીતા ગર્ભવતી છે તે છતાં તેને અરણ્યમાં મૂકી આવે.’તે સાંભળી લક્ષ્મણે રૂદન કરતા સત્તા રામના ચરણમાં પડીને કહ્યું હું આય ! આ મહાસતી સીતાના ત્યાગ કરવા યાગ્ય નથી.' રામે કહ્યુ કે– હવે તે વિષે તમારે મને કાંઈ પણ કહેવુ નહિ.' તે સાંભળી વસ્રવડે મુખને ઢાંકી રૂદન કરતા લક્ષ્મણ ઘરમાં ગયા. પછી રામે ધૃતાંતવાનને કહ્યું કે- સમેતશિખરની યાત્રાના મિષથી સીતાને વનમાં લઈ જા, કારણકે તેના એવા દોહદ (મનારથ) પણ છે.' પછી સેનાપતિએ આવીને સમેતશિખરની યાત્રા સંબધી રામની આજ્ઞા સીતાને જણાવી, અને તેને રથમાં એસારીને ચાલ્યા. સીતા રથમાં બેસીને ચાલ્યાં તે વખતે ઘણાં અપશુકનો થવા લાગ્યાં, તથાપિ સરલતાને લીધે તે શંકારહિત બેસી રહ્યાં. અનુક્રમે ઘણે દૂર નીકળી ગયા પછી ગંગાસાગર ઉતરી સિંહુનિનાદક નામના અરણ્યમાં પહેાંચ્યા, એટલે કૃતાંતવદન કાંઇક વિચાર કરતા ઊભા રહ્યો. તેનાં નેત્રમાંથી અશ્રુ પડવા લાગ્યાં અને તેનું મુખ ગ્લાનિ પામી ગયું; તે જોઈ સીતા ખેલ્યાં–સેનાપતિ ! તમે શાક સહિત હા તેમ દુ:ખી મને અહીં કેમ ઊભા રહ્યા છે. ?' કૃતાંતવન ખેલ્યા—“હે માતા ! હું હુંચન શી રીતે ખેલી શકું ! સેવકપણાથી દુષિત એવા મારે આ અકૃત્ય કરવુ' પડયુ છે. દેવી !તમે રાક્ષસને ઘેર રહ્યાં, તે સંબંધી લેાકાપવાદથી ભય પામીને રામે આ ઘાટા વનમાં તમને ત્યજી દીધેલાં છે. જ્યારે બાતમીદારાએ તમારો લેાકાપવાદ જણાવ્યા, ત્યારે રામ તમારે ત્યાગ કરવા તૈયાર થયા. તે વખતે લેાક ઉપર ક્રોધથી રાતાં નેત્ર કરતા લક્ષ્મણે રામને ઘણા વાર્યા, પણ રામે તેમને સિદ્ધાજ્ઞાથી અટકાવ્યા, એટલે તે રાતા રાતા ચાલ્યા ગયા. પછી મને તેમણે આ કાર્ય કરવાની આજ્ઞા કરી. હે દેવી! હું ઘણા પાપી છું. અનેક પ્રકારના હિંસક પ્રાણીએથી ભરપૂર અને મૃત્યુના ગૃહરૂપ આ અરણ્યમાં મારાથી ત્યજાયેલા તમે કેવળ તમારા પ્રભાવથીજ જીવશે.” સેનાપતિનાં આવાં વચન સાંભળી સીતા મૂર્છા પામીને રથમાંથી પૃથ્વી ઉપર પડી ગયાં. સેનાપતિ તેમને મરણ પામેલા ધારી પાતાને પાપી માનીને અત્યંત રૂદન કરવા લાગ્યા. ઘેાડીવારે વનના શીતળ વાયુથી સીતા કાંઈક સચેત થયાં; પરંતુ તેવી રીતે વારંવાર મૂર્છા અને ચેતના પામવા લાગ્યાં. એ પ્રમાણે ઘણા વખત વ્યતીત થયા પછી તે સ્વસ્થ થઈને બોલ્યાં– અહી થી અચાધ્યા કેટલે દૂર છે ? અથવા રામ કથાં રહેલા છે ?’ સેનાપતિ બોલ્યા-હે દેવી ! અયેાધ્યા નગરી અહીંથી ઘણી દૂર છે, તે વિષે શુ પૂછ્યુ? અને ઉગ્ર આજ્ઞા કરવાવાળા રામની તા વાર્તા કરવાથી સર્યું...!' આવાં તેનાં વચન સાંભળ્યાં છતાં રામભક્ત સીતા ફરીવાર ખેલ્યાંહું ભદ્ર ! મારા આટલા સદેશે।૨મને બરાબર કહેજો કે-“જો તમે લેાકાપવાદથી ભય પામ્યા હતા તે તમે મારી પરીક્ષા કેમ ન કરી ? સર્વ લેાકેા જ્યારે શકા પડે છે ત્યારે દિવ્સ વિગેરેથી પરીક્ષા કરે છે. હું મંદ ભાગ્યવાળી તે આ વનમાં પણ મારાં કમને ભોગવીશ,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy