SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૮ મા એવાં સુખ ને દુઃખ સર્વ પ્રાણીને અવશ્ય ભાગવવાંજ પડે છે; માટે તમે આપણા મ`દિરમાં ચાલા. દેવતાનુ અર્ચન કરો અને સત્પાત્રને દાન આપે. કેમકે આપત્તિમાં એક ધર્મનું જ શરણ છે,” પછી સીતા ઘરે જઈને મોટા સંચયપૂર્વક અ`તની પૂજા કરવા લાગ્યાં અને સત્પાત્રમાં ઉજ્જવળ દાન આપવા લાગ્યાં. ૧૩૦ એ સમયે નગરીના યથાર્થ વૃત્તાંત જાણીને કહેવા માટે ખાસ નીમેલા રાજધાનીના મોટા અધિકારીએ રામની પાસે આવ્યા. વિજય, સૂરદેવ, મધુમાન, પિ’ગલ, લધર, કાશ્યપ, કાળ અને ક્ષેમ એવા તેઓનાં નામ હતાં. તેઓ રામની આગળ આવી વૃક્ષનાં પત્રની જેમ કંપવા લાગ્યા. તેઓ રામને કાંઇ પણ જણાવી શકવા નહિ; કેમકે રાજતેજ મહા દુ:સહુ છે, તેઓને રામે કહ્યું-હે નગરીના મહાન્ અધિકારીએ ! તમારે જે કહેવાનુ હોય તે કહા. એકાંત હિતવાદી એવા તમને અભય છે.' રામનાં અભય વચનથી જરા અવષ્ટંભ પામીને વિજય નામના અધિકારી જે તેએમાં મુખ્ય હતા તે સર્વ પ્રકારની સાવધાનીથી આ પ્રમાણે ખેલ્યા “હે સ્વામિન્ ! તમને એક વાત અવશ્ય જણાવવાની છે, જો હું ન જણાવું તા મેં સ્વામીને ઠગ્યા કહેવાય; પણ જે જણાવવાનુ છે તે ઘણું દુઃશ્રવ છે. હે દેવ ! દેવી સીતા ઉપર એક અપવાદ આવ્યા છે. તે દુટ છતાં લેાક ઘટાવે છે, અને જે યુક્તિથી ઘટતુ... હાય તે દુર્ગંટ છતાં વિદ્વાને તેની પર શ્રદ્ધા કરવી એવું નીતિનું વચન છે, લેાકા કહે છે કે ‘તિક્રીડા કરવાની ઇચ્છાવાળા રાવણે સીતાનું હરણ કરીને તેને પોતાના ઘરમાં એકલા રાખ્યાં, સીતા તેના ઘરમાં લાંબે કાળ સુધી રહ્યાં, સીતા રક્ત હાય કે વિરક્ત હોય, પણ સ્ત્રીમાં લેલુપ એવા રાવણ તેને સમજાવીને કે બળાત્કારે ભાગથી દુષિત કર્યા વગર રહે નહિ.' આ પ્રમાણે લેાક અપવાદ બેલે છે, તે પ્રમાણે અમે આપને કહીએ છીએ; માટે હે રામ ! તેવા યુક્તિવાળા અપવાદ તમે સહન કરશે! નહિં. હું દેવ ! તમે જન્મથીજ પેાતાના કુળના જેવી નિર્મળ કીત્તિ મેળવી છે, તેા આવા અપવાદને સહન કરવાવડે તમારા યશને મલીન કરશેા નહિ.” ‘સીતા કલંકના અતિથિ થયા' એવા નિશ્ચય કરીને રામ દુઃખથી મૌન ધરી રહ્યા. પ્રાય: પ્રેમ છેડવા તે ઘણા અશકય છે. પછી રામે દીય પકડીને તેમને કહ્યું “હે મહા પુરૂષા! તમે મને ઠીક જણાવ્યું. રાજભક્ત પુરૂષો કોઈ બાબતમાં ઉપેક્ષા કરતાજ નથી, હું માત્ર સ્ત્રીને માટે આવે અપયશ સહન કરી શકીશ નહિ.” આવી પ્રતિજ્ઞા કરીને રામે તે અધિકારીઓને વિદાય કર્યા, તે રાત્રે રામ છાની રીતે ઘરની બહાર નીકળ્યા. તે વખતે સ્થાને સ્થાને આ પ્રમાણે લેાકેાના મુખથી અપવાદ સાંભળવા લાગ્યા કે-“ રાવણ સીતાને લઈ ગયા, સીતા ચિરકાળ તેના ઘરમાં રહ્યા, તથાપિ રામ તેને પાછી લાવ્યા અને હજુ તેને સતી માને છે. એ રાગી રાવણુ તેને લઈ ગયા હતા, છતાં તેણે તેના ઉપભોગ કર્યો ન હોય એ કેમ બને ? રામે એટલુ પણ વિચાર્યુ નહિ; પણ રાગી માણુસ દોષને જોતાજ નથી.” આ પ્રમાણે સીતાનેા અપવાદ સાંભળીને રામ ઘેર ગયા. ફરીને પાછી તે સબંધી વાત સાંભળી લાવવા ખાતમીદારોને આજ્ઞા કરી. રામ વિચારવા લાગ્યા કે–જેને માટે મેં રાક્ષસકુળના ભયંકર રીતે નાશ કર્યાં તે સીતાને માથે આ કેવુ' કલંક આવ્યું ? હું જાણું છું કે સીતા મહાસતી છે. રાવણુ સ્ત્રીલાલુપ છે, અને મારૂ કુળ નિષ્કલંક છે. હવે મારે શું કરવુ' ? પેલા બાતમીદારા સીતાનેા અપવાદ સાંભળી આવીને લક્ષ્મણ, સુગ્રીવ અને વિભીષણ સહિત બેઠેલા રામની પાસે સ્ફુટ રીતે કહેવા લાગ્યા. તે સાંભળી લક્ષ્મણે ક્રાથી કહ્યું કે-જે ખાટાં કારણાથી દોષને કલ્પીને સતી સીતાની નિંદા કરે છે તેમના હું કાળરૂપ છું.' રામ ખેલ્યા-ભાઈ ! પ્રથમ આપણે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy