SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૭ મુ લક્ષ્મણને સાળહજાર સ્ત્રી થઇ; તેમાં વિશલ્યા, રૂપવતી, વનમાળા, કલ્યાણુમાળા, રત્નમાળા, જિતપદ્મા, અભયવતી અને મનારમા આઠ પટ્ટરાણીએ થઈ. તેને અઢીસે પુત્રો થયા. તેમાં આઠ પટ્ટરાણીના આઠ પુત્રો મુખ્ય હતા. તે આ પ્રમાણે–વિશલ્યાના પુત્ર શ્રીધર, રૂપવતીનો પુત્ર પૃથિવીતિલક, વનમાળાનો પુત્ર અર્જુન, જિતપદ્માનો પુત્ર શ્રીકેશી, કલ્યાણમાળાના પુત્ર માંગળ, મનોરમાના પુત્ર સુપાર્શ્વકીતિ, રતિમાળાનો પુત્ર વિમળ અને અભયવતીનો પુત્ર સત્યકાર્તિક નામે હતા. રામને ચાર રાણીઓ હતી. તેમનાં સીતા, પ્રભાવતી, રતિનિભા અને શ્રીદામા એવાં નામ હતાં. ૧૨૯ એક વખતે સીતા ઋતુસ્નાન કરીને સૂતાં હતાં, એ સમયે રાત્રિને અંતે સ્વપ્નમાં એ અષ્ટાપદ પ્રાણીને વિમાનમાંથી ચવીને પેાતાના મુખમાં પ્રવેશ કરતાં તેણે જોયાં. તેણે તે સ્વપ્ન રામને કહ્યું, એટલે રામ ખેલ્યા- દેવી ! તમારે એ વીર પુત્ર થશે, પણ વિમાનમાંથી એ અષ્ટાપદ પ્રાણી ચવ્યા એવુ' જે તમે દીઠુ, તેથી મને હર્ષ થતા નથી.' જાનકી એલ્યાંહેપ્રભુ ! ધર્મના અને તમારા માહાત્મ્યથી બધું શુભજ થશે’ તે દિવસથી સીતાએ ગર્ભ, ધારણ કર્યાં. સીતા પ્રથમ પણ રામને અતિ પ્રિય હતાં, તે ગર્ભ ધારણ કર્યા પછી વિશેષ પ્રિય થયાં અને રામના નેત્રને આનકારક ચદ્રિકા તુલ્ય જણાવા લાગ્યાં. સીતાને સગર્ભા જાણી તેની સપત્નીઓને ઈર્ષ્યા ઉત્પન્ન થઇ; તેથી તે કપટી સ્રીઓએ સીતાને કહ્યું કે ‘રાવણનું રૂપ કેવું હતું તે આલેખીને બતાવેા.' સીતા ખેલ્યાં, 'મે' રાવણનાં સર્વ અંગ જોયાં નથી, માત્ર તેના ચરણુ જોયેલા છે, તેથી હું તેને શી રીતે આલેખી બતાવુ'!' સપત્નીએ મેલી-તેના ચરણ પણ આલેખી બતાવા, અમને તે જોવાનુ ઘણું કૌતુક છે.’ સપત્નીઓના આગ્રહથી પ્રકૃતિએ સરલ એવાં સીતાએ રાવણુના ચરણુ આલેખ્યાં, તે સમયે અકસ્માત્ રામ ત્યાં આવી ચડયા, એટલે તત્કાળ તેએ એટલી ઊઠી-‘સ્વામી ! જુએ, તમારી પ્રિયા સીતા અદ્યાપિ રાવણને સભારે છે. હે નાથ ! જુઓ આ સીતાએ પેાતે રાવણના બે ચરણ આલેખ્યા છે. હજુ સીતા તેનીજ ઇચ્છા કરે છે તે ધ્યાનમાં રાખજો.' તે જોઇ રામે ગંભીરપણાથી મેટું મન રાખ્યું, અને સીતા દેવીથી ન જાય તેમ ત્યાંથી તત્કાળ પાછા વળી ગયા સીતાના દોષને સપત્નીઓએ પેાતાની દાસીએ દ્વારા લોકોમાં પ્રકાશ કર્યાં, તેથી લેાકેા પણ પ્રાચે તેને અપવાદ એલવા લાગ્યાં. આપ અન્યદા વસંતઋતુ આવી, એટલે રામે સીતા પાસે આવીને કહ્યું કે- હે ભદ્રે ! તમે ગથી ખેદિત છે, તેથી તમને વિનેાદ કરાવવાને ઇચ્છતી હોય તેમ આ વસ ́તલક્ષ્મી આવેલી છે. બકુલ વિગેરે વૃક્ષેા સ્ત્રીઓના દોહદથીજ વિકાસ પામે છે, માટે ચાલા આપણે મહે હોય ઉદ્યાનમાં ક્રીડા કરવા જઇએ.' સીતા ખેલ્યાં-સ્વામી ! મને દેવાન કરવાના ઢોહદ થયા છે, તે ઉદ્યાનના વિવિધ પ્રકારના સુગંધી પુષ્પાથી પૂર્ણ કરા. રામે તત્કાળ અતિ શ્રેષ્ઠ પ્રકારે દેવાચન કરાવ્યું. પછી પરિવાર સહિત સીતાને લઇને મહેદ્રોદય ઉદ્યાનમાં ગયા. ત્યાં રામે સુખે બેસીને જેમાં અનેક નગરજના વિચિત્ર ક્રીડા કરે છે અને જે અહં તની પૂજાથી વ્યાપ્ત છે એવા વસતાત્સવને જોયા; એ સમયે સીતાનુ જમણ' નેત્ર કયુ', એટલે સીતાએ શંકાથી તે રામને જણાવ્યુ. ‘આ ચિન્હ સારૂ નથી’ એવું રામે કહ્યું, તેથી સીતા ખેલ્યાં– ‘શું મારા રાક્ષસદ્વીપના નિવાસથી હજુ દેવને સાષ થયા નથી ? શું હજુ નિર્દય ધ્રુવ મને તમારા વિયોગના દુઃખથી પણ અધિક દુઃખ આપશે ? અન્યથા આવું માઠું નિમિત્ત શા માટે થાય ?” રામ એલ્યા−“ હે દેવી ! ખેદ ન પામેા, કૅને આધીન ૧૭
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy