SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૭ મો. રાવણ વધ, સીતાના ચક્કસ સમાચાર આવી જવાથી સુગ્રીવ વિગેરે સુભટથી વીંટાએલા રામ લક્ષમણ સહિત લંકાનો વિજય કરવા માટે આકાશમાર્ગે ચાલ્યા. ભામંડલ, નલ, નીલ, મહેદ્ર, હનુમાન, વિરાધ, સુષેણ, જાંબવાન, અંગદ અને બીજા કેટીગમે વિદ્યાધરના રાજાઓ પિતાના રીન્યથી દિશાઓના મુખને આચ્છાદન કરતા સતા રામની સાથે ચાલ્યા. વિદ્યાધરો લડાઈનાં અનેક વાજિંત્રો વગાડવા લાગ્યા. તેના અત્યંત ગંભીર નાદથી આકાશ બધું પૂર્ણ થઈ ગયું. પિતાના સ્વામીના કાર્યની સિદ્ધિમાં અહંકાર ધરતા ખેચર વિમાન, રથ, અશ્વ, હાથી અને બીજાં વાહનો પર બેસીને આકાશમાં ચાલ્યા. સૌન્ય સહિત સમુદ્ર ઉપર ચાલતાં ક્ષણવારમાં સર્વે વેલંધર પર્વત પર રહેલા વેલંધરપુર પાસે આવ્યા. તે નગરમાં સમુદ્ર અને સેતુ નામે સમુદ્રની જેવા દુર્ધર બે રાજાઓ હતા, તેઓ ઉદ્ધત થઈને રામના અગ્ર સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સ્વામીના કાર્યમાં ચતુર એવા પરાક્રમી નલે સમુદ્ર રાજાને અને નીલે સેતુ રાજાને બાંધી લીધા, અને તેઓને રામની પાસે લાવીને રજુ કર્યા કૃપાળુ રામે તેમને પાછા તેના રાજ્ય ઉપર બેસાર્યા. મહાન પુરૂષો પરાભવ પામેલા શત્રુ ઉપર પણ પાળું હોય છે. સમુદ્ર રૂપથી સુંદર અને સ્ત્રીઓમાં રત્નરૂપ પોતાની ત્રણ કન્યાઓ લમણને • રાત્રિ ત્યાંજ નિર્ગમન કરીને પ્રાતઃકાળે રામ સેતુ અને સમુદ્ર રાજાને સાથે લઈ ત્યાંથી ચાલ્યા. ક્ષણવારમાં સુવેલગિરિ પાસે આવી પહોંચ્યા. ત્યાંના સુવેલ નામના દુર્જય રાજાને જીતીને રામ એક રાત્રિ ત્યાં રહ્યા; પ્રાત:કાળે પાછા ત્યાંથી ચાલ્યા. ત્રીજે દિવસે લંકાની પાસે આવેલા હંસદ્વીપના રાજા હંસરથને જીતીને રામભદ્રે ત્યાંજ નિવાસ કર્યો. મીન રાશિમાં રહેલા શનિની જેમ રામ નજીક આવવાથી બધી લંકાપુરી ક્ષેભ પામી અને તેને ચારે તરફથી પ્રલયકાળની શંકા થવા લાગી. રામભદ્ર નજીક આવ્યાના ખબર પડતાંજ હસ્ત, પ્રહસ્ત, મારીચ અને સારણ વિગેરે રાવણના હજારે સામંતો યુદ્ધ કરવાને તૈયાર થયા. શત્રુઓને તાડન કરવામાં પંડિત એવા રાવણે કાડોગમે સેવકોની પાસે રણ સંબંધી મહાદારૂણ વાજિંત્રો વગડાવ્યાં. તે સમયે વિભીષણે રાવણની પાસે આવીને કહ્યું કે, “બંધુ! ક્ષણવાર પ્રસન્ન થા, અને શુભ પરિણામવાળાં મારાં વચનોને વિચાર કર. પૂર્વે બે લેકના ઘાત કરનારૂં પરસ્ત્રીહરણનું કામ તે વિચાર્યા વગર કરેલું છે, અને તેથી તારું કુળ લજજા પામેલું છે. હવે આ રામભદ્ર પિતાની સ્ત્રીને લેવા માટે આવેલા છે, તે તેની સ્ત્રી અર્પણ કરવા રૂપ તેનું આતિથ્ય કર, નહિ તો એ રામ બીજી રીતે લેશે, અને તમારી સાથે તમારા બધા કુળને પણ પકડી લેશે. સાહસગતિ વિદ્યાધરના અને ખર રાક્ષસના અંતકરૂપ એ રામલજમણુની વાર્તા તો એક તરફ રહી, પણ દૂત થઈને આવેલા હનુમાનને પણ તમે શું નથી દીઠ ? આ ઈદ્રથી પણ અધિક એવી તમારી સંપત્તિ એક સીતાના કારણથી છોડી દે નહિ, કેમકે એમ કરવાથી તમારે ઉભયભ્રષ્ટ થવું પડશે.” વિભીષણનાં આવાં વચન સાંભળી ઈદ્રજિત બોલ્યો-“અરે વિભીષણ કાકા ! તમે જન્મથી જ ભીરૂ છો, તમે આપણે બધા કુળને દ્રુષિત કરેલું છે,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy