SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૭ મુ ૧૦૨ તમે મારા પિતાના સહેાદર જ નથી ! રે મૂર્ખ ! ઈંદ્રને પણ જીતનાર અને સર્વ સ'પત્તિના નાચક એવા મારા પિતાને માટે આવી સભાવના કરે છે, તેથી તમે ખરેખર મરવાને જ ઇચ્છા છે. પૂર્વે પણ અનૃત ભાષણ કરી તમે મારા પિતાને ઠગ્યા હતા; કારણ કે દશરથ રાજાના વધની પ્રતિજ્ઞા લઈને તમે તે પ્રમાણે કર્યુ ' નહિ. હવે જ્યારે રામ અહીં આવેલ છે ત્યારે ભૂચર મનુષ્યથી નિ જપણે ભય બતાવીને તમે મારા પિતાથી એ રામની રક્ષા કરાવવાને ઇચ્છા છે; તેથી હું એમ માનુ છું કે તમે રામનાજ પક્ષના છે, તેણે તમને પેાતાને વશ કર્યા છે, તેથી તમે હવે વિચાર કરવામાં પણ ભળવાના અધિકારી નથી; કેમકે રાજાઆનો આપ્ત મ ંત્રીની સાથેનો વિચાર જ શુભ પરિણામ લાવે છે.” વિભીષણ મેલ્યા-હુ શત્રુપક્ષનો નથી, પણ તુ પુત્રરૂપે કુળનો નાશ કરનાર શત્રુ અવતર્યા છે એમ જણાય છે. આ તારા પિતા જન્માંધ હોય તેમ ઐશ્વર્યથી અને કામથી અંધ થયેલા છે. અરે મુગ્ધ ! ક્ષીરક ખાળક ! તું શું સમજે ? હે રાવણ ! આ ઈંદ્રજિત પુત્રથી અને તારા આવા આચરણથી તું થાડા સમયમાં પતિત થઇશ એમ નકકી સમજજે, હવે તારે માટે હું પરિતાપ કરીશ નિહ.” બ્ય વિભીષણનાં આવાં વચન સાંભળીને દૈવષિત એવા રાવણને અધિક ક્રાધ ચડયો; તેથી તત્કાળ ભયકર ખડ્ગ ખેં'ચીને વિભીષણનો વધ કરવા ઊભા થયો. ભ્રુગુટીવડે ભય’કર એવા વિભીષણ પણ હાથીની જેમ મેાટા સ્તંભ ઉપાડી રાવણની સામે યુદ્ધ કરવા ઊભા થયો; એટલે કુંભકર્ણ અને ઇંદ્રજિતે બંનેએ વચમાં પડી તેઓને યુદ્ધ કરતાં અટકાવી એ હાથીને જેમ પાતપેાતાની શાળામાં લઈ જાય તેમ તેમના પાતપેાતાના સ્થાનમાં લઇ ગયા. તે વખતે રાવણે કહ્યું કે—અરે વિભીષણ ! તું મારી નગરીમાંથી ચાલ્યા જા; કેમકે અગ્નિની જેમ તું આશ્રયને ભક્ષણ કરનારા છે.’ આવાં રાવણનાં વચનથી તત્કાળ વિભીષણ લંકામાંથી નીકળીને રામની પાસે જવા ચાલ્યા. તેની પછવાડે રાક્ષસેાની અને વિદ્યાધરોની મળીને મહાઉત્કટ એવી ત્રીશ અક્ષૌહિણી સેના રાવણને છેાડીને તેની સાથે ચાલી નીકળી. વિભીષણને આવતા જોઈ સુગ્રીવ વિગેરે સવે ક્ષેાભ પામવા લાગ્યા. કારણકે ‘ડાકણની જેમ શત્રુએપર તરત જેમતેમ વિશ્વાસ આવતા નથી.” પ્રથમ તેણે માણસ મોકલીને રામભદ્રને પેાતાના આવવાના ખખર કહેવરાવ્યા, એટલે રામે પોતાના વિશ્વાસપાત્ર સુગ્રીવના મુખની સામુ જોયુ. સુગ્રીવ મેલ્યા“હે દેવ ! જો કે સં રાક્ષસેા જન્મથીજ માયાવી અને પ્રકૃતિથીજ ક્ષુદ્ર હેાય છે, તથાપિ આ વિભીષણ અહીં આવે છે તેા ભલે આવે, અમે તેના ગુપ્ત રીતે શુભાશુભ ભાવ જાણી લઇશું અને પછી તેના ભાવ પ્રમાણે ચાગ્ય ગોઠવણ કરીશું.” એ વખતે વિભીષણને પૂર્ણ રીતે જાણનાર વિશાળ નામના એક ખેચર એલી ઉઠયા—“ હે પ્રભુ ! રાક્ષસેામાં આ વિભીષણ એક જ મહાત્મા અને ધાર્મિક છે. સીતાને છેડી દેવા વિષે રાવણને કહેતાં અતિ ક્રોધી એવા એના બંધુ રાવણે એને કાઢી મૂકયા છે, તેથી તે તમારે શરણે આવેલ છે. એમાં જરા પણ ફેરફાર નથી.” તે સાંભળી રામે દ્વારપાળ દ્વારા વિભીષણને અંદર પ્રવેશ કરાવ્યે. રામના ચરણમાં મસ્તક મૂકતાં તેને રામ સભ્રમથી ભેટી પડયા. પછી વિભીષણ મેલ્યા“હે પ્રભુ ! મારા અન્યાયી અગ્રબંધુને છેડીને હું તમારી પાસે આવ્યો છું; માટે મને પણ સુગ્રીવની જેવા જ ભક્ત ગણીને આજ્ઞા આપો.” તે સમયે રામે તેને લકાનું રાજ્ય આપવાનું કબુલ કર્યું. મહાત્માઓને કરેલા પ્રણિપાત કયારે પણ વ્યર્થ થતા નથી. 'સદ્વીપમાં આઠ દિવસ રહીને પછી રામચંદ્રસ સેના સહિત કલ્પાંત કાળની १४
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy