SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સ ૬ ઠા આકાશમાં રહેલા પુષ્કરાવ મેઘની જેવા જણાવા લાગ્યા. અવિચ્છિન્ન અથડાતાં તેમનાં અસ્રાથી ક્ષણવારમાં બધું આકાશ જળજ તુએથી સમુદ્રની જેમ દુઃ પ્રેક્ષ્ય થઇ પડ્યું. રાવણના દુર્વાર કુમારે જેટલાં અો મૂકવાં, તેટલાં બધાં મારૂતિએ તેના કરતાં અનેકગુણાં અસ્રોવડે છેઢી નાંખ્યાં. હનુમાનનાં અસ્ત્રોથી ઘાયલ થયેલા ઇંદ્રજિતના સર્વ સુભટા જાણે રક્તદ્રવિત જ'ગમ પતા હૈાય તેવા દેખાવા લાગ્યા. છેવટે પેાતાનું સર્વ સૈન્ય નાશ પામેલુ જોઇને અને પેાતાનાં સ આયુધાની નિષ્ફળતા જોઈને ઇંદ્રજિતે હનુમાનની ઉપર નાગપાશાસ્ત્ર છેડયું. દઢ નાગપાશથી ચંદનના વૃક્ષની જેમ હનુમાન પગથી તે મસ્તક સુધી બંધાઈ ગયા. જો કે નાગપાશને તેાડીને શત્રુઓને જીતવાને તે સમર્થ હતા, તથાપિ નાગપાશના અંધન સહિત હનુમાન કૌતુક જોવાને માટે બંધાઇ રહ્યો, એટલે ઇંદ્રજિત હ પામીને તેને રાવણની પાસે લઇ ગયા. વિજયને ઇચ્છનારા રાક્ષસેા પ્રફુલ્રનેત્રે તેને જોવા લાગ્યા. રાવણે હનુમાનને કહ્યું–“હે દુતિ ! આ તે શું કર્યુ? તે રામલક્ષ્મણ જન્મથી મારા આશ્રિત અને રાંક છે. વનમાં રહેનારા, લાહાર કરનારા, મલીન શરીરવાળા અને મલીન વસ્ત્રના પહેરનારા કિરાતની જેવા તેએ તારાપર તુષ્ટમાન થશે તાપણ તને શી લક્ષ્મી આપી શકશે ? હે મંદબુદ્ધિ ! તે રામલક્ષ્મણના કહેવાથી તુ શુ જોઇને અહી' આવ્યા કે જેથી અહી આવતાંજ તુ' પ્રાણસંશયમાં આવી પડયો ? તે ભૂચારી રામલક્ષ્મણ ઘણા ચતુર જણાય છે કે જેઓએ તારી પાસે આવું કામ કરાવ્યું; પણ ધૂતારાઓ પરહસ્તથીજ અગારાને કહાવે છે. અરે! તું પ્રથમ મારા સેવક હતા અને આજે બીજાનો દૂત થઇ આવ્યા છે, તેથી અવધ્ય છે. પર`તુ માત્ર શિક્ષાને મટેજ તારી આટલી વિટંબના કરવામાં આવી છે.” હનુમાન ખેલ્યા–અરે રાવણુ! હું તારો સેવક કથારે હતા, અને તું મારા સ્વામી કથારે હતા ? આવું ખેલતાં તુ` કેમ લજજા પામતા નથી ? પૂર્વે એક વખત તારા સામત ખર પેાતાને ઘણા બળવાળા માનતા હતા, તેને તેના શત્રુ વરૂણના બંદીગૃહમાંથી મારા પિતાએ છેડાવ્યા હતા. ત્યારપછી બીજીવાર તે સહાય કરવાને માટે મને ખેલાવ્યા હતા એટલે આવ્યા હતા, અને વરૂણના પુત્રાના સ‘કટમાંથી મેં તારી રક્ષા કરી હતી; પરંતુ હમણાં તો તું પાપમાં તત્પર થયેલ હૈાવાથી સહાય કરવાને ચગ્ય નથી, એટલું જ નહીં પણ પરસ્ત્રીનું હરણ કરનાર એવા તારી સાથે ભાષણ કરવાથી પાપ લાગે તેમ છે. વળી હે રાવણુ ! એકલા લક્ષ્મણથી પણ તારી રક્ષા કરે તેવા કોઈ પુરૂષ તારા પરિવારમાં મારા જોવામાં આવતા નથી, તેા તેના અગ્ર બંધુ રામની આગળ તા કેણુજ રક્ષા કરશે ? ” આવાં તેનાં વચન સાંભળી લલાટપર ચડાવેલી ભ્રગુટીથી ભય‘કર એવા રાવણુ હેાઠને ડસતા હસતા આ પ્રમાણે ખેલ્યા,-અરે કપિ! તે મારા શત્રુના પક્ષનો આશ્રય કર્યાં છે, અને આવાં વચનોથી મને પણ તેં તારા શત્રુ કર્યા છે, તેથી જરૂર તને મરવાનીજ ઇચ્છા થઈ લાગે છે; પણ તને તેવા વૈરાગ્ય જીવિત ઉપર કેમ થયે છે ? રે વાનર! જેનુ અંગ કષ્ટ રાગથી વિશીષ્ણુ થયુ હોય તેવા માણસ મરવાને ઇચ્છે, તે પણ હત્યાના ભયથી કોઇ તેને મારતું નથી, તા તને દૂતને કાણુ મારશે ? પણ અરે અધમ ! તને ગધેડા ઉપર ચડાવી પશિખા કરીને લંકાના પ્રત્યેક માગે લેાકાના સમૂહ સાથે ફેરવવામાં આવશે.” રાવણનાં આવાં વચનોથી હનુમાને ક્રોધથી નાગપાશ તાડી નાંખ્યા. કેમકે કમળનાળથી બધાએલા હાથી કેટલી વાર રહે ? ' પછી તત્કાળ વિદ્યુત્ક્રુ ડની જેમ ઉછળી તેણે રાવણના મુગટને પગની પાટુથી ણુશઃચૂર્ણ કરી નાંખ્યા; એટલે ‘આ નીચને મારો અને પકડો' એમ રાવણે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy