SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૭ મું ૧૦૧ મારે ચૂડામણિ એંધાણ તરીકે લઈને તું હવે સત્વરે અહીંથી ચાલ્યા જા, અહીં વધારે વખત રહેવાથી તેને ઉપદ્રવ થશે. તને અહીં આવેલે જાણશે તે તે ક્રૂર રાક્ષસ યમરાજની જેમ જરૂર તને મારી નાંખવાને માટે આવશે.” સીતાનાં આવાં વચન સાંભળી હનુમાન કિંચિત્ હસી અંજલિ જોડીને વિનયથી બે-હે માતા ! તમે મારી ઉપરના વાત્સલ્યભાવથી ભય પામીને આમ બોલો છો, પરંતુ ત્રણ જગતને જીતનાર રામ લક્ષમણને હું દૂત છું. મારી આગળ સૈન્ય સહિત એ બિચારે રાવણ કે માત્ર છે? હે સ્વામિની ! કહે તો રસૈન્ય સહિત રાવણને પરાભવ કરી તમને મારા સ્કંધ ઉપર બેસારીને હું મારા સ્વામી રામની પાસે લઈ જાઉ.' સીતા હસીને બોલ્યાં–હે ભદ્ર! તમે પોતાના સ્વામી રામભદ્રને લજાવશે નહિ, એવો મને આ તમારાં વચનથી નિશ્ચય થાય છે. રામ અને વાસુદેવ (લમણ)ના દૂત એવા તમારામાં તે સર્વ બાબત સંભવે છે; પરંતુ મારે જરા પણ પરપુરૂષનો પરિચય ગ્ય નથી માટે તમે હવે સત્વરે ત્યાં જાઓ, તમે અહીં સર્વ કાર્ય કર્યું છે, એને તમારા જવા પછીજ આર્યપુત્ર રામ જે ઉદ્યોગ કરવા ગ્ય હશે તે કરવા માંડશે.” હનુમાન બોલ્યા-દેવી! હવે હું ત્યાં જાઉં છું, પણ રાક્ષસોને જરા મારું પરાક્રમ બતાવતે જઈશ, આ રાવણ પિતાના આત્માને સર્વત્ર વિજયવંતજ માને છે, તે બીજાના પરાક્રમને માનતું નથી, તેથી તે રામના દૂતના પરાક્રમને ભલે જાણી લે.” આવાં તેનાં પરાક્રમને વચન સાંભળી બહુ સારૂ” એમ કહી સીતાએ તેને પોતાનો ચૂડામણિ આપે; એટલે તે લઈને હનુમાન ચરણન્યાસથી પૃથ્વીને ધ્રુજાવતે ત્યાંથી ચાલ્યો. પછી વનના હાથીની જેમ કરના પરાક્રમને પ્રસારતા હનુમાને દેવરમણ ઉદ્યાનને ભાંગવાને આરંભ કર્યો. રાતાં અશોક વૃક્ષો માં શુગરહિત, બોરસલીનાં વૃક્ષોમાં અનાકુલ, આમ્ર વૃક્ષોમાં કરૂણારહિત, ચંપક વૃક્ષામાં નિષ્કપ, મંદાર વૃક્ષોમાં અતિરેલી, કદલી વૃક્ષોમાં નિર્દય અને બીજા રમણીય વૃોમાં પણ ફર થઈને હનુમાને તેના ભંગની લીલા કરવા માંડી. તે જોતાંજ તે ઉદ્યાનના ચાર દ્વારના દ્વારપાળ થઈને રહેલા રાક્ષસે હાથમાં મુગર લઈને તેને મારવા માટે દેડી આવ્યા. તીરના ગિરિ ઉપર મોટા સાગરના કલેલ નિષ્ફળ થાય તેમ તેમનાં હથિયારે હનુમાનની ઉપર સ્મલિત થઈ ગયાં. હનુમાને કેપ કરીને તેજ ઉદ્યાનનાં વૃક્ષોથી તેમની ઉપર પ્રહાર કરવા માંડ્યો. કેમકે “બળવાનને સર્વ અસ્ત્ર છે.” પવનની જેમ અખલિત એવા હનુમાને વૃક્ષેની જેમ તે ઉદ્યાનના રક્ષક ક્ષુદ્ર રાક્ષસને પણ તત્કાળ ભાંગી નાંખ્યા. તે જોઈને કેટલાક રાક્ષસે એ આવી હનુમાને કરેલા ઉદ્યાનરક્ષકેના ક્ષયનો સર્વ વૃત્તાંત રાક્ષસપતિ રાવણની પાસે કહ્યું. તે સાંભળી રાવણે હનુમાનને મારવા માટે સૈન્ય ત્યાં જવાની શત્રનો ઘાત કરનાર અક્ષકમારને આજ્ઞા કરી. રણને માટે ઉત્કંડિત એ અક્ષકુમાર ત્યાં આવીને આક્ષેપ કરવા લાગે એટલે તેને હનુમાને કહ્યું કે ભેજનની પહેલાં ફળની જેમ તું રણની પહેલાંજ મને પ્રાપ્ત થયો છે. આવાં હનુમાનનાં વચન સાંભળી “અરે કપિ! તું વૃથા ગર્જના શામાટે કરે છે?' એમ તિરસ્કાર કરતા રાવણના પુત્ર અક્ષકુમારે નેત્રના પ્રસરને રોધ કરનારાં તીર્ણ બાણોની વૃષ્ટિ કરી. ઉઢેલ સમુદ્ર જેમ પાણીથી દ્વીપને ઢાંકી દે તેમ શ્રીશૈલે (હનુમાને) પણ બાણના ઉત્કર્ષ વર્ષાદથી રાવણ પુત્રને ઢાંકી દીધો. પછી માત્ર કૌતુકવડે ચિરકાળ શસ્ત્રાશસ્ત્રી યુદ્ધ કરીને રણનો પાર પામવાને ઈચ્છતા અંજનાપુત્રે પશુની જેમ અક્ષકુમારને મારી નાંખ્યા. પોતાના ભાઈના વધના કાધથી“અરે મારૂતિ ! ઊભા રહે, ઊભો રહે” એમ બોલતે ઇન્દ્રજિત તત્કાળ રણમાં આવ્યા. તે બને મહાબાહુ વીરેનો કલ્પાંત કાળની જે દારૂણ અને વિશ્વને વિભ કરનાર માટે સંગ્રામ ઘણીવાર સુધી પ્રત્યે. જળધારાની જેમ ગાઢ શસ્ત્રશ્રેણીને વર્ષાવતા તે બને
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy