SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આ પર્વના પ્રારંભમાં અજિતનાથ પ્રભુના વખતમાં થયેલી રાક્ષસ વંશની સ્થાપનાનું અને તેના મૂળ પુરુષ તરીકે ઘનવાહનનું નામ માત્ર સૂચવીને પછી અગ્યારમાં શ્રેયાંસ પ્રભુના તીર્થમાં રાક્ષસ વંશમાં થયેલા કીધિવળ રાજાની હકીકત આપવામાં આવી છે. એ કાત્તિ ધવળ રાજાના વખતમાં વાનર દ્વીપમાં શ્રીકંઠ રાજાએ કિકિંધાનગરીમાં નિવાસ કર્યો ત્યારથી વાનરવંશની ઉત્પત્તિ થઈ છે અને ત્યારથી કાળ પર્યત રાક્ષસવંશ અને વાનરવંશ વચ્ચે પરસ્પર પ્રીતિભાવ ચાલ્યા આવ્યા છે. તેમાં પણ કોઈક રાક્ષસવંશના રાજયકર્તાઓએ વાનરવંશના રાજયકર્તા ઉપર હાથ રાખેલે દષ્ટિગોચર થાય છે. કીર્તિ ધવળ ને શ્રીકંઠનું ચરિત્ર કહ્યા બાદ એ હકીકતને મુનિસુવ્રતસ્વામીના નીર્થ ઉપર લઈ જવામાં આવેલ છે. તે પ્રભુના તીર્થ માં રાક્ષસવ‘શમાં તડિતકેશ અને વાનરવંશમાં ઘનોદધિ રાજા થયેલ છે. ત્યાર પછીની હકીકત અવિચ્છિન્ન લખાયેલી છે. ત્યાર પછી રાક્ષસદ્વીપનું અને વાનરદીપનું રાજ્ય બે વખત રાક્ષસો તથા વાનરોના હાથમાંથી જાય છે, તે પાછું રાવણનો જન્મ થયા બાદ તે પિતાને સ્વાધીન કરે છે. વાનરવંશમાં વાલી નામે બહુ પરાક્રમી વિદ્યાધર રાજ થાય છે તે રાવણને પણ પરાસ્ત કરે છે, પરંતુ તરતજ તેને વૈરાગ્ય થવાથી તે દીક્ષા લે છે અને તેનો ભાઈ સુગ્રીવ રાજ્ય પર આવે છે. આ ચરિત્રમાં બીજાં તે ઘણા મહાપુરુષોનાં ચરિત્ર છે, પરંતુ પવનંજય, અંજનાસુંદરી અને હનુમાનનું તો ખાસ ચરિત્ર આપવામાં આવેલું છે. ત્રીજ સર્ગમાં આવેલા એ ચરિત્ર ઉપરથી ઘણા સાર ગ્રહણ કરવા યોગ્ય છે, તેમજ પાંચમા ને છઠ્ઠા સર્ગમાં આવેલી રામચંદ્રના વનવાસની હકીક્ત પણ અપૂર્વ શિક્ષણ આપે છે. ' રામચંદ્રની ઉત્પત્તિ કાંઈ વાનરવંશમાં થયેલી નથી. વાનરક્રીપના નિવાસી હોવાથી જ વાનર તરીકે ઓળખાતા સુગ્રીવાદિ અનેક વિદ્યારે તેના ભકિતવાન થયેલા હોવાથી તેના લશ્કરમાં બહોળા ભાગ તેને છે. બાકી રામલામણને જન્મ તે ઋષભ પ્રભુના સ્થાપેલા ઈક્વાકુ વંશમાં થયેલું છે. એ વંશન પણ કેટલાક રાજાઓનાં ચરિત્ર ચોથા સર્ગમાં આપેલાં છે તે લક્ષ્મપૂર્વક વાંચવા લાયક છે. આ પર્વની અંદર તેર સર્ગોમાં શી શો હકીકત સમાયેલી છે તે વિષયાનુક્રમણિકામાં તે બતાવવામાં આવેલ છે; છતાં તે સગવાર ટુંકામાં અહીં જણાવવામાં આવે છે, જેથી તેના પર વિશેષ પ્રકાશ પડવા સંભવ છે. ' સર્ગ પહેલામાં–રાક્ષસવંશ ને વાનરવંશની ઉત્પત્તિથી માંડીને રાવણ અને તેના બંધુઓના જન્મપર્વતની હકીકત છે. ' સર્ગ બીજામાં રાવણે સાધેલી વિદ્યાની હકીક્તથી માંડીને તેણે કરેલા દિગ્વિજયની હકીકત છે. તેની અંદર વાલી વિદ્યાધરના પરાક્રમની તથા નારદે કહેલી યજ્ઞાદિકની ઉત્પત્તિની હકીકત ખાસ વાંચવા લાયક છે. સત્ય ધર્મથી ચુકેલ વસુરાજાનું ચરિત્ર એમાં સમાવેલું . સર્ગ ત્રીજામાં પવનંજય, અંજનાસુંદરી સતી અને ચરમશરીરી હનુમાનનું ચરિત્ર છે. તેમાં સતીપણાની ખરી કસોટી કેમ નીકળે છે તે યથાસ્થિત બતાવી આપ્યું છે. | સર્ગ ચેથામાં–ઈવાકુ વંશમાંથી શરુ થયેલા સૂર્યવંશના કેટલાક રાજાઓનાં ચરિત્રો, રામલક્ષ્મણ- - દિનો જન્મ, સીતાનું પાણિગ્રહણ, દશરથરાજાને ચારિત્ર લેવાની ઈરછા, કૈકેયીની ભરતને રાજય આપવાની માગણી અને રામચંદ્રને લક્ષ્મણ તથા સીતાસહિત વેચ્છાએ પિતાનું વિદન દૂર કરવા વનવાસ-ઈત્યાદિનું વર્ણન છે. સર્ગ પાંચમામાં રામચંદ્રના વનવાસની ઘણી હકીકત છે. પ્રાંત દંડકારણ્યમાં આગમન, ત્યાં સંબૂકના લક્ષ્મણના હાથથી અજાણતાં વધ, તે નિમિત્તો યુદ્ધ, રામચંદ્રનું સિંહનાદથી છેતરાવું અને રાવણે કરેલું સીતાનું હરણ-ઇત્યાદિ હકીકત વિસ્તારથી વર્ણવેલી છે.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy