SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ સાતમાની પ્રસ્તાવના આ ત્રિષષ્ટિ શલાકા પુરુષ મિત્ર નામના કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના કરેલા અત્યુત્તમ ગ્રંથનો પરિચય અમને બહુ વર્ષથી થયેલું છે. આ ગ્રંથ જોતાંજ તે ઘણે વિસ્તૃત છતાં આખા ગ્રંથનું ભાષાંતર કરી જેન બંધુઓને તેમાં ભરેલા અપૂર્વ રહોને લાભ આપવાની ઈચ્છા અમારા હૃદયમાં ઉદ્દભવી હતી. તે ઈચ્છાને મહાન ઉપકારી મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજ તરફથી અનુમોદન મળતાં છૂટક અંકમાં પ્રસિદ્ધ કરવાની શરૂઆત કરી હતી, પરંતુ પાછળથી તે પ્રમાણેના અંકો વ્યવસ્થિત રહેવાને અને તેનું આખું પુસ્તક બાંધવાને અસંભવ જણાવાથી અમે જ તેને બુક તરીકે બહાર પાડવાનું મુકરર કર્યું હતું. એ પ્રયત્ન પૂર્ણ થયે, આખો ગ્રંથ-દશે પર્વ જુદા જુદા છ ભાગમાં પ્રસિદ્ધ થઈ ચુકયા, આ આવૃત્તિમાં અગાઉની આવૃત્તિ કરતાં ખાસ બે ફેરફાર કરવામાં આવ્યા છે. એક દરેક પૃષ્ઠને પૃષ્ઠમાં શે અધિકાર મુખ્ય છે તે લખવામાં આવ્યું છે અને બીજ પ્રસ્તાવના વિસ્તારથી લખવા ઉપરાંત દરેક પર્વની વિષયાનમણિકા એટલા બધા વિસ્તારથી આપવામાં આવી છે કે જે વાંચતાં આખા પર્વનું રહસ્ય સમજાઈ જાય છે તેમજ તે સાઘત વાંચવાની ઉત્કંઠા વૃદ્ધિ પામે છે. બીજ પર્વે કરતાં આ સાતમા પર્વમાં હકીકત એટલી બધી છે અને જુદાં જુદાં એટલાં બધાં મહા પુરુષનાં ચરિત્ર સમાવેલાં છે કે એમાં વર્ણનાદિ બહુ વિશે તેમજ વિસ્તારવાળાં નહીં. છતાં એની વિષયાનુક્રમણિકા બીજા પ કરતાં બહુ મોટી થઈ પડી છે. આ ગ્રંથ જૈન રામાયણ તરીકે જે કે બહુ વર્ષોથી જૈનવર્ગમાં પ્રસિદ્ધિ પામેલ છે. પરંતુ આ આવૃત્તિ વાંચકવર્ગનું ખાસ આકર્ષણ કરે તેવી બનાવવામાં આવી છે, તે વિષે જન બંધુઓ આ બુકનું અવગાહન કરશે ત્યારે સ્વત: માલુમ પડે તેમ હેવાથી અને લખવાની અપેક્ષા જણાતી નથી. આ પર્વમાં ૧૩ સગે છે. તેમાંના પ્રથમના દશ સર્ગમાં જૈન રામાયણ સમાવેલું છે. એમાં મુખ્યત્વે આઠમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવનું ચરિત્ર છે. તે ત્રણ પુરુષોમાં રામચંદ્રની વિશેષ ખ્યાતિ હોવાથી જેન રામાયણ અથવા રામચરિત્ર તરીકે પ્રખ્યાતિ પામેલું છે. અન્ય મતમાં પણ રામાયણ નામનો પ્રસિદ્ધ ગ્રંથ જુદા જુદા પંડિતોએ કરેલ છે. તે સવમાં મુખ્ય નાયક રામચંદ્રજ છે, પરંતુ તેના લેખમાં અતિશયોક્તિ, પરસ્પર વિરોધ તથા નાયકનો સદેષ ચિતાર વિગેરે દોષો રહેલા છે. તે આની અંદર અપેમન્ને પણ દેખવામાં આવશે નહી. અમારી સભાના પ્રયત્ન અગાઉ પ્રથમ સંવત ૧૯૨૮માં તથા ત્યાર પછી ૧૯ જૈન રામાયણ (૧૦ સર્ગ) જેટલેજ ભાગ ભાષાંતર તરીકે બહાર પડેલે છે; પરંતુ તેની ભાષા શુદ્ધ અને સંસ્કારિત ભાષાના વાંચનારાઓને પસંદ પડે તેવું નથી. એ જૈન રામાયણનામાભિનકરાક્ષસ વંશની મૂળ ઉત્પત્તિ તરીકે શ્રી અજિતનાથજીના સમયમાં થયેલા સારાશાલ થાજો શ્રી અછતનાથ પ્રભુના સમવસરણમાં જ ભીમ નામના રાક્ષસ નિકામઢાઈ લાગાસંબઘિીમ પિતાના પૂર્વભવના પુત્રપણાના સ્નેહથી રાક્ષસદ્વીપનું, લંકા નગરીનું તથા પાતાળ લંકાનું રાજ્ય પશુઅને પિતાને નવરોનો હાર તથા રાક્ષસી વિદ્યા આપો છોકg tી બીજsjભાષાંતામાં તે હકીક્ત લેવામાં આવી નથી, કારણ કે તે હકીકc 09 »જરાક્રીકasjમાંwami> આવી ગયેલી છે. & Jy69s sa) –-છ૬ baps ۴م فروغ په 'નાનr
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy