SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ છઠ્ઠામાં–રામચંદ્રનું પાતાળલંકામાં આવવું, સુગ્રીવાદિ ઉપર કરેલ ઉપકાર, સીતાની શોધને પ્રયત્ન, તેને મળેલે પત્તો, હનુમાનને લંકામાં મોકલો અને તેનું સીતાની ખબર લઈ પાછું આવવુંઇત્યાદિ હકીકત છે. કે સર્ગ સાતમામાં–રામચંદ્રનું લંકા તરફ પ્રયાણ, વિભીષણનું રામના પક્ષમાં આવવું, રાવણ સાથે યુદ્ધ, લક્ષમણને વાગેલી અમોઘવિજયા શક્તિ, વિશલ્યાના આવવાથી તેનું નિવારણ, રાવણે સાધેલી બહુરૂપી. વિદ્યા અને છેવટે લક્ષમણના હાથથી રાવણનું મરણ ઈત્યાદિ હકીકત છે, જેમાં મોટે ભાગે યુદ્ધના વર્ણન છે. સર્ગ આઠમામાં–વિભીષણને લંકાનું રાજ્ય આપી રામચંદ્રાદિનું અયોધ્યા આવવું, માતાઓ વિગેરેને મળવું, લક્ષ્મણને રાજ્યાભિષેક, આઠમા વાસુદેવ બળદેવ તરીકે પ્રસિદ્ધિ, શત્રુનને મથુરાનું રાજ્ય, સીતાનો અપવાદ અને તેને અરણ્યમાં તજી દીધા પર્વતની હકીકત છે. | સર્ગ નવમામાં-સીતાને થયેલા બે પુત્ર, તેનું રામલક્ષ્મણ સાથે યુદ્ધ, સીતાએ કરેલ અગ્નિપ્રવેશરૂપ દિવ્ય અને તેણે લીધેલી દીક્ષાનું વર્ણન છે. | સર્ગ દશમામાં–બધાઓનો પૂર્વભવ, હનુમાનાદિકે લીધેલી દીક્ષા, લમણુનું મરણ, રામચંદ્રની મોહચેષ્ટા, રામચંદ્ર લીધેલી દીક્ષા, સીતે કરેલ અનુકૂળ ઉપસર્ગ, રાવણ લક્ષમણની ભાવી હકીકત અને રામચંદ્રના નિર્વાણ પયતની સર્વ બીના સમાવેલી છે. આ સર્ગમાં તમામ પુરુષોનાં ચરિત્રોનો ઉપસંહાર કરેલ છે, અને જેને રામાયણની અહીં સમાપ્તિ થાય છે. અગ્યારમાં સર્ગમાં–શ્રી નમિનાથ પ્રભુનું ચરિત્ર છે. તેમાં જન્મ તથા કેવળજ્ઞાનોત્પત્તિ સમયે ઇંદ્ર કરેલી પ્રભુની સ્તુતિ તથા ભગવંતે આપેલી દેશના ખાસ વાંચવા લાયક છે. એ દેશનામાં શ્રાવકે દિવસે અને રાત્રે શું કરવું તેનું વર્ણન છે. બારમા સર્ગમાં–હરિષણ નામના દશમા ચક્રીનું ચરિત્ર છે. તેરમા સર્ગમાં–જય નામના અગ્યારમાં ચક્રીનું ચરિત્ર છે. આ બંને ચક્કીના ચરિત્રો સંક્ષેપે આપેલાં હોવાથી તેમાં વિશેષ જાણવા લાયક નવીન હકીકત નથી. આ પ્રમાણે આ પર્વ સમાપ્ત થાય છે. તેમ રામચંદ્ર, લમણ, ભરત, શત્રુન, સીતા, રાવણ, વિભીષણ, કુંભકર્ણ, ઇંદ્રજીત, સુગ્રીવ ને હનુમાન એ મુખ્ય પાત્રો છે. તેમનાં ચરિત્રો ઉપરાંત રાક્ષસવંશના, વાનરવંશના અને સૂર્યવંશના અનેક રાજાઓનાં ચરિત્રો છે. તદુપરાંત વાલી, પવનંજય, અંજનાસુંદરી, કૈકેયી, સુકેશલ મુનિ, ભામંડળ, સાહસગતિ, શૂર્પણખા, જટાયુ પક્ષી, કંદક મુનિના પાંચશે શિષ્ય, સહસ્ત્રાંશ, ઈદ્ર, સહસ્ત્રાર, મધુ, નારદ, પર્વત, વસુરાજા, મંદોદરી, અનરણ્ય, જનક, દશરથ, સિંહદર, વજકર્ણ, વિશલ્યા, લવણાંકુશ, કૃતાંતવદન વિગેરે અનેક સ્ત્રી-પુરુષોનાં ચરિત્રો ખાસ આકર્ષક છે, અને તેમાંથી ખાસ પૃથક પૃથક્ શિક્ષા ગ્રહણ કરવા લાયક છે. તે દરેકનું અહીં વર્ણન કરવા કરતાં તેના ઈચ્છકે તે તે પુરુષોનાં ચરિત્ર વાંચીને જ તેમાંથી યોગ્ય શિક્ષા ગ્રહણ કરશે એમ વિચારવું વિશેષ યોગ્ય છે. આ પર્વમાં સ્થાને સ્થાને અનેક જીવોના પૂર્વભવનું કથન છે, તે જનમતનું સાતિશય જ્ઞાનીપણું બતાવી આપે છે, તેમજ અનેક પ્રસંગોમાં કહેવતની જેવાં સિદ્ધવચન મૂકેલાં છે તે અમે બ્લેક ટાઈપમાં અથવા અવતરણ ચિહ્નો વચ્ચે મૂકેલાં છે; જેને અંગ્રેજીમાં કેટેશન કહે છે, તે ખાસ હૃદયમાં કતરી રાખવા લાયક છે.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy