SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૪ થા દીનવૃત્તિએ હે પ્રાણેશ ! હે પ્રભુ! હે દેવ ! તમે પ્રસન્ન થાઓ ' એમ ગદ્ગદ્ સ્વરે < 66 પાકારે છે. પુણ્યથી સ્વર્ગલાક પ્રાપ્ત થયા છતાં પણ કામી દેવતાઓ કામ, ક્રોધ અને “ ભયથી આતુર થયા સતા કયારે પણ સ્વસ્થપણાને પામતા નથી. વળી દેવતાઓ દેવભવનમાંથી પેાતાને ચવવાનાં ચિહ્નને અગાઉથી જોઇને · અમે કયાં સંતાઈ જઇએ' એમ બાલ્યા કરે છે અને સ`તાઇ પણ જાય છે. કલ્પવૃક્ષેાનાં પુષ્પોથી ઉત્પન્ન થયેલી માલા ગ્લાનિ પામે નહી. પણ ચ્યવન નજીક આવે છે તે વખતે દેવતાના મુખકમલાની સાથે તે પણુ ગ્લાનિ પામી જાય છે. મોટા બળવાન્ પુરૂષાથી પણ “ અકંપ્ય એવાં કલ્પવૃક્ષેા તેના હૃદયની સાથે સંધિબંધ શિથિલ થઈ જવાથી ક'પાય (" :: માન થાય છે. ઉત્પન્ન થયા ત્યારથીજ પ્રાપ્ત થયેલી અને ઘણી પ્યારી એવી લક્ષ્મી ** અને લજ્જા પણ જાણે અપરાધ કર્યા હોય તેમ તેઓને તત્કાલ છેાડી દે છે. નિર'તર નિર્મલ એવી વસ્ત્રની શેાભા પણ અકસ્માત્ પ્રસરેલા મિલન અને ઘાટા પાપના સમૂહથી હાય તેમ તત્કાળ મલિન થઈ જાય છે. મૃત્યુકાળે જેમ કીડીઓને પાંખે આવે છે તેમ તેને તે વખતે અદીનપણું છતાં દૈન્યતા આવે છે અને નિદ્રા રહિત છતાં નિદ્રા આવે છે. મરવાને ઈચ્છતા એવા પુરુષા જેમ યત્ન કરીને પણ કુપથ્ય સેવનની ઇચ્છા કરે છેતેમ અજ્ઞાની દેવતાએ એવે વખતે ન્યાય તથા ધર્મને ખાધ કરીને વિષયા ઉપર રાગ ધરે છે. નીરોગી છતાં પણ ભવિષ્યમાં આવનારા ચ્યવનથી ઉઠેલી વેદનાને જાણે વશ થયેલા હોય તેમ તેઓના સર્વ અંગે પાંગના સાંધા ભાંગવા માંડે છે, અર્થાત્ આળસ પર આળસ મરડવા લાગે છે, જાણે બીજાઓની સ`પત્તિના ઉત્ક ને જોવાને અસમર્થ હોય તેમ તેની પદાર્થ ને ગ્રહણ કરવામાં ષ્ટિએ અપટુ “ થઇ જાય છે. ભવિષ્યમાં આવવાના ગર્ભાવાસના દુઃખને જાણે તેઓને ભય લાગ્યા હોય ૬ તેમ પેાતાને થયેલા પ્રક’પથી ચપળ અગાવડે ખીજાઓને પણ બીવરાવે છે. પૂર્વોક્ત 66 (6 ચિન્હાવડે તેને ચ્યવવાના નિશ્ચય થવાથી જાણે અગ્નિના અંગારાઓએ તેમનુ ૪૪ * * "" << :: ** ' ' CC :: (6 6C ઃઃ આલિ’ગન કરેલું હોય તેમ વિમાનમાં, નંદનવનમાં, વાપીકામાં કે કોઇપણ સ્થાનકે “ તેને શાંતિ વળતી નથી. તે વખતે તેએ વિલાપ કરે છે કે ‘હા પ્રિયા ! હા “ વિમાને ! હા વાપીકાએ ! અને કલ્પવૃક્ષ ! ડુતભાગ્ય એવા મારાથી વિયેાગ પામેલા (" તમે હવે ફરી મને કયાં જોવામાં આવશે ? અહે ! અમૃતને વર્ષાવનારી વાણી, અમૃતમય કાંતા, રત્નના ઘડેલા સ્ત ંભ, શેશભા સહિત મણિમય ભૂમિએ અને રત્નમચી વેદિકાએ ! તમે કેને આશ્રયે જશે ? રત્નની પદ્મપ`ક્તિએ યુક્ત અને શ્રેણીબંધ કમલેાવાળી હે પૂર્ણ વાપીકાએ ! તમે કેાના ઉપભેાગને અર્થે થશે ? હે પારિજાત ! હે “ સ'તાન ! હું હિરચંદન ! અને હું કલ્પવૃક્ષ ! શુ તમે આ માલેકને છેડી દેશે ? અરે ! 66 66 સ્ત્રીના ગર્ભરૂપ નરકમાં શુ મારે પરવશ થઈને નિવાસ કરવા પડશે ? અને અશુચિ “ રસનું શું મારે વારવાર આસ્વાદન કરવું પડશે ? અહા ! મારે પેાતાના કર્મોથી “ બંધાઈને જઠર રૂપ અગારશકટીનાર પાકથી થતું દુઃખ સહન કરવું પડશે ! અરે ! રતિસુખની જાણે ભંડાર હોય તેવી આ દેવાંગનાએ કયાં ! અને અશુચિનું જ સ્થાનક હાવાથી બીભત્સ એવી માનવ સ્ત્રીઓને ભાગ કયાં !’ આ પ્રમાણે સ્વગીય વસ્તુને “ સ*ભારી સંભારી વિલાપ કરતા એ દેવતાઓ, દીપક જેમ ક્ષણવારમાં બુઝાઈ જાય "C 66 તેમ ત્યાંથી ચવી જાય છે. તેથી આ સ'સારને અસાર જાણી શુભ બુદ્ધિવાળા પ્રાણીએ દીક્ષારૂપ ઉપાયથી મુક્તિને અર્થે પ્રયત્ન કરવા યાગ્ય છે.” ૧. અસુંદર ૨. શૃગડી. ' * 66
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy