SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૩ જું આ પ્રમાણેની દેશના સાંભળીને હજારે મનુષ્યો પ્રતિબંધ પામ્યા. તેમાં કેટલાએકે દીક્ષા ગ્રહણ કરી, અને કેટલાએ કે સમકિતને સ્વીકાર કર્યો. સુવ્રત વિગેરે એક ને સાત ગણધર થયા. તેઓએ પ્રભુથી ત્રીપદીને પામીને દ્વાદશાંગીની રચના કરી. પ્રભુ. જ્યારે દેશનાથી વિરામ પામ્યા ત્યારે સુત્રત ગણધરે દેશના દીધી. કારણકે કુવાની ક્રિયા જેમ પાછળથી અવાડો કરે તેમ શિષ્યો ગુરૂની ક્રિયાને અનુસરે છે. સુત્રત ગણધર દેશનાથી વિરામ પામ્યા પછી સર્વ દેવતાઓ અને મનુષ્ય વિગેરે પ્રભુને પ્રણામ કરી પિતપોતાને સ્થાનકે ગયા. તે વખતે નીલ અંગવાળા, મૃગના વાહનવાળે, પિતાની બે દક્ષિણ ભુજામાં સફળ અને અભયને ધારણ કરનાર અને બે વામ ભુજામાં નકુલ તથા અક્ષસૂત્રને રાખનારે કુસુમ નામે યક્ષ એ તીર્થને અધિષ્ઠાતા થયે. એ યક્ષ હમેશાં પ્રભુની પાસે રહેનાર હોવાથી શાસનદેવતા કહેવાય. તે જ પ્રમાણે શ્યામ અંગવાળી, પુરૂષના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા બાણને ધરનારી અને બે વામ ભુજામાં કામુક તથા અભયને રાખનારી અય્યતા નામે ચક્ષણી પ્રભુની શાસનદેવી થઈ. એ યક્ષ અને શાસનદેવીએ જેમની સાંનિધ્ય છોડી નથી એવા જગપ્રભુએ વિશ્વને અનુગ્રહ કરવાની ઇચ્છાથી ગ્રામ, આકર અને નગર વિગેરેમાં વિહાર કર્યો. પ્રભુને ત્રણ લાખ ને ત્રીસ હજાર સાધુઓ થયા, ચારલા ખ અને વીશહજાર સાધ્વીઓ થઈ, બે હજાર અને બસો ચૌદ પૂર્વધારી થયા, દશ હજાર અવધિજ્ઞાની થયા, દશહજાર ને ત્રણસે મનઃપચ્યવ જ્ઞાની થયા, બા૨ હજાર કેવળજ્ઞાની થયા, સોળ હજાર એકસે ને આઠ વૈક્રિય લબ્ધિવાળા થયા, નવહજાર ને છ વાદ લબ્ધિધારી થયા, બે લાખને છોતેર હજાર શ્રાવકો થયા, અને પાંચ લાખ ને પાંચહજાર શ્રાવિકાઓ થઈ. આટલે પરિવાર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી છ માસ અને સેળ પૂર્વાગે ઊન એવા એક લાખ પૂર્વ સુધી વિહાર કરતાં થો. પછી પિતાનો મોક્ષકાળ નજીક જાણીને પદ્મપ્રભ પ્રભુ સમેતશિખર પર્વતે આ વ્યા, અને ત્યાં માસિક અનશન ધારણ કર્યું. માગશર માસની કૃષ્ણ એકાદશીને દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં, શ્રી પદ્મપ્રભ પ્રભુ અઘાતિ ચતુષ્કર્મને ખપાવીને અને અનંત ચતુષ્ટયને સિદ્ધ કરીને ત્રણસે ને આઠ અનશન વ્રતવાળા મુનિઓની સાથે ચતુર્થ શુકલ ધ્યાનવડે ચોથા પુરૂષાર્થ (મોક્ષ) ને પ્રાપ્ત થયા. સાડા સાત લાખ ને સોળ પૂર્વાગ કૌમાર વયમાં, સાડી એકવીશલાખ પૂર્વ રાજ્ય પાળવામાં અને સોળ પૂર્વાગે ન્યૂન એકલાખ પૂર્વ વ્રતમાં-એમ સર્વ મળી ત્રીસ લાખ પૂર્વનું શ્રી પદ્મપ્રભનું આયુષ્ય હતું. સુમતિ સ્વામીના નિર્વાણ પછી નેવુહજાર કોટી સાગરિપમ ગયા પછી શ્રી પદ્મપ્રભ પ્રભુ મોક્ષપદને પામ્યા. પ્રભુ મોક્ષ પામ્યા પછી ભક્તિવાળા ચોસઠ ઈન્દ્રોએ આવી પ્રભુનો અને બીજા મુનિઓના શરીરનો ઊંચે પ્રકારે સંસ્કાર કર્યો, અને નિર્વાણુકલ્યાણકને મોટે મહત્સવ પણ કર્યો. 恐础院恐伙说说现恐双双码忍既盈次础稳稳欧欧欧欧 इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीयमप्रभस्वामिचरित्र વળનો નામ રાઈ. સ. ૪ દ8288888888888888888888888888888888888
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy