SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૩ જું ૩૧ ના રત્નના છજા ઉપર પડતા ચંદ્રના પ્રતિબિંબને ગૃહના મા દહીંનો પિંડ જાણીને ચાટતા હતા. ત્યાં ક્રિીડાના શુકપક્ષીઓ ઘેરઘેર “અહંતદેવ અને સાધુ ગુરૂ' એમ પઢતા હતા, અને તેને જ સાંભળતા હતા. દરેક વાસગૃહમાં બાળવામાં આવતા અગરૂધૂપમાંથી નીકળતી ધુમાડાની શ્રેણીઓ આકાશમાં તમાલ વૃક્ષના વનને દેખાવ વિસ્તારતી હતી. જળના રેંટમાંથી ઉછળતા બિંદુઓથી છવાઈ રહેલા ત્યાંના ઉદ્યાનોની અંદર જાણે શીતથી ભય પામતા હોય તેમ સૂર્યકિરણો કદાપિ પેસી શકતા નહીં. એ નગરીમાં ઈવાકુ વંશમાં તિલકરૂપ મેઘ નામે રાજા હતો, જે મહામેઘની પેઠે સર્વ જગતને આનંદ આપતો હતો. એ રાજાની રાજલક્ષ્મી ચાચકોને કૃતાર્થ કરવાને માટે સદૈવ આપવામાં આવતી હતી, તે છતાં પણ નિકના જળની પેઠે તે અતિશય વૃદ્ધિ પામતી હતી. બીજા રાજાઓ આવીને પાંચ અંગથી પૃથ્વીને સ્પર્શ કરી મેઘરાજાને નમતા હતા અને વસ્ત્ર, અલંકાર તથા રત્નાદિકના ભટણાથી તેનું અર્ચન કરતા હતા. મધ્યાન્હને સૂર્ય જેમ દેહની છાયાને સંકોચ કરે તેમ તેનો પ્રસરતે પ્રતાપ શત્રુઓની લમીન સંકોચ કરતો હતો. મેટી સમૃદ્ધિથી, મોટી શક્તિથી અને મોટા પ્રભાવથી ચોસઠ ઈન્દ્રા ઉપરાંત જાણે પાંસઠમો ઈન્દ્ર હોય તેવો તે રાજા જણાતો હતો. એ રાજાને મંગળીકના સ્થાનરૂપ મંગળા નામે એક પત્ની હતી. એ શીલવતી રાણી જાણે દેહધારી કુલલક્ષમી હોય તેવી જતી હતી. એ રાણી નિરંતર પિતાના પતિના હૃદયમાં રહેતી હતી, અને રાજા તેણીના હૃદયમાં રહેતા હતા. વાસગૃહ વિગેરેમાં તે તેમને ફક્ત બહિરંગ માત્રજ નિવાસ હતો. ગૃહમાં કે ઉદ્યાન વિગેરેમાં એ મહારાણી સંચાર કરતી. ત્યાં પણ પોતાના પતિનું દેવતાથી અધિક ધ્યાન કરતી હતી. એ વિશાળ લેનવાળી કાંતાએ પિતાનાં રૂપ, લાવણ્ય અને સૌભાગ્યથી દેવાંગનાને તે દાસીરૂપ કરી હતી, અને પિતાના સુંદર મુખથી ચંદ્રને પણ દાસ કર્યો હતો. તેણીનું અધિક ઉજજવળ રૂપ અને લાવણ્ય, આંગળી અને મુદ્રિકાની જેમ પરસ્પર એક બીજાને શોભાવતા હતા. ઈન્દ્રાણીની સાથે ઈદ્રની જેમ એ દેવી સાથે ભોગ ભેગવતા એ રાજાને અક્ષય પ્રીતિ બંધાણી હતી. હવે પુરૂષસિંહનો જીવ જે વૈજયંત વિમાનમાં ગયેલો છે તે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભેગવી શ્રાવણ માસની શુકલ દ્વિતીયાને દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્ર આવતાં ત્યાંથી ચવીને મંગલાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે મંગલાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ગજેન્દ્ર વિગેરે ચૌદ મહા સ્વપ્નો જોયાં, અને પૃથ્વી જેમ નિધાનને ગૂઢ રીતે ધારણ કરે તેમ મંગલાદેવીએ ત્રણ ભુવનના આધારરૂપ ગર્ભને ધારણ કર્યો. દરમીયાન કોઈ ધનાઢય વ્યાપારી પિતાની બે સરખી વયની સ્ત્રીઓને સાથે લઈને વ્યાપાર કરવાને માટે એ નગરીથી ફર દેશાંતર ગયો. માર્ગમાં તેની એક પત્નીએ પુત્રને જન્મ આપ્યો. તે પુત્રને બંને સપત્નીઓ (શકો ) એ સમદષ્ટિએ ઉછેરીને માટે કર્યો. પરંતુ એ વ્યાપારી દેશાંતરમાંથી ધન ઉપાર્જિને પાછા ફરતાં માર્ગમાં જ મૃત્યુ પામ્યો. દવની ગતિ મહા વિષમ છે.” શોકથી અશ્રુને વર્ષાવતી દીન થઈ ગયેલા મુખવાળી બંને સ્ત્રીઓએ પોતાના પતિનો અનિસ સ્કાર કરાવીને ઓળંદેહિક ક્યિા કરી પછી તે માંહેલી એક કપટવાળી સ્ત્રી, “આ પુત્ર અને ધન મારાં છે” એમ કહેતી પુત્રની ખરી માતાની સાથે કજીઓ કરવા લાગી. તેઓમાંથી એક ખરી પુત્રમાતા, પુત્ર અને ધનનું ક્ષેમ અને બીજી કપટી માતા પુત્ર અને ધનને યોગ ઈચ્છતી હતી. તે બંને ત્યાંથી સત્વર અયોધ્યા નગરીમાં
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy