SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ સતૢ૩ જો લેવાની આજ્ઞાને માટે વિજ્ઞપ્તિ કરી, પુત્રનું એવુ વચન સાંભળી તેઓએ કહ્યું “હે વત્સ ! આ વખતે તને દીક્ષા લેવી યુક્ત નથી. કારણકે પાંચ મહાવ્રતના ભાર વહન કરવા ઘણા મુશ્કેલ છે. સ`ચમી પુરૂષને પેાતાના દેહમાં પણ મમતા છેાડી અને રાત્રિભોજનથી વિરામ પામી, ખેડતાલીશ દાષાથી રહિત એવા પિંડનું ભાજન કરવુ પડે છે. નિત્ય ઉદ્યોગી, મમતા રહિત, પરિગ્રહે વર્જિત અને ગુણમાં તત્પર એવા મુનિને પાંચ સમિતી અને ત્રણ ગુપ્તિએ સદા ધારણ કરવી પડે છે. વળી વિધિપૂર્વક માસાદિક પ્રતિમા તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી અનેક પ્રકારના અભિગ્રહ કરવા પડે છે. યાવજજીવિત સ્નાનનો ત્યાગ, પૃથ્વી ઉપર શયન, કેશનો લેાચ, શરીરનો અસત્કાર, ગુરૂકુલમાં સદાનિવાસ, પરીષહ અને ઉપસૌની અનુમાદન સહિત સહનતા અને અઢાર હજાર શીલના અંગનું અવધારણ, ઇત્યાદિક સર્વાં નિયમા દીક્ષા લેવાથી પાળવા પડે છે. હે સુકુમાર કુમાર! એ પ્રમાણેના નિરંતર નિયમા પાળવા તે લેાઢાના ચણા ચાવવા છે, બે હાધથી અપાર સમુદ્રને તરવાનો છે, ખડુની તીક્ષ્ણ ધારા ઉપર ચરણુથી ચાલવાનું છે, અગ્નિની જવાળાનું પાન કરવાનું છે, તાજવા ઉપર મેરૂપ ત તાળવાનો છે, મેાટી નદી સામે પૂરે તરવાની છે, એકલે પડે ખલવાન શત્રુઓનુ સૈન્ય જીતવાનું છે, અને ક્રતા ચક્ર ઉપર રહેલ રાધાવેધ કરવાનો છે. ગ્રહણ કરેલી દીક્ષા જે યાવજ્રવિત પાળવી તેજ માટુ' સત્વ, તેજ અગાધ કૌય, તેજ મેાટી બુદ્ધિ અને તેજ મેાટુ' બળ છે.” આ પ્રમાણે માતાપિતાનાં વચન સાંભળી રાજકુમાર પ્રસન્ન થઇ બોલ્યા- “હે પૂજયપાદ ! આપ કહો છે. તે ખરખર છે. દીક્ષા પાળવી તેવીજ કઠણ છે, પણ હુ· આપને વિજ્ઞપ્તિ કરૂ છું કે સંસારમાં નિવાસ કરવાથી ઉત્પન્ન થતા કષ્ટાની આગળ દીક્ષાનુ કષ્ટ એક સેમે ભાગ પણ નથી. વચનથી ન કહી શકાય અને શ્રવણથી ન સાંભળી શકાય તેવી પ્રત્યક્ષ નરકની વેદના તા દૂર રહી, પણ આ લેાકમાં નિરપરાધી તિય ચ જાતિને ખધન, છેદન અને ત નાર્દિકની દુઃસહ પીડાઓ; મનુષ્યાને કુષ્ટાદિક વ્યાધિની પીડા, કેદખાનુ', અંગનુ કતરાવુ, ત્વચા ઉખડાવવી, શરીર ખાળી દેવું અને મસ્તક છેદન કરવુ' ઇત્યાદિક વેદનાએ; અને સ્વર્ગવાસી દેવતાઓને પ્રિયજનોનો વિયાગ, શત્રુથી પરાભવ અને ચ્યવનના જ્ઞાનથી થતું દુ:સહ દુઃખ જોવામાં આવે છે.’ રાજકુમારે પોતાના માતાપિતાને આ પ્રમાણે કહ્યું, ત્યારે પુત્રને સાબાશી આપી ખુશી થઈને તેઓએ વ્રત લેવાની આજ્ઞા આપી. પછી પિતાએ હર્ષથી જેના નિષ્ક્રમહાત્સવ કરેલા છે એવા રાજપુત્ર ફળના અથી જેમ વનસ્પતિ પાસે જાય તેમ દીક્ષાને અર્થે મુનિની પાસે આવ્યે. ત્યાં સામાયિક ઉચ્ચરી પુરૂષસિંહ કુમારે વિનયનંદન મુનિના ચરણકમળની પાસે ભવસાગર તરવામાં નાવિકારૂપ દીક્ષા ગ્રહણ કરી. પ્રમાદરહિત સવ પ્રાણીની રક્ષા કરતા એ રાજકુમારે રાજની જેમ દૃઢપણે દીક્ષાનુ પ્રતિપાલન કર્યું; તે સાથે વીસ્થાનકેામાંથી કેટલાએક સ્થાનકો આરાધીને તેણે ઉજ્જવળ એવું તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું... ઘણા કાળ પર્યં ત વિહાર કરી છેવટે અનશનથી કાળ કરીને વૈજયંત વિમાનમાં મહાદ્ધિક દેવતાપણે ઉત્પન્ન થયા. આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર માટી સંપત્તિએના સ્થાનરૂપ વિનીતા નામે નગરી છે. જાણે બીજા દ્વીપામાંથી ચ'દ્રોના બિંબ લાવીને રચેલા હોય તેવા રૂપાના કાંગરાથી એ નગરીની આસપાસ એક મોટા કિલ્લા શાભતા હતા. અનેક પ્રકારનાં રત્નાના ભડાર રૂપ એ નગરીમાં રાજાઓએ રક્ષાને માટે એક બીજો રૂપાના કિલ્લા કરેલા હતા તે જાણે શેષનાગ કુંડલાકારે થઈ તેની રક્ષા કરતા હોય તેમ જણાતા હતા. ત્યાં રહેલા ચુનાદાર મહેલા
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy