SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સર્ગ ૩ જે આવી. ત્યાં તે બંનેએ પોતાના કુળમાં, બીજા કુળમાં અને ન્યાયના ધર્માસન પાસે પણ ફરીયાદી કરી, પરંતુ તેઓને કઓ તેઓનાથી જરા પણ પત્યો નહીં. ત્યાંથી વિવાદ કરતી તે બંને રાજા પાસે આવી. રાજાએ સભામાં બોલાવીને તેમને વાદનું કારણ પૂછયું. પ્રથમ પુત્રની અપર માતાએ રાજાને કહ્યું- “હે મહારાજા ! આ અમારે કજીએ આ નગરમાં સર્વ ઠેકાણે કહેવામાં આવ્યું છે, પણ કેઈએ તેને ઉચ્છેદ કર્યો નથી કારણકે પરદુઃખથી બીજા કોણ દુઃખી થાય ? પૃથ્વીમાં પરસુખે સુખી અને પરદુઃખે દુઃખી એવા તે આપ ધર્મરાજા છે, તેથી વ્યાજબી ન્યાય મળશે એમ ધારીને હું આપની શરણે આવી છું. આ મારે રસ પુત્ર છે ને મેં આને સરખી રીતે ઉછેર્યો છે, તેથી આ સર્વધન પણ મારું જ છે; કારણકે જેને પુત્ર તેનું જ ધન કહેવાય.” પછી પુત્રની ખરી મીતા બેલી-“હે કૃપાળુ રાજા ! આ પુત્ર અને ધન મારાં છે. આ મારી શેક્ય સંતાન વગરની છે. તે દ્રવ્યના લેભથી મારી સાથે કલેશ કરે છે. પ્રથમ મારા પુત્રનું મારી સાથે એ પણ પાલન કરતી હતી તે વખતે મેં સરલતાથી તેને તેમ કરતી અટકાવી નહી, તેથી અત્યારે સ્નેહથી પગ પાસે સુવારતા ઓશીકાને પકડનારી થઈ પડી છે. માટે હે મહારાજા ! આપ ન્યાય કરવા સજજ થાઓ, આ કજીએ આપને જ પતાવ જોઈશે, રાજા તપાસ કરીને વા તપાસ કર્યા વગર જે કાંઈ ફેસલો આપે છે તે પ્રાચે ફરતો નથી.” આ પ્રમાણે બંને સ્ત્રીઓ કહી રહી ત્યારે રાજા બે –“આ બે સ્ત્રીઓ જાણે એક ડીંટમાંથી ત્ર્યવી હોય તેમ બરાબર સરખી છે. બંને સ્ત્રીઓ જ્યારે વૈસદશ રૂપવાળી હોય ત્યારે જેની સાથે પુત્રની આકૃતિ મળતી આવે તેનો એ પુત્ર છે એમ અનુમાન કરી શકાય, પણ આ પુત્ર તે બંનેના આકાર સાથે મળતે છે, તેથી એ અનુમાન પણ થઈ શકે તેમ નથી. વળી આ બાળક બલી પણ જાણતો નથી તે પછી આ માતા છે ને આ વિમાતા છે એવા જ્ઞાનની તો વાત જ શી કરવી !” આ કજીઆનો નિર્ણય કરવાને ચક્તિ થઈએ પ્રમાણે કહેતા એવા રાજાને એ વિચારમાં ને વિચારમાં નિત્યકૃત્ય કરવાનો મધ્યાન્હ કાળ થઈ ગયા. પછી સભાસદોએ કહ્યું-“હે પ્રભુ ! આ બંનેનો વિવાદ વજાગ્રંથીની જેમ દુર્ભેદ્ય હોવાથી છમાસે પણ અમારાથી તે ભેદી શકાણ નથી, માટે હાલ આપનો નિત્યકૃત્યને વખત થયો છે તો તે નિર્ગમન થે ન જોઈએ, ક્ષણ પછી ફરીવાર વળી આપ આ વિવાદને માટે વિચાર કરજો.” ભલે એમ કરે એમ કહી રાજાએ સભા વિસર્જન કરી, અને તે પછી નિત્યના કૃત્ય કરી તે અંતઃ પુરમાં ગયા. ત્યાં મંગળાદેવીએ વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! મધ્યાન્હ કૃત્યને માટે આજે અતિ વેળા કેમ થઈ ?” રાજાએ એ બંને સ્ત્રીઓના વિવાદનો વૃત્તાંત રાજ્ઞીને કહી બતાવ્યો, એટલે ગર્ભને પ્રભાવથી જેમની સુમતિ થયેલી છે એવા સુમંગળાદેવી આ પ્રમાણે બોલ્યાહે દેવ ! સ્ત્રીઓના વિવાદનો નિર્ણય તે સ્ત્રીઓનેજ કર યુક્ત છે, માટે તે બંનેના વિવાદનો નિર્ણય હું પડતે કરીશ.” પછી રાજા મહારાણીને સાથે લઈને સભામાં આવ્યા. ત્યાં તે બંને સ્ત્રીને બોલાવીને ફરીને તેના વિવાદનું કારણ પૂછયું, એટલે તેઓએ પૂર્વની પેઠે કહી બતાવ્યું. રાણી તેમનું બોલવું અને ઉત્તર આપવાની રીતિ તરફ વિચાર કરી બોલ્યા–બાઈઓ ! મારા ઉદરમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર તીર્થકર ઉત્પન્ન થયેલા છે. તેમને પ્રસવ થયા પછી અશોક વૃક્ષ નીચે બેસીને તે તમારા વિવાદનો નિર્ણય કરશે, માટે ત્યાં સુધી તમે બંને રાહ જુઓ.” અપરમાતાએ એ વાત કબુલ કરી, પણ પુત્રની ખરી માતા બોલી “હે મહાદેવિ ! હું જરા વાર પણ રહી શકીશ નહીં, અને મારા વહાલા પુત્રને તેટલા કાળ સુધી શક્યને સ્વાધીન પણ કરી શકીશ નહીં, આપ સર્વજ્ઞની માતા છો તે તમે પોતે આજેજ તેને નિર્ણય કરે.’ આવાં પુત્ર માતાનાં વચન સાંભળી મંગળા
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy