SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ પર્વ ૩ જીં આપનારા એ વિનયનંદન મુનિને તેણે વંદના કરી. મુનિએ કલ્યાણરૂપી અંકુરને ઉત્ત્પન્ન કરવામાં મેઘષ્ટિ જેવી ધ લાભરૂપ આશિષ આપીને રાજપુત્રને આનંદિત કર્યા. પછી કુમાર નમસ્કાર કરી બાલ્યા‘હે મુનિરાજ ! નવયૌવનવાન્ છતાં તમે આવું વ્રત ધારણ કરેલુ છે તે જોઈને મને આશ્ચય થાય છે. આવી વયમાં તમે યત્ન પૂર્વક વિષયેાથી વિમુખ થયા છે તે વિષયાના કમ્પાકના ફળની જેવા માઠા વિપાક હું જાણું છું. આ સંસારમાં હું પણુ કિંચિત્માત્ર સાર જોતા નથી, પરંતુ તેવા સંસારને પરિહાર કરવાને આપના જેવા વિરલા પુરૂષોજ ઉદ્યુક્ત થાય છે. હે સ્વામી! આપ આ સંસાર તરવાના ઉપાય મને બતાવા અને સા વાહ જેમ વટેમાર્ગુને લઇ જાય. તેમ તમે મને તમારે માગે લઈ જાઓ. હે મહા મુનિ ! કાંકરાને શેાધતાં જેમ પર્યંત ઉપરથી માણિકય મળી જાય, તેમ ક્રીડા કરવાને આવેલા મને અહીં તમે પ્રાપ્ત થયા છે.’ આવી રીતે જ્યારે રાજકુમારે કહ્યું ત્યારે કામદેવના શત્રુ એવા એ મહામુનિ નવીન મેઘના જેવી ગ’ભીર ગીરાથી આ પ્રમાણે બાલ્યા“જેમ માંત્રીક પુરૂષને સર્વ ભૂત પિશાચ શાંતિને માટે થાય છે તેમ બૈરાગ્યવાન્ પુરૂષને યૌવન, ઐશ્વર્ય અને રુપાદિક જે મદનાં સ્થાન છે તે શાંતિને માટે થાય છે; શ્રી ભગવતે સંસાર રૂપ સમુદ્રને તરવામાં ઉત્તમ વહાણની જેવા અતિધર્મ કહેલા છે. એ યતિધર્મ સયમ,૧ સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, તપ, ક્ષમા, મૃદુતા, આવ૪ અને મુક્તિપ એ દશ પ્રકારના છે. પ્રાણાતિપાત નિવૃત્તિ એ સયમ; અસત્ય વચનને પરિહાર કરવા તે અમૃષાવાદ; અદત્તાદાન ( ચારી ) વને સયમની શુદ્ધિ રાખવી તે શૌચ; નવ ગુપ્તિ સહિત કામ–ઇ દ્રિયને સંચમ કરવા તે બ્રહ્મચર્યાં; શરીર વિગેરેમાં પણ મમતારહિતપણુ' તે અકિચનતા; અનશન, ઔનેાદરી, વ્રુત્તિસંક્ષેપ, રસત્યાગ, તનુકલેશ અને સલીનતા એ છ પ્રકારે ખાદ્યુતપ અને પ્રાયશ્ચિત્ત, હૈયાનૃત્ય, સ્વાધ્યાય, વિનય, કાયાત્સગ અને શુભધ્યાન એ છ પ્રકારે આભ્યંતર તપ-તે બંને મળી બાર પ્રકારે તપ; શક્તિ વા અશક્તિ છતાં ક્રોધને નિગ્રહ કરી સહન કરવું તે ક્ષમા; માનને જય કરી મઢના દોષના ત્યાગ કરવા તે મૃદુતા; માયાને જીતીને મન, વચન, કાયાથી વક્તાને છેડી દેવી તે આવ; અને બાહ્ય તથા અભ્યંતર વસ્તુઓમાં તૃષ્ણાના વિચ્છેદ્ર તે મુક્તિ; એ દશ પ્રકારને ધર્મ સસારસમુદ્રથી પાર ઉતારવામાં સમર્થ છે, અને એ નિર્દોષ ધર્મ ચિંતામણિ રત્નની જેમ આ જગમાં પુણ્યથીજ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે મુનિરાજની વાણી સાંભળી રાજકુમાર પુરૂષસિંહ વિનય પૂર્વક આ પ્રમાણે ખેલ્યા-“હે પ્રભુ! નિર્ધનને ધનનો ભંડાર બતાવવાની જેમ આપે આ ધર્મ મને સારી રીતે બતાવ્યા છે. પણ એ ધમ ગૃહવાસમાં રહીને આચરી શકાતા નથી; કારણકે ગૃહવાસ સંસારરૂપી વૃક્ષનો એક ઉત્તમ દાહદ છે. પણ હે ભગવંત! આ સંસાર રૂપી દુર્ગામના નિવાસથી તેા ઉદ્વેગ પામ્યા છે, માટે મને ધર્મરાજાની રાજધાની રૂપ દીક્ષા આપો.” રાજપુત્રનાં વચન સાંભળી વિનયન'દન સૂરિ મેલ્યા-“હે રાજકુમાર ! આ તમારા મનોરથ ઘણા શ્રેષ્ઠ અને પુણ્યસ`પત્તિને સાધનારો છે. માટી બુદ્ધિવાળા, વિવેકી અને દૃઢ નિશ્ચય રાખનારા હે મહાસત્વ ! તમે વ્રતનો ભાર ધારણ કરવાને યેાગ્ય છે તેથી તમારા મનોરથ અમે પૂર્ણ કરશું. પરંતુ પ્રથમ તમે નગરમાં જઈ તમારા પુત્રવત્સલ માતાપિતાની રજા લઈને આવા; કારણકે જગત્માં પ્રાણીને પહેલા ગુરૂ માતાપિતા છે.'' મુનિનાં એવાં વચન સાંભળી પુષિસંહ નગરમાં ગયા, અને માતાપિતા પાસે જઈ પ્રણામ કરી અંજલિ જોડી દીક્ષા ૧ અહિંસા. ર્ અચૌ`. ૩ નિરભિમાનતા. ૪ સરલતા. ૫ નિલેૉંભતા.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy