SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ સગ ૭ મા થયા. પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે ઈંદ્ર ગણુધરે દેશના આપી. તેમની દેશના પણ વિરામ પામ્યા પછી પ્રભુને વંદના કરી ઇદ્ર અને સુન્નત વિગેરે સ જનો પોતપેાતાને સ્થાનકે ગયા. તે પ્રભુના તીમાં ત્રણ નેત્રવાળે, ચાર મુખવાળા, શ્વેતવણી, જટાધારી, વૃષભપર બેસનારા, ચાર દક્ષિણ ભુજામાં ત્રીજોરૂ, ગદા, ખાણ તથા શકિત અને ચાર વામ ભુજામાં નકુલ, અક્ષસૂત્ર, ધનુષ્ય અને પરશુ ધારણ કરનાર વરૂણ નામે યક્ષ શાસનદેવતા થયા. તેમજ ગૌરવણી, ભસનપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા અક્ષસૂત્ર અને એ વામનુજામાં ખીજોરૂ' અને ત્રિશૂલ ધરનારી નદત્તા નામે શાસનદેવી થઈ. એ બને મુનિસુવ્રતસ્વામીના તીમાં શાસનદેવતા કહેવાયા. એકદા એ બંને શાસનદેવતા જેમની સાંનિધ્યમાં રહેલા છે એવા પ્રભુ પૃથ્વીપર વિહાર કરતાં કરતાં ભગુકચ્છ (ભરૂચ) નગરે સમાસર્યા. તે નગરના રાજા જિતરાત્રુ જાતિવ ́ત અશ્વ ઉપર ચડી પ્રભુને વદના કરવા આવ્યે અને દેશના સાંભળવા બેઠા. તે સમયે જિતશત્રુ રાજાના જે અશ્વ હતા તેણે પણ રામાંચિત થઈ ઊંચા કણ કરી પ્રભુની દેશના સાંભળી. દેશનાને અંતે ગણુધરે પ્રભુને પૂછ્યું કે–સ્વામિ ! આ સમાસરણમાં અત્યારે ધર્મને કેણુ પામ્યું ?' પ્રભુ મેલ્યા-આ સમાસરણમાં જિતશત્રુ રાજાના જાતિવ ́ત અશ્વ વગર ખીજું કોઇ ધને પામ્યુ નથી.” તે સાંભળી જિતશત્રુ રાજાએ વિસ્મયથી પૂછ્યું–હે વિશ્વનાથ ! એ અશ્વ કાણુ છે કે જે ધર્મને પ્રાપ્ત થયા ?” પ્રભુએ તેની નીચે પ્રમાણે કથા કહી– “પદ્મિનીખ’ડ નગરમાં પૂર્વે જિનધમ નામે એક શ્રેષ્ઠી શ્રાવક હતા. સનરમાં અગ્રેસર સાગરદત્ત નામે તેને એક મિત્ર હતા. તે ભદ્રકપણાથી પ્રતિદિન તેની સાથે જિનચૈત્યમાં આવતા. એક વખતે સાધુઓની પાસેથી તેણે સાંભળ્યું કે જે અંત પ્રભુનાં ખંખ કરાવે તે જન્માંતરમાં સંસારને મથન કરે તેવા ધર્મને પામે,’ તે સાંભળી સાગરદત્ત એક સુવર્ણ તું આત `િબ કરાવી માટી સમૃદ્ધિથી સાધુઓની પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. સાગરદત્ત પ્રથમ મિથ્યાત્વી હતા તેથી તેણે તે નગરની બહાર પૂર્વે એક માટુ' શિવાલય કરાવ્યું હતું. ઉત્તરાયણનુ પર્વ આવતાં સાગરદત્ત ત્યાં ગયા. ત્યાં શિવપૂજકા ધૃતપૂજાને માટે પ્રથમ સચય કરી રાખેલા ઠરેલ ઘીના ઘડાઓ ત્વરાથી ખેંચતા હતા. ઘણા દિવસ થયાં પડી રહેલા તે ઘડાની નીચે પિ'ડાકાર થઈને ઘણી ઉધઇઓ ચાટેલી હતી, તે ઘડા લેવાથી મામાં પડી હતી. આમ તેમ ચાલતા પૂજકાથી તે ઉધઇને ચગદાતી જોઇ સાગરદત્ત ક્રયા લાવી તેને વસ્ત્રથી દૂર કરવા લાગ્યા. તે વખતે ‘અરે ! શુ તને ધોળીઆ યતિઆએ આ નવી શિક્ષા આપી છે ?' એમ એલતા એક પૂજારીએ પગના બળથી ઘા કરીને તે સ ઉધઇને વિશેષે ચગદી નાંખી. સાગરદત્ત શેઠે વિલખા થઇ તેને શિક્ષા થાય એવું ધારી પૂજારીના મુખ્ય આચાર્યના મુખ સામું જોયું. આચાર્ય પણ તે પાપની ઉપેક્ષા કરી, એટલે સાગરદત્તે વિચાર્યું કે ‘આ નિર્દય પાપીઓને ધિક્કાર છે! જે આ દારૂણ હૃદયવાળા પુરૂષો પાતાના આત્માને અને યજમાનને દુતિમાં પાડે છે તેને ગુરૂબુદ્ધિએ શા માટે પૂજવા ? ’ આવા વિચાર કર્યા છતાં પણ તેના આગ્રહથી તેણે શિવપૂજન કર્યું. પરિણામે સાગરદત્ત શેઠ સમકિતને પ્રાપ્ત ન કરવાથી, દાનશીલનો સ્વભાવ ન હેાવાથી અને માટા આરભ કરીને ઉપાર્જન કરેલા ધનની રક્ષાને માટેજ એક નિષ્ઠા ધરી રહેવાથી, મૃત્યુ પામીને આ જાતિવ ́ત અશ્ર્વ થયેલ છે, અને તેને ખેાય કરવાને માટે જ હું અહી આવ્યો છું. પૂર્વ જન્મમાં તેણે જિનપ્રતિમા કરાવેલી હતી, તેના પ્રભાવથી અમારે ધર્મોપદેશ સાંભળીને C
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy