SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ૬ હું ૩૧૩ આ પ્રમાણે ઈંદ્ર અને સુવ્રત રાજા સ્તુતિ કરીને વિરામ પામ્યા, એટલે પ્રભુએ સર્વાં જીવને બેધ આપવા માટે ધમ દેશના આપવા માંડી. “ ક્ષાર સમુદ્રમાંથી રલની જેમ આ અસાર સ'સારમાંથી ઉત્તમ સારરૂપ ધર્મ ને ગ્રહણુ કરવા. તે ધમ સયમ,૧ સત્ય વચન, પવિત્રતા, બ્રહ્મચર્ય, નિષ્કંચન પણું, તપ, ક્ષમા, મૃદુતા, સરલતા અને મુક્તિ એ દશ પ્રકારે છે. પાતાના દેહમાં પણ ઇચ્છા રહિત, પાતાનાઆમાં પણ મમતાએ વર્જિત, નમસ્કાર કરનાર અને અપકાર કરનાર પ્રાણી · ઉપર નિરંતર સમષ્ટિ રાખનાર, નિત્યે ઉપસર્ગ તથા પરીસહાને સહન કરવાને સમર્થ, ¢ (6 નિત્ય મૈગ્યાદિક ભાવનાયુક્ત હૃદયવાળા, ક્ષમાવાન, વિનયી, ઇદ્રિયાને દમનાર, ગુરૂશાસનમાં શ્રદ્ધાળુ અને જાતિ વિગેરે ગુણાથી સ`પન્ન એવા પ્રાણી યતિધમ ને માટે ચાગ્યતાવાળા છે. સમિત મૂળ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ ખાર પ્રકારે ગૃહસ્થના ધર્મ છે. * * :: * * ઃઃ 66 ૯ ૧ ન્યાયથી દ્રબ્યાપાર્જન કરનાર, ૨ શિષ્ટાચારની પ્રશંસા કરનાર, ૩ સરખા કુલ“ શીલવાન અને બીજા ગાત્રવાળાની સાથે 'વિવાહસબ`ધ જોડનાર, ૪ પાપથી ખ્વીનાર, ૫ પ્રસિદ્ધ દેશાચાર આચરનાર, ૬ કદ્વિપણુ અવળુ વાદ નહી ખેાલનાર, તેમાં પણ રાજાદિકના વિશેષ અવળુ વાદ નહી ખેલનાર, ૭ અતિ પ્રકાશ કે અતિગુપ્ત નહી તેવા, “સારા પાડોશવાળા અને અનેક નીકળવાના માર્ગ વગરના ઘરમાં નિવાસ કરી રહેનાર, 66 ૮ સદાચારી પુરૂષાની સાથે સંગ રાખનાર, ૯ માતાપિતાની પૂજા કરનાર, ૧૦ ઉપદ્રવ“ વાળા સ્થાનના ત્યાગ કરનાર, ૧૧ નિદ્વિત કાર્યમાં નહીં પ્રવર્ત્તનાર, ૧૨ આવકના "" પ્રમાણુમાં ખર્ચ કરનાર, ૧૩ દ્રવ્યની સ્થિતિ પ્રમાણે વેષ રાખનાર, ૧૪ આઠ પ્રકારના "6 બુદ્ધિના ગુણે ચુક્ત, ૧૫ હંમેશાં ધર્મ સાંભળનાર, ૧૬ અજીર્ણમાં ભાજનના ત્યાગ “ કરનાર, ૧૭ પાચનશકિત પ્રમાણે વખતસર ભાજન ક૨ના૨, ૧૮ એક બીજાને આધ ન “ કરે તેવી રીતે ત્રણે વર્ગ (ધર્મ, અર્થ, કામ)ને સાધનાર, ૧૯ અતિથિના, સાધુના અને “ દીન પુરૂષને યથાયેાગ્ય સત્કાર કરનાર, ૨૦ કદિ પણ દુરાગ્રહ નહીં કરના૨, ૨૧ ગુણુ ઉપર પક્ષપાત રાખનાર, ૨૨ દેશકાલને અનુચિત આચરણ તજી દેનાર, ૨૩ સ્વપરના “ બળાબળને જાણનાર, ૨૪ સદાચારી અને જ્ઞાનવૃદ્ધની પૂજા કરનાર, ૨૫ પાખ્ય૪ વર્ગનુ પોષણ કરનાર, ૨૬ દીર્ઘદશી, ૨૭ વિશેષ જાણનાર, ૨૮ કૃતજ્ઞ, ૨૯ લાકપ્રિય, ૩૦ લજ્જાવાન, ૩૧ દયાળુ, ૩૨ સૌમ્ય, ૩૩ પરાપકાર કરવામાં ત૫૨, ૩૪ અંતરંગ છ શત્રુઓનાપ વના પરિહાર કરનાર અને ૩૫ ઈંદ્રિયાને વશ રાખનાર–એવા પુરૂષ “ ગૃહસ્થધને યોગ્ય છે. (અર્થાત્ આ માર્ગાનુસારીના ૩૫ ગુણને ધારણ કરનાર પ્રાણી “ ગૃહીધર્મી-સમકિત મૂળ ખાર વ્રત ગ્રહણ કરવાને ચાગ્ય છે.) આ સંસારમાં મનુષ્યજન્મની સાલ્યતાને ઇચ્છનારા પુરૂષ જો તિધર્મ લેવાને અશકત હોય ધમ આચરવા.” r તે તેણે સદા શ્રાવક 66 "" 6 આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણાઓએ દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક થયા. અર્હુતની દેશના સફળ જ હોય છે, મુનિસુવ્રત પ્રભુને ઇંદ્રાદિક અઢાર ગણધરો ૧ સર્વાંથા હિંસાત્યાગ. ૨ ભાવ પવિત્રતા-અદત્ત ત્યાગ. ૩ નિભિતા. ૪ પાષણ કરવા ચેાગ્ય સ્ત્રી પુત્ર કુટુબ પરિવારાદિ. ૫ કામ, ક્રોધ, લાભ, મેહ, મદ, મત્સર અથવા ખીજા છ, ૪૦
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy