SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૬ ઠું * ૩૧૫ તે ક્ષણવારમાં પ્રતિબધ-ધર્મ પામે છે.” ભગવંતનાં આવાં વચનથી લોકેએ વારંવાર સ્તુતિ કરેલા એ અશ્વને રાજાએ ખમાવીને સ્વેચ્છાચારી કર્યો (છોડી મૂકયો ). ત્યારથી ભરૂચ શહેર અધાવબોધ નામે પવિત્ર તીર્થ તરીકે લોકમાં પ્રખ્યાત થયેલું છે. જગતના ઉપકારી મુનિસુવ્રત પ્રભુ દેશના સમાપ્ત કરી, ત્યાંથી વિહાર કરીને અન્યદા હસ્તીનાપર નગરે સમસર્યા. તે નગરમાં જિતશત્ર નામે રાજા હતો, અને એક સહસ્ત્ર વણિકને સ્વામી કારિક શ્રેષ્ઠી નામે એક શ્રાવક હતો. એકદા કષાયલા વસ્ત્ર પહેરનારે અને ભાગવત વ્રત ધરનારે એક સન્યાસી તે નગરમાં આવ્યા. માસ માસ ઉપવાસ કરીને તે પારાણું કરતો હતો તેથી લે કે તેને અતિશય પૂજતા હતા. સર્વ નગરજનોએ અતિ ભક્તિથી પારણે પારણે તેનું નિમંત્રણ કર્યું હતું, પણ ફક્ત સમકિતરૂપ એક ધનને ધારણ કરનારા કાર્તિક શ્રાવકે તેને નિમંત્રણ કર્યું ન હતું. તેથી તે સન્યાસી ભૂતની જેમ નિરંતર કાર્તિક શેઠનાં છિદ્ર જોવામાં તત્પર રહેતો હતો. - એક વખતે જિતશત્રુ રાજાએ તેને પારણાને માટે નિમંત્રણ કર્યું. ત્યારે સન્યાસીએ રાજાને કહ્યું- હે રાજા ! જે કાર્તિક શેઠ મને ભેજન પીરસશે તો હું તમારે ઘેર પારણું કરીશ. રાજા તે વાત સ્વીકારીને કાર્તિક શેઠને ઘેર ગયે; શેઠની પાસે માગણી કરી કે “હે નિર્દોષ શેઠ ! તમારે મારે ઘેર આવી ભગવાન પરિવ્રાજકને પીરસવું.” શેઠે કહ્યું- હે સ્વામી ! એવા પાખંડી પરિવ્રાજકને પીરસવું તે અમારે યુક્ત નથી, તથાપિ એ કાર્ય તમારી આજ્ઞાથી હું કરીશ.” એમ કહી તેમ કરવાને સ્વીકાર્યું. પછી શેઠ વિચારવા લાગ્યા કે જે પ્રથમથી દીક્ષા લીધી હોત તે આ કાર્ય ન કરવું પડત.” એ ખેદ કરતો કાર્તિક શેઠ યેચ વખતે રાજગ્રહમાં આવ્યું. જ્યારે કાતિક શેઠે પીરસવા માંડયું, ત્યારે પરિવ્રાજક વા૨વા૨ તજની આંગળી બતાવીને તેનો તિરસ્કાર કરવા લા. કાર્તિકશેઠે ઈચ્છા વગર તેને પીરસ્યા પછી વૈરાગ્યભાવથી ભગવંતને ત્યાં સમેસર્યા જાણુને એક હજાર વણિકોની સાથે ભગવંત પાસે આવીને દીક્ષા લીધી. દ્વાદશાંગીને ધારણ કરી બાર વર્ષ સુધી વ્રત પાળી મૃત્યુ પામીને કાર્તિક શેઠ સૌધર્મ કલ્પમાં ઈદ્ર થયા. પેલે પરિવાજક મૃત્યુ પામીને આભિયેગીક કર્મવડે તે ઈદ્રનું વાહન ઐરાવણ નામે હાથી થયો. પૂર્વ વૈરથી તે ઈદ્રને જોઈને ના સવા લાગ્યો. ઈદ્ર બળાત્કારે તેને પકડીને તેની ઉપર આરૂઢ થયા, કેમકે તે તેના સ્વામી છે. તે ઐરાવણે પછી બે મસ્તક કર્યા, એટલે ઈન્ડે પિતાનાં બે સ્વરૂપ કર્યા. જેમ જેમ તે હાથીએ જેટલાં જેટલાં મસ્તક કર્યા, તેટલાં તેટલાં ઈદ્ર પિતાનાં પણ રૂપ કર્યા. પછી ત્યાંથી તેને પલાયન થતે જોઈને ઈ કે વજથી પ્રહાર કરી તે પૂર્વ જન્મના બૈરીને તત્કાળ વશ કરી લીધું. કેવલજ્ઞાન થયા પછી વિહાર કરતાં મુનિસુવ્રત સ્વામીને એકાદશ માસે ઉણા સાડા સાત હજાર વર્ષો વીતી ગયાં. તે વિહારમાં ત્રીશ હજાર મહાત્મા સાધુઓ, પચાસ હજાર તપસ્વી સાધ્વીએ, પાંચસો મહા બુદ્ધિમાન ચૌદ પૂર્વ ધારી, અઢારસો અવધિજ્ઞાની, પંદરસો મનઃપર્યચજ્ઞાની, અઢારસે કેવળજ્ઞાની, બે હજાર વૈકિયલબ્ધિવાળા, એક હજાર ને બસો વાદલબ્ધિવાળા, એક લાખ ને બેતેર હજાર શ્રાવક, ત્રણ લાખ ને પચાસ હજાર શ્રાવિકાઓ-આટલે પરિવાર મુનિસુવ્રત સ્વામીને થે. અનુક્રમે નિર્વાણકાળ પ્રાપ્ત થ એટલે શ્રી મુનિસુવ્રત સ્વામી સંમેતશિખરે પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે જેઠ માસની કૃષ્ણ નવમીએ શ્રવણ નક્ષત્રમાં તે
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy