SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સગ૧ લા દયાળુ એ રાજા પાસેથી કેાઈ પણ યાચક સમુદ્ર પાસેથી મેઘની જેમ ખાલી જતા નહીં, મેધ જેમ જળને વરસે તેમ તે યાચકાની ઉપર દ્રવ્યની વૃષ્ટિ કરતા હતા, તો પણ તદ્દન અહ`કાર રહિત હોવાથી મેઘની જેમ જરા પણ ગર્જના કરતા નહી', કટકના ઉચ્છેદ કરવામાં ક્શીરૂપ અને દાન આપવામાં કલ્પવૃક્ષ જેવા એ રાજા પૃથ્વી ઉપર રાજ્ય કરતા હતા ત્યારે કાઈ પણ નઠારી હાલતમાં નહેાતુ ૨ એ પ્રમાણે એ રાજા નીતિપૂર્વક રાજ્ય કરતા હતા તાપણુ એક વખતે ઘણા ભયંકર દુકાળ પડયા. ભવિતવ્યતાના યોગ ઉલ્લંધન થવા એ અશકય છે, દિશાઓને અંધકાળવાળી કરનાર મેઘના અભાવથી જાણે બીજો ગ્રીષ્મઋતુ આવ્યા હોય તેવા વર્ષી– ઋતુ ભયંકર જણાવા લાગ્યા. સવ જળને શાષણ કરનારા, વૃક્ષને ઉખેડવામાં ઉન્મત્ત અને કલ્પાંત કાળના પવનની જેવા નૈરૂત્ય દિશાના પવને વાવા લાગ્યા, આકાશમાં વાદળાંના રંગ કાગડાના ઉત્તરભાગ જેવા અત્યંત શ્યામ દેખાવા લાગ્યા, સૂર્ય કાંસાની થાળી જેવા જણાવા લાગ્યા, અને નગર તથા દેશના લોકો ધાન્ય નહી મળવાથી તાપસની જેમ વૃક્ષની છાલ, કદમૂળ તથા ફળને ખાવા લાગ્યા. જાણે ભસ્મકર નામના રોગ થયે હાય તેમ લેાકેાને કદાપિ પુષ્કળ ભેાજન મળે તેા તેથી પણ ધરાતા નહાતા. ભીખ માગવામાં લાજ પામનારા લેાકેા ભિક્ષા મેળવવાને માટે ઘણે ભાગે કપટતાપસના વેષ લઈને ફરવા લાગ્યા. પિતાએ, માતાએ અને પુત્ર ક્ષુધા લાગવાથી જાણે દિગ્મૂઢ થયા હોય તેમ એક બીજાને ત્યજી દઇને આડા અવળા ભમવા લાગ્યા. પિતા પણ કદિ અન્ન મળી જાય તા સામુ જોઈ રહેલા અને ખાવાને માટે રૂદન કરતા પોતાના પુત્રને આપતા નહીં. જેમ ચાંડાળની સ્ત્રી સૂપડા વિગેરે તુચ્છ વસ્તુ વેચે તેમ શેરીઓમાં ભમતી માતાએ એક ચણાની પસલીને માટે પાતાના બાળકને વેચવા લાગી, પ્રાતઃકાળે ધનવાનની હવેલી– આના આંગણામાં ઘેરાયેલા દાણાને ગરીબ રાંકાએ ઘરના પારેવાની જેમ વીણવા લાગ્યા. દુના કદોઇની દુકાના પર વારંવાર શ્વાનની પેઠે લાગ મેળવી ખાવાના પદાર્થો પર ઝટ મારવા લાગ્યા. કેટલાએક લેાકેા આખા દિવસ ભમી ભમી છેવટે સાયકાળે માંડમાંડ ગ્રાસ જેટલું ખાવાનું મળે તે એ દિવસને સારા માનવા લાગ્યા. આમતેમ ખાપરીએની જેમ અથડાતા અતિ બીહામણા રાંકાઓથી નગરના રાજમાર્ગો સ્મશાનથી પણ વધારે ખરાબ જણાવા લાગ્યા, અને ઠેકાણે ઠેકાણે ભમતા રાંકાના મોટા કોલાહલેાથી સદ્ગુરૂષાના કાન જાણે સાયે વીંધાતા હોય તેમ પીડાવા લાગ્યા. આવા કલ્પાંત કાળની જેવા દુકાળમાં ચતુર્વિધ સંઘના ક્ષય થતા જોઈ મોટા મનવાળા મહારાજા વિચાર કરવા લાગ્યા કે “ આ સઘળી પૃથ્વીનુ મારે આ વખતે રક્ષણ કરવું જોઇએ પણ શું કરૂ ! આ પાપી કાળ મારા અસ્ત્રના વિષયમાં લાવી શકાતા નથી, તથાપિ આ સર્વ સંઘની તા મારે અવશ્ય રક્ષા કરવી જોઇએ; કારણ કે માયા પુરૂષો સત્પાત્રના ઉપકામાં પ્રથમ આરંભ કરે છે.” એવી રીતે વિચારી રાજાએ પોતાના રસાઈઆને આજ્ઞા કરી કે “હે પાચકા ! આજથી સંઘના જમ્યા પછી અવશેષ રહેલું અન્ન હું જમીશ, માટે મારે વાસ્તે રાંધેલું . અન્નમુનિઓને વહેારાવવુ' અને બીજા રાંધેલા અન્નથી શ્રાવકાને જમાડવા.” રાજાની ૧ દુષ્ટાચરણવાળી પ્રજારૂપ કટક, ૨ ત્રણું ખાતા છતાં પણ તૃપ્તિ ન થાય એવા વ્યાધિ-વિશેષ. ૩ ફાળી.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy