SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૩ જું એવી આજ્ઞાનો સ્વીકાર કરી રસોઈએ તે પ્રમાણે નિત્ય કરવા લાગ્યા, અને રાજા પોતે તે જોવા લાગ્યો. નાસિકાથી સુંગધનું પાન કરી શકાય તેવી કમળના જેવી ઉત્તમ શાળી, અડદના દાણાથી પણ મોટા રસ ભરેલા મગ, મેઘના જળની પેઠે પુષ્કળ, ઘાટા અને જાણે અમૃતના મિત્ર હોય તેવા જાતજાતના શાકે વિગેરે, ખાંડ ભેળવીને બનાવેલા માંડા, પ્રમોદ કરનારા મોદક, સ્વાદિષ્ટ ખાજા, ખાંડની મીઠાઈ, કમળ મમરા, અતિ સુંવાળાં વડાં, મનોહર કઢી, ઘાટા દહીં, મશાલા નાખીને ઉકાળેલાં દૂધ, અને સુધાને ટાળનાર શીખંડ એવા રાજભેજન જેવા પદાર્થો શ્રાવકને મળવા લાગ્યા, અને એ મોટા મનવાળે રાજા મહામુનિઓને એષણીય, કલ્પનીય અને પ્રાસુક આહાર પિતાની જાતે આપવા લાગ્યો. આવી રીતે રાજાએ દુકાળ રહ્યો ત્યાં સુધી સર્વ સંઘને યથાવિધિ ભોજન પૂરું પાડયું. સર્વ સંઘની વયાવચ્ચ કરવાથી અને સમાધિ ઉપજાવવાથી તેણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. એક દિવસ તે મહારાજા મહેલની અગાશી ઉપર બેઠે હતો, તેવામાં પૃથ્વીનું જાણે છત્ર હોય તેવો આકાશમાં ચડેલો મેઘ તેમના જોવામાં આવ્યો. જાણે આકાશને ગળીએ રંગેલા વસ્ત્રનો કંચુક હોય તેવો એ મેઘ વિદ્યત્ રૂપ આભૂષણને ધારણ કરતે સર્વ દિશાઓમાં ચોતરફ વ્યાપી ગયો. એ અરસામાં વૃક્ષોને મૂળમાંથી કંપાવતો અને પાતાળકળશનું જાણે સર્વસ્વ હોય તે પ્રચંડ પવન ઉત્પન્ન થયે. એ મોટા પવને આકડાના ફૂલની પેઠે તે મહાન મેઘને ઉડાડીને દશે દિશામાં વેરણ છેરણ કરી દીધો. ક્ષણવારમાં ઉત્પન્ન થયેલા અને પાછા ક્ષણવારમાં નાશ પામેલા એવા મેઘને જોઈને એ સદ્દબુદ્ધિવાળો રાજા વિચાર કરવા લાગ્યું કે “અહો ! જોતજોતામાં આ મેઘ જેમ દનષ્ટ “થઈ ગયે તેમ આ સંસારમાં બીજુ સર્વ પણ જોતાજોતામાંજ નાશ પામી જાય તેવું છે. જે પ્રાણી સ્વેચ્છાથી લે છે, પ્રવેશ કરે છે, નાચે છે, હસે છે, રમે છે, દ્રવ્ય મેળવવાના અનેક ઉપાયે ચિંતવે છે, ચાલે છે, ઉભા રહે છે, જુએ છે, વાહનપર ચડે છે, કેપ “કરે છે અને ઘરની અંદર કે બહાર વિલાસ કરે છે, તે પ્રાણીને તેવી ક્રિયા કરતાં જ યમરાજાના દૂતની જેમ નિત્ય પાસે રહેલા અનેક દેશો મૃત્યુ પમાડે છે. તે દેષો આ પ્ર માણે છે–તત્કાળ કાળે પ્રેરેલે સર્ષ આવી કરડે છે, પ્રચંડ વિજળી રૂપ દંડ પડીને પાડી “નાખે છે, ઉન્મત્ત હાથી આવીને દંતશૂળથી પીસે છે, જુની વંડી કે ભીત તૂટી પડી “દબાવે છે, ભુખથી કૃશ ઉદર વાળવ્યાધ્ર ભક્ષ કરી જાય છે, જેની ચિકિત્સા ન થઈ શ. કે તે વિકાર લાગુ પડે છે, અકસમાત ઉન્મત્ત ઘોડા વિગેરે પાડી નાખે છે, શત્રુ કે ચોર આવી છરી વડે હણી નાખે છે, પ્રદીપ્ત થયેલો અગ્નિ બાળી નાખે છે, મહા વૃષ્ટિથી આ નદીનું પૂર વેગવડે તાણી જાય છે, સર્વે અંગમાં વાયુને બલવાન દોષ પ્રગટ થાય છે, શરીરની તમામ ગરમીને શાંત કરીને કફ વ્યાપ્ત થાય છે, પિત્તને પ્રબળ દેષ “પ્રાણને લુપ્ત કરી નાખે છે, અથવા તત્કાળ થયેલે સનિપાત પરાભવ કરે છે, કોળીઆને રોગ શરીરને ભક્ષણ કરે છે, રાજ્યમાં પ્રાપ્ત થાય છે, વિસૂચિકા નો ઉપદ્રવ હેરાન કરે છે, જેનું ખરાબ પરિણામ છે એવું અન્દ જાતિનું ત્રણ પેદા થાય છે, પ્રવાહનો રે ગ મૂરછ પમાડે છે, સંગ્રહણીનો વ્યાધિ સપડાવે છે, વિદ્રધિનો રેગ રૂંધે છે, “ખાંસીનું દરદ કલેશ પમાડે છે, શ્વાસને વ્યાધિ ભરપૂર થાય છે, અથવા ફૂલનો રેગ “ઉમૂલન કરી નાખે છે. આવા અનેક દેશોથી પ્રાણી મૃત્યુ પામે છે, - ૧ રેગ. ૨ તેફાની. ૩ ક્ષયરોગ. ૪. કોલેરા,
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy