SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ श्री त्रिषष्टि शलाका पुरुष चरित પર્વ ત્રીજુ. प्रथमसर्गः त्रैलोक्यप्रभवे पुण्यसंभवाय भवच्छिदे । श्रीसंभव जिनेन्द्राय मनोभवभिदे नमः ॥१॥ ત્રણ લેકના સ્વામી, પવિત્ર જન્મવાળા, સંસારને છેદનારા અને કામદેવને ભેદનારા એવા શ્રી સંભવનાથ જિનંદ્રને નમસ્કાર કરીને પૃથ્વીને પવિત્ર કરનારું અને કર્મરૂપી લતાને છેદનારું એવું તેમનું (શ્રી સંભવનાથ સ્વામીનું) ચરિત્ર હું કહીશ. ધાતકીખંડ દ્વીપના અરાવત ક્ષેત્રને વિષે કુશલપણાના સ્થાનરૂપ ક્ષેમપરા નામે એક પ્રખ્યાત નગરી છે, ત્યાં સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર જાણે ઈદ્ર અવતર્યો હોય એવે વિશાળ બદ્રિવાળે વિપુલવાહન નામે રાજા છે. બાગવાન જેમ બગીચાનું પાલન કરે તેમ એ રાજા અવિશ્રાંતપણે સર્વ પ્રકારના શલ્ય (દુઃખ) ને ઉછેદ કરી વિધિથી પ્રજાનું પાલન કરતે હતો. પથિકની જેમ દેશને પ્રતિકારી એવી એ રાજાની નીતિરૂપી સરિતા નિરંતર ચોતરફ પ્રસરતી હતી. અસહ્ય શાસનને ધારણ કરનાર એ રાજા એ નીતિવંત હતો કે જે પોતાના અપરાધને પણ બીજાના અપરાધની પેઠે જરા પણ સહન કરતો નહી. જેમ સારી ચિકિત્સા કરનાર વૈદ્ય રોગના પ્રમાણમાં રેગીઓને ઔષધ આપે છે, તેમ એ રાજા ગુન્હેગારને તેના ગુન્હા પ્રમાણે જ દંડ આપતે હતા, અને ગુણ પુરૂષોની તેમના ગુણ પ્રમાણે પૂજા કરતું હતું. યોગ્યતા પ્રમાણે વર્તવું તે વિવેકી પુરૂષના વિવેકન કળ છે. એ રાજાને બીજ લે કેાની જેમ મદ થવાનાં સ્થાન પણ મદને અર્થે થયાં નહોતાં, કારણ કે વર્ષાગડતુ જેવી રીતે નદીને ગર્વ કરાવે છે તેવી રીતે સમૃદ્ધ કરાવી શકતી નથી. ચિત્યની જેમ તેના હૃદયમાં હમેશાં સર્વજ્ઞ દેવ રહેતા હતા, જેનશાસ્ત્રની પેઠે તેની વાણીમાં સર્વજ્ઞના ગુણનીજ પ્રશંસા હતી. તીર્થંકર દેવ અને સુસાધુરૂપ ગુરુને જ તે પિતાનું મસ્તક નમાવતો હતો અને બીજા સવે તેને નમતા હતા. આર્ત અને શૈદ્ર શિવાયના શુભ ધ્યાનવડે મનનું, સ્વાધ્યાય કરવાથી વાણીનું અને જિનેશ્વરની પૂજાથી શરીરનું તેણે પરમફળ મેળવ્યું હતું. વસમાં જેમ ગળીને રંગ સ્થિર રહે છે તેમ તેનામાં બાર પ્રકારને શ્રાવકધર્મ હમેશાં સ્થિર રહેલો હતો. મોટા મનવાળે એ શા બાર પ્રકારના રાજચક્રમાં જેવી રીતે જાગ્રત રહે તેવીજ રીતે બાર પ્રકારના શ્રાવકધર્મમાં પણ જાગ્રત રહેતો હતો. પવિત્ર આત્માવાળો તે જ, ધર્મ, વૃક્ષના અંકુરને ઉસન કરનાર બીજ વાવે તેમ પોતાના દ્રવ્યને યોગ્યતા પ્રમાણે સાત ક્ષેત્રમાં નિરંતર વાળ્યા કરતો હતો. દીન અને અનાથના એક શરણરૂપ અને પરમ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy