SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૫ મું ૧૯૫ દુર્જન પુરુષમાં ઉપકારની જેમ નિષ્ફલ થઈ ગયા. જેના નેત્ર કમળ બીડાઈ ગયાં હતાં, વદનછબિ વિવર્ણ થઈ ગઈ હતી, ઉરયુગળ અને સ્તનયુગળ કંપતા હતા, અને જેનાં સર્વ અંગઉપાંગના સંધિ, અને અસ્થિબંધન શિથિલ થયા હતા–એવી સુતારા રાજાના જોતાં જોતાંમાં કાળધર્મ પામી. પિતાની પ્રિયાને ગતપ્રાણ જોઈ રાજા પણ ગતપ્રાણ થયો હોય તેમ નિ:સંજ્ઞ થઈ મૂછ પામીને પૃથ્વી પર પડ્યો. ચંદનનો રસ મસ્તકપર સિંચતાં પુન: તન્યને પ્રાપ્ત થયેલ તે આ પ્રકારે ઊંચે સ્વરે વિલાપ કરવા લાગ્યો-“અરે ! હે મનોરમા તને લઈ જનારા દૈવે મને લુંટી લીધો. હે પ્રિયા ! તારા પ્રાણથીજ મારૂં જીવિત હતું. હાલી કાંતા ! તારા વિના હવે આ માણસ શેકના ભારથી આધારભૂત સ્તંભ વગરના જીર્ણ ગૃહની જેમ તત્કાળ પડી જશે. અરે ! મારી વલ્લભાને લેભાવનારા સુવર્ણ મૃગે વલ્લભાની આજ્ઞા પાળવામાં તત્પર આ જડ પુરૂષને ઠગી લીધે. મારી પ્રિયાને પ્રત્યક્ષ જેવાને તક્ષક નાગ પણ સમર્થ નથી, તો આ કુકકુટ સર્પની શી વિસાત ! પરંતુ અહા ! દેવ બલવાનું છે. તે હવે દયિતાની પછવાડે જવા માટે અગ્નિમાં બળી મરી પ્રાણ છોડીને આ પ્રસરતા દુદેવનું કાંઈ ઊચું હોય તે હું પૂર્ણ કરૂં.” આ પ્રમાણે વિલાપ કર્યા પછી રાજાએ એક ચિતા રચી, અને રતિમંદિરની શયાની પેઠે એ ધીર વીરે સુતારાની સાથે પિતે બેસીને તેને અલંકૃત કરી. પછી જેવો તેમાં અગ્નિ પ્રજવલિત કરીને બળવાનો આરંભ કરે છે તેવામાં બે વિદ્યારે ત્યાં આવ્યા. તેમાંથી એક જણે અભિમંત્રિત જલવડે ચિતાનું સિંચન કર્યું, ત્યાં તે તેમાંથી અટ્ટહાસ્ય કરતી પ્રસારણી વિદ્યા જે સુતારાનું રૂપ કરીને રહી હતી તે પલાયન કરી ગઈ. તે વખતે “પ્રજવલિત જવાળાવાળે અગ્નિ કયાં ? અને ગતપ્રાણું મારી પ્રિયા કયાં ! વળી અટ્ટહાસ્ય કરતી આ સ્ત્રી કોણ ! શું આ દેવનાટક તે નહી હોય !” આ પ્રમાણે ચિંતવન કરતે શ્રીવિજય સ્વસ્થ થયે, એટણે તેણે પોતાની આગળ સૌમ્ય આકૃતિવાળા બે પુરુષોને ઊભેલા જોયા. “આ શું?” એમ રાજાએ તેમને પૂછયું, એટલે તેઓ પ્રણામ કરી વિનયથી બોલ્યા- અમે વિદ્યાધરપતિ અમિતતેજના સેવક છીએ. સંભિન્નશ્રેત તથા દીપશિખ નામના અમે બે પિતા પુત્ર થઈએ છીએ. સ્વેચ્છાથી તીર્થના જિનબિંબને વંદના કરવાને નીકળ્યા છીએ. અહીં નજીક આવતાં અમોએ શ્રવણમાં દુઃશ્રવ અને પશુઓના કર્ણને પણ કોતરી નાખે તેવી કરૂણક્ષરવાળી આ પ્રમાણેની વાણી સાંભળી - હે મારા પ્રાણનાથ શ્રીવિજય ! હે રાજાએથી સેવિત નાથ ! અરે ! તેજથી સૂર્ય જેવા હે બાંધવ અમિતતેજ ! પરાક્રમવડે બલભદ્ર જેવા હે વત્સ વિજયભદ્ર ! સર્વદા સંનિહિત રહેનારા હે ત્રિપૃષ્ટ કુલના દેવતાઓ ! નાહાર પાસેથી મૃગલીની જેમ આ દુષ્ટ વિદ્યાધર પાસેથી સુતારાનું વગર વિલંબે રક્ષણ કરો, રક્ષણ કરે.” આવી વાણી સાંભળીને અમારા સ્વામીની બહેનને કોઈ દુરાત્મા હરી જાય છે તેવું જાણું શબ્દ પાતી બાણની પેઠે અમે તે વાણીને અનુસરીને ચાલ્યા. તત્કાળ હાથીએ ગ્રહણ કરેલી પદ્મિનીની પેઠે અશનિષે પકડેલી ચપલ નેત્રા સુતારાને અમે જોઈ. સ્વામીની બહેનના હરણની ઉપેક્ષા કરવાને અસમર્થ એવા અમોએ ભ્રગુટી ચડાવી તે શત્રુને કહ્યું-“હે હત્યારા વિદ્યાધર ! દેવપ્રતિમાનું ચંડાળ હરણ કરે તેમ આ સુતારાનું હરણ કરીને તું ક્યાં જાય છે? અરે દુષ્ટ ! હવે તું જીવતે રહેવાનો નથી અમે તને મારી નાખીશું, માટે આયુધ ગ્રહણ કર. અમે વિદ્યાધરના પતિ અમિતતેજના સેવક છીએ.” આ પ્રમાણે આક્ષેપ કરી સાપને રમાડનારાની જેમ બે કૃષ્ણ સર્પની જેવી બે તરવારને મ્યાનમાંથી ખેંચી કાઢી અમે તે અધમ પુરૂષને મારવાની ઈચ્છાથી તેની સામે થયા. તે વખતે દેવી સુતારાએ કહ્યું- તમે યુદ્ધ કરવું છોડી દે,
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy