SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ સ ૧ લા ઉપર આવી પડેલે આ અનર્થ દૂર થાય અને કોઇ પ્રાણીના વધ પણ ન થાય તેા તેના ઉપાય એ છે કે વૈશ્રવણની પ્રતિમાના રાજય ઉપર અભિષેક કરી, તમારી પેઠે સ જન સાત દિવસ તેની સેવા કરશે. દિવ્ય શક્તિથી કદિ તેની ઉપર કાંઈ પણ ઉપસગ ન થાય તા વધારે સારૂ છે અને કર્દિ થાય તા તેથી પ્રાણીવધનું પાપ લાગશે નહી.’’ આ વિચાર મને ઘટિત લાગવાથી હુ' જિનમદિરમાં જઈ પૌષધ વ્રત ગ્રહણ કરીને દ"ના સંસ્તારક ઉપર બેઠા. પછી સ` મ`ત્રીએ વૈશ્રવણની પ્રતિમાને રાજ્યાભિષેક કરી રાજાની જેમ તેની પાસે વર્તવા લાગ્યા. સ્વામીના હિતને માટે બુદ્ધિવતજના બીજા સાથે પણ સ્વામીની જેમ વર્તે છે. અનુક્રમે સાતમા દિવસ આવ્યા, ત્યારે મધ્યાન્હ કાળે આકાશમાં ગર્જના કરતા પ્રલયકાલના જેવા દારૂણ મેઘ ચડી આવ્યા. ઘેાડીવારમાં તે ઘાર મેઘમાંથી બ્રહ્માંડને ફાડે તેવા શબ્દ કરતા વિદ્યુત્પાત રાજ્યપર બેસારેલી પેલી યક્ષ પ્રતિમાની ઉપર પડ્યો. જે વખતે યક્ષ ઉપર વિદ્યુત્પાત થયા, તેજ વખતે નિમિત્તિઆની ઉપર અંતઃપુરના લેાકાએ કરેલી રત્નાદિકની વૃષ્ટિ થઇ. મે' પણ અખંડ સમૃદ્ધિવાળુ પદ્મિનીખંડ નગર આપીને તે નિમિત્તિઆને વિદાય કર્યા, અને તે યક્ષની મૂર્ત્તિ દિવ્ય રત્નમય નવીન બનાવી આપી. કારણ કે તે મારે વિપત્તિમાં બંધુ થઈ હતી. મારા વિઘ્નની શાંતિ થવાથી આજે નગરજન અને અમાત્યા હથી સર્વોત્સવ શિરામણિ આ મહેસવ કરે છે.” આ વૃત્તાંત સાંભળીને અમિતતેજે હર્ષથી પાતાની બેન સુતારાની વસ્ત્રાલ કારના દાનવડે પૂજા કરી. સુતારા અને શ્રીવિજયની પાસે કેટલાક કાળ રહીને અમિતતેજ પેાતાના નગરમાં ગયા. એક વખતે શ્રીવિજય રાજા ક્રીડા કરવાના કૌતુકથી સુતારાને લઇને યાતિવન નામના વનમાં ગયા. તે વખતે કપિલના જીવ અનિષ વિપ્રતારણી વિદ્યા સાધીને આકાશમાર્ગે આવ્યા. ત્યાં પતિની સાથે ક્રીડા કરતી પોતાની પૂર્વ જન્મની સ્ત્રી સુલે ચના સુતારા તેના જોવામાં આવી. પૂર્વ જન્મના સંસ્કારથી સંબધને નહીં જાણતાં છતાં પણ અનિંદ્યાષે પેાતાની સ્ત્રીની જેમ તે સુતારાની ઉપર જાગેલા અનુરાગથી તેને મેળવવાની ઉત્કંઠા કરી. પછી વિદ્યાના ખલથી તે ક્રીડા કરતા સ્રીપુરૂષની આગળ તેણે દિવ્ય કંદુકની જેમ છલંગ મારીને ક્રીડા કરતા એક નેત્રનું હરણ કરે તેવા મનેાહર સુવર્ણ ના મૃગ વિષુબ્ધ, જાણે ઇંદ્રનીલમણિની હાય તેવી ખરીએ અને શીગડાથી અને નીલકમળના જેવા વિલાસ કરતાં એ લેાચનથી તે શાભતા હતા; દેહની પીળી કાંતિથી જાણે સુવર્ણ મય હાય તેવા લાગતા હતા અને ફાળ ભરવાથી આકાશને તથા ચરણપાતથી ભૂમિતળને મ`ડિત કરતા હતા. તે સુંદર મૃગને જોઈ દેવી સુતારાએ પોતાના પતિને હ્યુ-‘સ્વામી ! આ મૃગ લાવા, તે મારે ક્રીડા કરવાને યાગ્ય છે.’ કાંતાના કહેવાથી જાણે વાયુનુ' જુદુ પડેલું વાહન હાય તેમ તે પવનવેગી મૃગની પાછળ રાજા વેગથી દોડયો. સરિતાના એઘની પેઠે કાઈ ઠેકાણે વક્ર અને કોઇ ઠેકાણે સરલ થઈ ને ચાલતા તે મૃગ જરાપણ સ્ખલના પામ્યા વગર રાજાને દૂર લઇ ગયા. ક્ષણવાર દૃશ્ય, ક્ષણવારે અદૃશ્ય, કાઈવાર પૃથ્વીપર અને કોઈવાર આકાશમાં ચાલતા તે મૃગ દેવકૃત માયાની જેમ પકડવાને અશકય થઈ પડયો. શ્રીવિજય દૂર ગયા એટલે અશિનઘાષ હળવે હળવે આવીને વનદેવીની પેઠે એકલી રહેલી સુતારાને હરી ગયા. પછી પ્રતારણી વિદ્યાના પ્રભાવે એ દુરાત્માએ બીજી સુતારાનું રૂપ કરીને ‘ મને કુકુટ સપે ડશી’ એવા કૃત્રિમ પાકાર કર્યાં. તે પાકાર સાંભળતાંજ રાજા હિરણને છેાડી પાછા વળ્યા. વિદ્વાના ક્ષેમ હોય તે છતાં યાગને માટે તત્કાળ તત્પર થાય છે. પૃથ્વીપર આળાટતી અને શરીરે પીડાતી સુતારાને જોઇને રાજાએ મણિમત્ર અને ઔષધોના અનેક ઉપચાર કર્યા. જેની પ્રથમ પ્રતીતિ જોયેલી હતી, તેવા પણ તે સર્વ ઉપચાર
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy