SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ સર્ગ ૧ લે અને અહીંથી જાતિવનમાં જાઓ, ત્યાં શ્રીવિજય પ્રભુ રહેલા છે. તે પ્રતારણી વિદ્યાથી પ્રાણ ત્યાગ કરતા હશે, તે ત્યાં જઈને તેને બચાવે; તેમના જીવવાથીજ હું જીવું તેમ છું.' આવી સુતારાની આજ્ઞાથી અમે તત્કાળ અહીં આવ્યા અને અમોએ મંત્રિત જલથી તમારો ચિતાગ્નિ બુઝાવી દીધું. વેતાળની પેઠે ઉન્મત્ત થઈ અટ્ટહાસ્ય કરતી જે આ નાસી ગઈ તે સુતારાના રૂપને ધારણ કરનારી પ્રસારણ વિદ્યા હતી. પિતાની પ્રિયા સુતારાનું હરણ થયું, તે જાણવામાં આવતાં વિરહાગ્નિવડે ચિતાનળથી પણ અધિક પ્રજવલિત થયેલો શ્રીવિજય અતિ ખેદ પામ્યો. આ પ્રમાણે જોઈને તેઓ બોલ્યા સ્વામી ખેદ કરે નહીં, દૈવની જેમ તમારાથી તે કેટલે દુર જશે ! પછી તેઓ જાનુથી પૃથ્વીને સ્પર્શ કરી પ્રણામ કરી ઘણી પ્રાર્થના કરી શ્રી વિજય રાજાને વૈતાઢય પર્વત પર લઈ ગયા. તેને જોઈ સસંભ્રાંતપણે તરતજ જાણે મૂર્તિમાન વિજય હેય, તેમ અમિત તેજ શ્રીવિજયની સામે આવ્યો અને તેને મોટા માનથી ઉચિત આસન પર બેસાડી આગમનનું કારણ પૂછયું. શ્રી વિજયની પ્રેરણાથી તે બંને વિદ્યાધરોએ સુતારાના હરણને વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળી એક કીર્તિના કુમારે બ્રગુટીથી લલાટને વક્ર કરી અને રોષથી કપાળ તથા નેત્ર રાતાં કરી રાજાને કહ્યું-જેમ ફણાધારી તલકના મસ્તકને ખજવાળે અને સુઈ ગયેલા કેશરી સીંહના કેશવાળને ઉખેડે તેમ તમારી સ્ત્રી અને મારી બેન સુતારાનું હરણ કરીને હવે એ નરાધમ અશનિષ કેટલું જીવશે !” આ પ્રમાણે કહીને અર્કકીર્તિના પુત્રે શસ્ત્રાવરણી, બંધની અને મોક્ષણી વિદ્યા શ્રીવિજયને આપી. પછી શત્રુના કાળરૂપ અમિતતેજે રશ્મિવેગ, રવિવેગ, અકકીતિ, ભાનવેગ, સૂર્યયશા, ભાનુ, ચિત્રરથ, અર્ક પ્રભ, અકરથ, રવિતેજ, પ્રભાકર, કિર્ણવેગ અને સહસ્ત્રકીર્ણ વિગેરે પિતાના પાંચશે પુત્રને ત્રિપૃષ્ઠના પુત્ર શ્રીવિજયની સાથે મહા શુરવીર સેના સહિત ચમરચા નગરીમાં અશનિઘોષની પાસેથી સુતારાને લેવા મોકલ્યા. વિદ્યાધરના રસૈન્યથી સવ ગગનમંડલને આચ્છાદન કરતા, સુભટના શસ્ત્રોથી આકાશને સેંકડો દેવાવાળું કરતા, અસંખ્ય અના શબ્દથી સૂર્યના અને બેલાવતે, હાથીઓની પંક્તિથી ગગનમાં બીજી મેઘમાળાને વિસ્તારો અને પ્રકાશિત વિમાનોથી ઉત્પાતના સૂર્યોને બતાવત, ત્રિપૃષ્ઠને પુત્ર શ્રી વિજય અમરચંચા નગરીમાં આવ્યા. અહિં અકીત્તિને પુત્ર અમિતતેજ અશનિઘુષને વિદ્યાવાળે જાણી પિતાના પૂર્ણ પરાક્રમી સહસરશ્મિ પુત્રની સાથે પારકી વિદ્યાને છેદ કરનારી મહાજ્વાળા નામની વિદ્યાને સાધવા હિમવંત ગિરિપર ગયે. ત્યાં ત્યંત નામના મહર્ષિ કાઉસ ધ્યાને રહ્યા હતા, તેમના અને ધરહેંદ્રના પવિત્ર ચરણમૂલમાં માસિક ભક્તવડે સાત રાત્રિની પ્રતિમા ધારણ કરીને તે વિદ્યા સાધવાના કામમાં પ્રવર્યો. તેવી રીતે સાધવા બેઠેલા પિતાની રક્ષા કરવાને માટે સહસરમી તત્પર રહ્યો. તેમ રહેતાં તે પિતા પુત્રને કાંઈક ઉણે એક માસ વીતી ગયે. આ તરફ અમરચંચા નગરીની બહાર પડાવ નાખીને રહેલા શ્રીવિજયે અશનિષની પાસે એક દૂત મોકલ્યા. તે દૂતે આવીને નિઃશંકપણે અશનિઘોષને કહ્યું કે કાગડાની જેમ આવું લજજાકારી કર્મ કરનારા તને ધિક્કાર છે ! શૈર્ય અને વીર્ય રહિત પુરૂષેનું પરાક્રમ છળ કરવામાં જ હોય છે. આ દેવીનું હરણ કરીને તું તેવા છળધારી પુરમાં મુખ્ય થયા છે; વળી શ્રીવિજયની ઉપર પ્રસારણી વિદ્યા ચલાવીને દાઢી અને મૂછ ધરી રહેલા તે કેવું પ્રેક્ષા પૂર્વક કામ કર્યું છે, તે પણ વિચારી જે. પ્રતાપ વડે સૂર્ય જેવા શ્રીવિજયને શું તું નથી જાણતો ? જે પ્રતાપ રહિત હોય તેવા પુરૂષમાંજ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy