SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૫ મુ ૧૮૭ લાવણ્યથી શોભતી, નમ્ર, લજજા, ક્ષમા, મૃદુતા અને સરળતાથી દીપતી સત્યભામા નામે મારા ઉદરથી થયેલી કન્યા યૌવનવયને પ્રાપ્ત થઈ છે, તથાપિ તેને ગ્ય વર તમે કેમ શોધતા નથી? જેને ઘેર કન્યા, કરજ, વૈર અને વ્યાધિ વૃદ્ધિ પામતાં હોય તેને શી રીતે નિદ્રા આવે ? અને તમે તો નિશ્ચિત થઈને સુવો છો તે કેવી વાત?” સત્યકિ બો– “પ્રિયા ! તમે કહ્યું તે સત્ય છે. આટલા વખત સુધી મને સત્યભામાને લાયક વર મળે નથી, પણ આ કપિલ કે જે રૂપસંપન્ન, ગુણીજનમાં મુખ્ય, યુવાન વિનીત અને ઉત્તમ દ્વિજજાતિ છે તે સત્યભામાને ઉચિત વર છે.” જ બૂકાએ તે વાત સ્વીકારી. પછી સત્યકિએ શુભ લગ્નમાં સત્યભામાં અને કપિલનો વિધિ પૂર્વક વિવાહ કર્યો. કપિલ ભ્રાંતિ રહિત સત્યભામા સાથે પ્રતિદિન ભેગ ભોગવવા લાગ્યો અને સત્યકિની જેમ આખા નગરમાં પુરજ. નોથી પૂજાવા લાગે. આ કપિલ (જમાઈ હોવાથી) સત્યકિને પણ પૂજ્ય છે” એવું ધારીને સર્વ જને પ્રત્યેક પર્વદિવસે ધન ધાન્યાદિ તેને આપવા લાગ્યા. વર્તમાન કાળે દ્વિજાતિમાં ઉત્તમ થઈ પડેલે એ કપિલ એવી રીતે વર્તવાથી ગુણોની જેમ ધનથી પણ વૃદ્ધ થઈ પડે એક વખતે વર્ષાઋતુમાં રાત્રિને વિષે તે કપિલ કઈ સ્થાનકે નાટક જોવાને ગયે. ત્યાં ઘણે કાળ કાર્યો. પછી ત્યાંથી ઘરે આવતાં અદ્ધ માર્ગમાં સોયથી ભેદાય તેવો ગાઢ અંધકાર કરતે અતિ વર્ષાદ આવવા લાગ્યો. તે સમયે માર્ગમાં કઈ માણસ હતું નહીં, તેથી તેણે વસ્ત્ર ન પલળે તેટલા માટે નગ્ન થઈ પોતાનાં વસ્ત્રો કાખમાં લઈ ગૃહના દ્વાર પાસે આવીને પાછાં પહેર્યા. “વૃષ્ટિથી મારા સ્વામીનાં વસ્ત્ર ભીંજાઈ ગયાં હશે એવું ધારી સત્યભામાં બીજાં વસ્ત્રો લઈને દ્વાર પાસે સામી આવી–મુગ્ધા ! વિદ્યાના પ્રભાવથી મારાં વસ્ત્રો ભીંજાઈ ગયાં નથી, માટે બીજા વસ્ત્રો લાવવાની કોઈ જરૂર નથી. આ પ્રમાણે કપિલે પિતાની પ્રિયાને કહ્યું. તે સમયે તેનાં વસ્ત્ર અનાદ્ર અને આખું શરીર આદ્રર છે એમ સત્યભામાના જેવામાં આવ્યું. તેથી તેણે મનમાં વિચાર્યું કે “જે આણે વિદ્યાશકિતવડે જળથી પિતાનાં વસ્ત્રની રક્ષા કરી હોય તો તે પોતાના અંગની કેમ રક્ષા ન કરે ! તેથી જરૂર આ કપિલ નગ્ન થઈને આવેલ છે. તે ઉપરથી હું માનું છું કે આ મારો પતિ કુલવાન નથી. તેમ બુદ્ધિબળથી કાને સાંભળીને જ વેદને ભણેલ હોય તેમ જણાય છે. આ પ્રમાણે નિશ્ચય થતાં જ સત્યભામાં તેની પર મંદ રાગવાળી થઈ અને પકડી લાવેલા બાંદની જેમ ખેદ કરવા લાગી. - હવે તે સમયે અચળગ્રામમાં ધરણીજટ બ્રામણ દૈવયોગથી નિધન થઈ ગયો. તેના સાંભળવામાં આવ્યું કે “કપિલ ધનાઢય થયે છે, તેથી પિતાને ઉદ્ધાર કરવાને તે રત્નપુરમાં આવ્યું. કપિલે પાઘ સ્નાનાદિકથી તેને સત્કાર કર્યો. સાધારણ અતિથિ પણ પૂજ્ય છે, તો આ પિતારૂપ અતિથિને માટે તો શું કહેવું ! પિતા સ્નાન કરીને નિત્ય કર્મ કર વા પ્રવર્યા, એટલે ભોજનને અવસર થવાથી કપિલે પોતાની પ્રિયાને કહ્યું-“પ્રિયા ! મારે શરીર સંબંધી કાંઈ કારણ છે, તેથી આ પિતાને માટે મારાથી ઉત્તમ ભજન સ્થાન તૈયાર કરે.” પિતા અને પુત્રનું જુદું જુદું આચરણ જોઈને સત્યભામાને અધિક શંકા થઈ. કારણ કે તે કલીન હતી. અતિ નિમલ આચરણથી પોતાના સાસરાને કુલવાન જાણી તે સત્યભામાં તેમનું પિતા, ગુરૂ અને દેવવત્ આરાધના કરવા લાગી. ૧ ભીંજાયેલ નહીં. ૨ ભીંજાયેલ.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy