SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ સર્ગ ૭ મે એક બીજી રાણી પણ હતી. પતિની સાથે અખંડ વિષય સુખને અનુભવ કરતી અભિનંદિતાને કેટલેક કાલે ગર્ભ રહ્યો. તે વખતે તેણે સ્વમમાં પિતાના ઉસંગમાં રહેલા સૂર્યચંદ્રને જોયા. તે સાંભળીને “તમારે બે ઉત્કૃષ્ટ પુત્ર થશે” એમ રાજાએ કહ્યું. ગર્ભસ્થિતિ સંપૂર્ણ થતાં તેજ વડે સૂર્ય ચંદ્રની જેવા બે કુમારને અભિનંદિતાએ જન્મ આપ્યું. શ્રી રાજાએ મોટા ઉત્સવથી ઈદુષણ અને બિંદુષેણ એવાં તેમનાં નામ પાડયાં. ધાત્રી માતાએ પુષ્પની જેમ અતિ યત્નથી લાલન પાલન કરેલા તે બંને ભાઈઓ જાણે રાજાની બે ભુજા હોય તેમ અનુક્રમે વૃદ્ધિ પામ્યા. યંગ્ય વય થતાં રાજાએ ઉપાધ્યાયની પાસે પોતાના નામની જેમ વ્યાકરણદિક શાસ્ત્રો તેમને ભણાવ્યાં. તેઓ શાસ્ત્ર, શસ્ત્ર અને બીજી કલાઓમાં પારંગત થયા; તેમજ ભૃહમાં પ્રવેશ કરવામાં અને તેમાંથી નીકળવામાં પણ કુશળ થયા. અનુક્રમે કામવિકારરૂપ સૂર્યના પ્રકાશમાં પ્રાતઃકાળરૂપ પવિત્ર યૌવનવયને તેઓ પ્રાપ્ત થયા. આ ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે મોટી સમૃદ્ધિથી સર્વ ગ્રામમાં મુખ્ય અચલગ્રામ નામે એક ગામ હતું. તે ગામમાં સાંગ ચતુર્વેદ જાણનાર અને સર્વ ઢિમાં શિરમણિ ધરણીજ નામે એક પૃથ્વીતળમાં વિખ્યાત બ્રાહ્મણ રહેતો હતો. વિહાર કરતી ગૃહલક્ષમી હોય તેવી, કુલીન અને પવિત્ર ભક્તિવાળી યશોભદ્રા નામે એક તેને પત્ની હતી. તેનાથી અનક્રમે નંદિભૂતિ અને શિવભૂતિ નામે બે કુલદીપક પુત્ર થયા, તેમાં નંદિભૂતિ જયેષ્ઠ હતું. તે ધરણીજના ઘરમાં કપિલા નામે એક દાસી હતી. તેની સાથે પણ તે બ્રાહ્મણ ઘણા કાળથી રતિક્રીડા કરતો હતો. કારણકે જગતમાં વિષયો દુય છે. સ્વચ્છેદે ક્રીડા કરતાં તે દુષ્ટ દ્વિજને કેમ કરીને તે કપિલા દાસીથી કપિલ નામે એક પુત્ર થયે. ધરણીજટે નમ્રતાથી શોભતા એવા યશોભદ્રાના ઉદરથી થયેલા બંને પુત્રોને રહસ્ય સહિત સગવેદ ભણાવ્યા. અતિ બુદ્ધિમાન કપિલ માત્ર મનપણે સાંભળી સાંભળીને વેદસાગરને પારગામી થયે. કેમકે બુધને શું અગોચર છે ? - વિદ્વાન થયેલે કપિલ પિતૃગૃહમાંથી નીકળીને દેશાંતરે ચાલ્યો, અને કંઠમાં બે ય - પવીત ધારણ કરી હું ઉત્તમ બ્રાહ્મણ છું એવું ડિડિમ વગાડતે દેશાંતરમાં ફરવા લાગે. વિદ્વાનને કેઈ પરદેશ જ નથી, એ પ્રમાણે ભમતો અનુક્રમે રતનપુર નગરમાં આવ્યું. ત્યાં વર્ષાઋતુના મેઘની જેમ પોતાનું પાંડિત્ય બતાવીને ગર્જના કરવા લાગ્યું. તે નગરમાં સર્વ નગરજનોને ઉપાધ્યાય, કળાનો ભંડાર અને ઘણું બુદ્ધિમાન વિદ્યાર્થીઓથી શોભિત સત્યકિ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે સત્યની પાઠશાળામાં પ્રતિદિન જઈને કપિલ પ્રશ્ન કરનારા વિદ્યાથીઓના અને બીજા વિદ્વાનોના સશયને છેદતો હતો. તે જોઈને વિસ્મય પામેલા સત્યકિએ પણ કૌતુકથી મંત્રની જેમ દુ:ખે જાણી શકાય તેવા શાસ્ત્રોના રહસ્ય કપિલને પૂછયા. શ્રદ્ધાળુ શિષ્યએ ઉપાધ્યાયની બુદ્ધિથી જોયેલ કપિલે તે સર્વ રહસ્ય સવિશેષણે કહી આપ્યા. તે સાંભળી પ્રસન્ન થયેલા સત્યકિ ઉપાધ્યાયે યુવરાજને રાજાની જેમ તેને પિતાના કાર્યનો ધુરંધર કર્યો. ઉજ્વલ ગુણેનું મૂલ્ય કયાં ન થાય ? ત્યાર પછીથી હમેશાં કપિલ સર્વ શિષ્યોને વ્યાખ્યાન આપવા લાગે અને સત્યકિ પિતાના પુત્રની જેમ તેનાથી નિશ્ચિતપણે રહેવા લાગ્યા. કપિલે પણ પિતાની જેમ સત્યકિની અતિ ભક્તિ કરવા માંડી; “તેથી આને માટે હું શું કરું ? તેમ સત્યકિ પ્રસન્ન મનથી વિચારવા લાગ્યો. એક વખતે સત્યકિની જે બૂકા નામની પત્નીએ આ પ્રમાણે કહ્યું-“હે ભટ! જો કે તમે સાવધાન છે, તથાપિ હું તમને મરણ આપું છું કે દેવકન્યાની જેમ નિસીમ રૂપ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy