SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ સર્ગ ૧ લે એક વખતે એકાંતમાં સત્યભામાં બ્રહ્મહત્યાના સોગન આપી પિતાના શ્વસુરને મોટા વિનયથી પૂછવા લાગી-“પૂજ્ય પિતા ! આ કપિલ તમારે બંને શુદ્ધ પક્ષથી ઉત્પન્ન થયેલ પુત્ર છે કે વિપરીત પક્ષમાંથી ઉત્પન્ન થયેલ છે? પ્રસન્ન થઈને જ સત્ય હોય તે કહો. ધરણીજટે જે યથાર્થ હતું તે કહી આપ્યું; કારણકે મહાભાએ સોગનનો ભંગ કરવામાં ભીરૂ હોય છે. પછી કપિલે વિદાય કરેલ તે ધરણીજટ બ્રાહ્મણ ફરીને પિતાના અચલગ્રામમાં પાછા આવ્યું. તેમના ગયા પછી સત્યભામાએ શ્રીષેણ રાજાની પાસે જઈ વિજ્ઞપ્તિ કરી કે “દેવયેગે આ કોઈ અકુલીન મારો ભર્તા થયેલે છે, તો કેશરીસિંહ પાસેથી ગાયની જેમ, રાહુથી ચંદ્રકળાની જેમ અને બાજ પક્ષીથી ચકલીની જેમ મને તેની પાસેથી મૂકાવે. તેનાથી મુક્ત થઈ હું સતીપણે રહીને હવે નિરંતર સુકૃત કરીશ. પૂર્વના દુષ્કર્મવેગે ચિરકાનથી હું ઠગાયેલી છું.” તે સાંભળી શ્રીષેણરાજાએ કપિલને બોલાવીને કહ્યું, “ધર્માચરણ કરવાને માટે આ સત્યભામાને છેડી દે. તે તારાપર વિરક્ત છે, તે હવે બલાત્કારે હરેલી પરસ્ત્રીની જેવી તેનાથી તને શું વિષયસુખ મળવાનું છે?””કપિલે કહ્યું-“ રાજન્ ! હું તેના વિના એક ક્ષણવાર પણ પ્રાણ ધારવાને સમર્થ નથી. તે પ્રિયા મારી જીવનઔષધી છે. પાણિગ્રહણ કરેલી તે મારી સ્ત્રીને હું ત્યાગ કરીશ નહીં. ત્યાગ કરવો અને કરાવે તે વેશ્યાઓમાંજ ઘટે છે.” તે સાંભળી સત્યભામાએ ઉત્કટ થઈને કહ્યું કે “જે તે મને છોડશે નહીં તે હું જલ કે અગ્નિમાં પ્રવેશ કરીશ.” રાજા બોલ્યા-” હે કપિલ ! આ બાલા પ્રાણ ત્યાગ ન કરે, અને કેટલાક દિવસ સુધી તે મારા મંદિરમાં રહો.” કપિલે તે વાત સ્વીકારી એટલે રાજાએ તેને રાણીઓને સોંપી. વિવિધ પ્રકારનાં તપ કરતી સત્યભામાં રાજ મંદિરમાં રહી. તે સમયમાં કૌશાંબી નગરીમાં બેલ નામે એક બલવાન રાજાને શ્રીમતી દેવીના ઉદરથી શ્રીકાંતા નામે એક કન્યા ઉત્પન્ન થઈ હતી. તે રૂપવતી બાળા યૌવનને પ્રાપ્ત થતાં શ્રીણરાજાના પુત્ર ઈ દુષણને સ્વયંવરથી વરતાં તેને મોટી સમૃદ્ધિ સહિત તેણે રત્નપુર મોકલી. તેની સાથે અનંતમતિકા નામે એક વેશ્યા આવી હતી. તે ઉત્કૃષ્ટ રૂપવાળી ઈદુષણ અને બિંદુષણના જોવામાં આવી. તેને જોતાંજ “આ મારી છે, આ મારી છે એમ બંને જણ વાદથી કહેવા લાગ્યા. પરસ્પર ઈર્ષ્યાથી તે બંને દેવરમણ નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં એક કાંતાની સાથે રતિ કરવાની ઇચ્છાથી બે વૃષભની જેમ તે દુર્દાત અને મહાભુજ સનસ્ક્રબદ્ધ થઈને યુદ્ધ કરવા લાગ્યા. તેમને યુદ્ધ કરતાં અટકાવવાને શ્રીષેણ રાજા સમર્થ થયા નહીં. દુર્માદા પુરૂષો પ્રિય સમજુતીથી સાધ્ય થતા નથી, તેઓ દંડથી જ સાધ્ય થાય છે. બંને પુત્રોની આ પ્રવૃત્તિ જોવાનું અને અટકાવવાને અસમર્થ એવા શ્રીષેણરાજા અભિનંદિતા અને શિખિનંદિતાની સાથે વિચાર કરી “આ કાળ પ્રાપ્ત થયો” એમ બોલતા બોલતા તાળપુટ ઝેરથી વ્યાપ્ત એવા કમળને સુંઘી ક્ષણવારમાં મૃત્યુ પામ્યા. બંને રાણીઓ પણ તેજ પ્રમાણે સુંધીને મૃત્યુ પામી. કુલીન કાંતાએ પતિ વિના જરાવાર પણ જીવિતવ્ય ધારણ કરી શકતી નથી. આ ખબર સાંભળતાં જ “હવે કપિલથી મને અનર્થ થશે એવું ધારીને શરણ રહિત થયેલી સત્યભામાં પણ તેજ પ્રમાણે વિષયુક્ત કમળ સુંઘીને તેમના માર્ગને અનુસરી. તે ચાર જણ અતિ મૃદુભાવથી મૃત્યુ પામીને જબૂદ્વીપના ઉત્તર કુરૂક્ષે. ત્રમાં જુગલીઆપણે ઉત્પન્ન થયા. શ્રીષેણ તથા અભિનંદિતા પુરૂષ સ્ત્રી થયાં, અને શિખિનં.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy