SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૫ મે. શ્રી ધર્મનાથ ચરિત્ર, ધર્મરૂપ ગંગાની ઉત્પત્તિના હિમાલય અને કુતીર્થ રૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન એવા શ્રીમાન ધર્મનાથના ચરણનું શરણ હું ગ્રહણ કરું છું. સંસારસાગરને તરવામાં મેટા સેતુબંધરૂપ-એજ તીર્થનાથનું ચરિત્ર હવે કહું છું. ધાતકીખંડ દ્વીપના પૂર્વ મહાવિદેહમાં ભરત નામના વિજયને વિષે ભકિલ નામે એક વિશાળ નગર છે. તેમાં દહરથ નામે રાજા હતો. બે દાંતથી હસ્તીની જેમ બે દઢ ભુજાએથી તે શોભતો હતો. તિશ્ચક્રમાં સૂર્યની જેમ સર્વ રાજાઓના તેજ તેણે હરી લીધા હતા, અને સરિતાઓનું પાત્ર જેમ સમુદ્ર તેમ સર્વ રાજાઓના દંડનું તે પાત્ર હતું, ( અર્થાત્ સર્વ રાજાને દંડ તે કરી શકતો હતો). આવું મોટું સામ્રાજ્ય પ્રાપ્ત છતાં એ વિવેકી રાજા ઈંદ્રની સંપત્તિને પણ આકડાના તુલ જેવી ચપળ જાણીને તેનો જરા પણ ગર્વ કરતે નહીં. વિષય સંબંધી સુખ તે પૂર્ણ રીતે પામ્યું હતું, તથાપિ અતિથિની જેમ સંસારવાસમાં તેને જરા પણ આસ્થા નહોતી. ભેગને વિષે અત્યંત વૈરાગ્યવાન અને પતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહ એવા દઢરથ રાજાએ છેવટે શરીરના મલની પેઠે પિતાના રાજ્યને એકદમ છેડી દીધું, અને સાંસારિક મહા દુઃખ અને રોગના વૈદ્યરૂપ વિમલવાહન નામના ગુરૂની પાસે તે ગયે. તેમની પાસેથી એ રત્નશિરોમણિ રાજાએ રૂચિરૂપી મૂલ્ય આપીને દુર્લભ એવું નિર્મળ ચારિત્રરત્ન ગ્રહણ કર્યું. ગની માતા તુલ્ય સમતાને ધારણ કરતા અને પરીસહને સહન કરતા એ રાજમુનિએ ઘણું દુસ્તપ તપ આચર્યું. તીર્થોદક જેવા પવિત્ર શાસ્ત્રરૂપ ગંડૂષ (કેગળા )નું આચમન કરીને તેણે વિષયરૂપ સ્લેરછોથી દૂષિત એવા પિતાના આત્માને પવિત્ર કર્યો. અનુક્રમે અહંત ભક્તિ વિગેરે સ્થાનકેનું આરાધન કરીને સદ્દબુદ્ધિવાળા તે મુનિરાજે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. પછી કાળસ્થિતિ નજીક આવતાં અનશન કરી, સમાધિથી મૃત્યુ પામી તે મુનિ વૈજયંત વિમાનમાં મહદ્ધિક દેવતા થયા. આ જંબુદ્વીપને વિષે ભારતવર્ષમાં રત્નાકર જેવું રત્નપુર નામે એક નગર હતું. તેમાં બંને બાજુએ કરેલા રત્નમય સે પાનનાં કિરણોની જાલથી જાણે વચમાં સેતુ (પાજ) બાંધી હોય તેવી ઉપવનની વાપિકાએ શેભતી હતી. ઠેકાણે ઠેકાણે અહંનાં સુવર્ણ મય રત્યે અને દર્પણવાળા ગૃહે “અહી હમેશાં ત્રણે પુરૂષાર્થ ઉદય પામેલા છે એમ સૂચવતા હતા. રાત્રિએ જેમાં નક્ષત્રોનાં પ્રતિબિંબ પડે છે એવી મરકતમણિબદ્ધ માર્ગભૂમિ જાણે મિતીના સ્વસ્તિકવાળી હોય તેવી દેખાતી હતી. ત્યાં આવેલાં મોટાં મંદિરની ખીંતીએના કંઠમાં વપૂજનેએ લટકાવેલા હાર કંઠાભરણનું પૂર્ણ રૂપ પામતા હતા. ઉદ્યાનવાપિકાઓથી હેમંત, હવેલીઓના રસેડાથી ગ્રીષ્મ અને ગજોના મદથી વર્ષા–એમ ત્રણે તુઓને કાળ ત્યાં એક સાથે જ પ્રવર્તતે હતો. તે નગરમાં તેજવડે સૂર્ય સમાન, શત્રુરૂપ તૃણપુંજમાં અગ્નિ સમાન અને નિર્મળ ગુણથી નિરંતર પ્રકાશ ભાનુ નામે રાજા હતે. સમુદ્રના તરંગની જેમ તેના ગુણનું
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy