SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૪ થું ૧૫૧ પ્રમાણ કરવાને બૃહસ્પતિ પણ સમર્થ નહતા. તે એકજ રાજાએ જેને કર ગ્રહણ કરેલ છે એવી ભૂમિ કુલવતી અને શીલવતી લલનાની જેમ બીજા પતિને પ્રાપ્ત થતી નહોતી. એ રાજાએ સ્વભાવથી ચપલ એવી લક્ષમીને પોતાના દઢ ગુણો (પક્ષે દેરી) થી બાંધીને હાથિણીની જેમ પોતાના વ્રજસ્તંભમાં સ્થિર કરી હતી. સૂર્યની જેમ પ્રૌઢ પ્રતાપવાળા એ રાજાએ દીપકની જેવા શત્રુરાજાઓના તેજને હરી લીધા હતા. અન્ય રાજાઓને વિજય કરવા માટે તેને લલાટ ઉપર ભ્રકુટી પણ ચડાવવી પડતી નહીં', તે પછી ધનુષ ઉપર પણુછ ચડાવવાની તે વાત જ શી કરવી ! તે રાજાને ચરણકમળની ઉપાસના કરવામાં ભ્રમરી જેવી અને તે કોત્તર પતિવ્રતવાળી સુવ્રતા નામે એક રાણી હતી. તેની પાસેથીજ કોકીલાઓ મધુર આલાપ, હંસલીઓ ગતિચાતુર્ય અને મૃગલીઓ દષ્ટિવિલાસ શીખેલી હતી. લજજા તેની સહચરી હતી. શીલલક્ષ્મી તેને શોભાવનારી હતી અને કુલીનતા તેની કાંચળી હતી. એ પ્રમાણે તેનો સ્વાભાવિક પરિવાર હતો. પતિભક્તિરૂપ તેને યેગ્ય અલંકાર હતો, તે સિવાય હાર વિગેરે બીજા અલંકારો તે ઉલટા તેનાથી અલંકૃત હતા, અર્થાત્ તેના અંગસગવડેજ શોભતા હતા. - હવે વૈજયંત નામના બીજા અનુત્તર વિમાનમાં રહેલા દરથ રાજાના જીવે પરમ સુખમાં મગ્ન થઈ ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથી ચ્યવને વૈશાખ માસની શુકલ સપ્તમીને દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર આવતાં તે જીવ સુત્રતા રાણીના ઉદરમાં અવતર્યો. તે વખતે સુત્રતાએ તીર્થકરના જન્મને સૂચવનારાં ગજ વિગેરે ચૌદ મહા સ્વપ્ન જોયાં. અનુક્રમે પૂર્ણ સમયે માઘ માસની શુકલ તૃતીયાને દિવસે પુષ્ય નક્ષત્રમાં વાના લાંછન (ચિન્હ) વાળા સુવર્ણવણ પુત્રને દેવીને જન્મ આપ્યો. તરતજ ભગંકરા વિગેરે છપન દિકુમારીઓએ આવીને પ્રભુ અને પ્રભુની માતાનું સૂતિકાકર્મ કર્યું, તેજ વખતે સૌધર્મેદ્ર પણ પાલક વિમાનમાં બેસીને ત્યાં આવ્યું, અને પ્રભુને લઈને મેરૂપર્વત ઉપર ગયે. ત્યાં અતિ પાંડુકબલા નામે શિલાની ઉપર રનમય સિંહાસનમાં પ્રભુને પોતાના ઉસંગે લઈને ઇદ્ર બેઠે. અશ્રુત વિગેરે ત્રેસઠ ઈકોએ પવિત્ર તીર્થ જલથી વિધિ પૂર્વક પ્રભુને સ્નાત્ર કરાવ્યું. પછી ઈશાન ઈદ્રના ખોળામાં પ્રભુને બેસાડીને સૌધર્મેદ્દે સ્નાત્ર કયું" અને વિલેપન વિગેરેથી પૂજા કરીને નીચે પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. “પરમ ધ્યાન કરવા યોગ્ય સ્વરૂપવાળા અને પરમ ધ્યાન કરનારા એવા પંદરમાં તીર્થકરને મારે નમસ્કાર છે. હે પ્રભુ ! દેવ અને દાનવથી હું મનુષ્પોની મોટી મહત્તા માનું “છું, કારણકે ત્રણ લોકોને વંદન કરવા યોગ્ય એવા તમે મનુષ્યપણુમાં પ્રગટ થયેલા છો. હે નાથ ! મોક્ષરૂપ સાધનને સાધી લેવા માટે તમારૂં શિષ્યપણું ગ્રહણ કરવાની ઈચ્છાવાળા એવા મને હમણા જ આ દક્ષિણ ભારતવર્ષમાં મનુષ્યપણું પ્રાપ્ત થાઓ. જે પ્રમા“દીઓને તમારા ચરણનું દર્શન થતું નથી તેવા સ્વગીઓ સુખી છતાં પણ તેમના માં અને “નારકી જીવમાં કાંઈ પણ ભેદ નથી. હે પ્રભુ ! જ્યાં સુધી સૂર્યની જેમ તમારો ઉદય થયો ન હતો ત્યાં સુધીજ ઘુવડ પક્ષીની જેમ કુતીથીઓ બોલી શકતા હતા. હવે વર્ષાદથી સરો“વરની જેમ તમારી ધર્મદેશના રૂપ જળવડે આ ભરતાદ્ધ થોડા કાળમાં પૂર્ણ ભરાઈ જશે. “હે પરમેશ્વર ! રાજા જેમ શત્રના દેશને મુક્ત કરી તેનું રાજ્ય તેને આપે તેમ તમે અનંત પ્રાણીઓને મુક્ત કરીને અચલ સુખ આપશે. હે ભગવન્! દેવલોકમાં પણ ભ્રમરાની પેઠે “તમારા ચરણકમળમાં લીન થયેલા ચિત્તવડે મારા દિવસો નિર્ગમન થાઓ.” ૧ કર એટલે સ્ત્રો પક્ષે હાથ અને પૃથ્વીપક્ષે કર એટલે રાજાનો ગ્રાહ્ય ભાગ.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy