SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ જે. શ્રી વિમલનાથ ચરિત્ર. નિષ્કર્મપણાથી નિર્મલ સ્વરૂપવાળા અને ઉજવલ ધર્મ વ્યાખ્યારૂપી ગંગા નદીના ઉત્પત્તિસ્થાન હિમાચળ પર્વતરૂપ શ્રી વિમલનાથ ભગવાનને નમસ્કાર હો. નિર્મલ તીર્થ જળની પેઠે જગતને પવિત્ર કરનારું તેરમા તીર્થકર શ્રી વિમલ પ્રભુનું ચરિત્ર હવે કહેવામાં આવશે. ધાતકીખંડ દ્વીપમાં પ્રાવિદેહ ક્ષેત્રને વિષે ભરત નામના વિજયમાં મહાપુરી નામે એક રત્ન સમાન નગરી છે. તેમાં સમુદ્રની જેમ ધારી શકાય નહીં તે અને ગુણવડેજ પાસે જવા લાયક લમીના સ્થાનરૂપ પદ્ધસેન નામે રાજા છે. બલવાન અને વિવેકી જનોમાં અગ્રેસર એવા એ રાજાએ પૃથ્વીમાં પિતાના શાસનની જેમ પિતાના ચિત્તમાં જન શાસનને અખંડ પ્રસારવાળું કરી દીધું હતું. નઠારા ઘરમાં રહેનાર જેમ ખેદયુક્ત રહ્યા કરે તેમ આ સંસારમાં ખેદયુક્ત નિવાસ કરતા તે રાજા અધિક અધિક વૈરાગ્ય ધારણ કરતો હતો. પરિણામે માર્ગમાં ખેદ પામેલ વટેમાર્ગ જેમ ઉત્તમ વૃક્ષની પાસે જાય તેમ સંસારથી અત્યંત નિર્વેદ પામીને તે રાજા સર્વગુપ્ત નામના આચાર્યની પાસે ગયે, અને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી નિર્ધન પુરૂષ જેમ ધન પામીને અને અપુત્ર જેમ પુત્ર પામીને તેનું સમ્યક પ્રકારે રક્ષણપાલન કરે તેમ તેણે સમ્યક પ્રકારે ચારિત્રનું પ્રતિપાલન કર્યું. અનુક્રમે વિધિપૂર્વક અહંદ ભક્તિ વિગેરે સ્થાનકને સેવવાથી તેમણે આત્મપરાક્રમવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. પછી ચિરકાલ પર્યંત તીવ્ર તપ તપી અંતે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી સહજાર દેવલોકમાં મહદ્ધિક દેવતા થયે. આ જંબૂીપમાં ભરતક્ષેત્રના આભૂષણરૂપ અને જાણે પડી ગયેલે સ્વર્ગને એક ખંડ હોય તેવું કાંપિલ્યપુર નામે નગર છે. ત્યાં આવેલાં સુંદર ચૈિત્ય રાત્રિએ ચંદ્રકાંત મણિની પુતળીઓમાંથી ઝરતા જળવડે કરીને યંત્રમય ધારાગૃહની શોભા ધારણ કરે છે. ત્યાં હવેલીઓની ઉપલી ભૂમિપર રહેલા સુવર્ણન કુંભે લક્ષ્મીને સદા નિવાસ કરવાને માટે જાણે સુવર્ણનાં કમલે મૂક્યાં હોય તેવા શોભે છે. વિચિત્ર હવેલીઓ અને પ્રાસાદની શ્રેણુઓ જેમાં આવેલી છે એવા એ નગરને વિધાતાએ સ્વર્ગપુરી રચવા પૂર્વે નમુનારૂપ આલેખ્યું હોય તેવું દીસતું હતું. દૈવે પણ પરાભવ કરવાથી શરણ અર્થે આવેલા પુરૂષનું જાણે વામય બખ્તર હોય તે કૃતવર્મા નામે રાજા ત્યાં રાજ્ય કરતો હતો. ગંગાજલ અને તે રાજાને યશ પરસ્પર સ્પર્ધા કરી ચોતરફ પૃથ્વીને પ્રસન્ન કરતાં કરતાં સમુદ્ર પર્યત પહોંચ્યાં હતાં. યાચકની જેમ શત્રુઓમાં તે કદાપિ પર મુખ થતો નહીં, પણ પરનિંદાની જેમ પરસ્ત્રીથી તે નિરંતર પરા મુખ રહેતે હતે. પૃથ્વીમાં સૂર્યરૂપ એવા એ રાજાના શત્રુએ રણભૂમિમાં તેના તેજને અંધકારમાંથી નીકળ્યા હોય તેમ સહન કરી શકતા નહીં. મોટા વટ વૃક્ષની છાયાની જેમ તેના ચરણની છાયા અનેક રાજાઓ નીચા નમીને પ્રણામવડે સેવતા હતા. ચંદ્રને રોહિણીની જેમ સર્વ અંત:પુરના આભૂષણ જેવી શ્યામા નામે તેને પટ્ટરાણી હતી. મૂતિમતી કુળલક્ષ્મી હોય અને સાક્ષાત્ જાણે સતીત્રત હોય તેવી એ રાણુરૂપ, લાવણ્ય અને લક્ષમીની પ્રત્યક્ષ અધિદેવતા જેવી જણાતી હતી.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy