SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૪ થું ૧૨૭ નિરંતર પતિના ધ્યાનમાં વ્યાકુલ ચિત્તવાળી હોય તેમ એ રાણું હંસલીની પેઠે મંદ મંદ સંચાર કરતી હતી. પૃથ્વીમાં શ્રેષ્ઠ એવી સ્ત્રીઓમાં પણ તે એવી અસાધારણ સ્ત્રી હતી કે જેના સખીપણાને લક્ષ્મીદેવી કે ઈંદ્રાણીજ લાયક હતા. એ દેવી પૃથ્વી ઉપર જ્યાં જ્યાં વિચરતી ત્યાં ત્યાં લક્ષ્મી પહેરેગીરની પેઠે રાત્રિદિવસ તેની પછવાડે જ અનુસરતી હતી. હવે સહસાર દેવલોકમાં પદ્મસેન રાજાના જ પિતાનું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ્ય પૂર્ણ કર્યું, અને વૈશાખ માસની શુકલ દ્વાદશીને દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ત્યાંથી ચ્યવીને તે જીવ શ્યામાદેવીની કુક્ષિમાં આવી અવતર્યો. શ્યામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે માઘ માસની શુકલ તૃતીયાની મધ્ય રાત્રિએ ઉત્તરા ભાદ્રપદને ચંદ્ર થતાં અને બીજા સર્વ ગ્રહો પિતપોતાનાં ઉચ્ચ સ્થાનમાં આવતાં ડુક્કરના ચિન્હવાળા, તપેલા સુવર્ણન જેવી કાંતિવાળા, ત્રણ જ્ઞાનને ધરનારા એક પુત્રને શ્યામાદેવીએ સુખે જન્મ આપ્યું. આ ખબર જ્ઞાન વડે જાણીને છપ્પન દિકુમારીઓ ત્યાં આવી, અને તેમણે પ્રભુ તથા પ્રભુની માતાનું સૂતિકાકર્મ દાસીની પેઠે કર્યું. પછી શુક્ર ઈદ્ર ત્યાં આવી, પ્રભુને મેરૂપર્વત ઉપર લઈ જઈ અતિપાંડુકવેલા નામની શિલા પરના સિંહાસન ઉપર પ્રભુને ખોળામાં લઈને બેઠે. એટલે અમ્યુત વિગેરે ત્રેસઠ ઈંદ્રોએ તીર્થ જલવડે એ તેરમાં તીર્થકરને અનુક્રમે નાત્ર કર્યું. પછી પ્રભુને ઈશાન ઇંદ્રના ઉલ્લંગમાં બેસાડી શક ઇંદ્ર, પર્વતના શિખરમાંથી નીકળેલા જાણે નિઝરણું હોય તેવા વૃષભના શીંગડામાંથી નીકળતા જલપ્રવાહવડે સ્નાન કરાવ્યું. પછી ઈદ્ર માણિક્યને જેમ માર્જન કરે તેમ સ્નાત્રજળ વડે આ પ્રભુના અંગનું દેવદૂષ્ય વસ્ત્રવડે ભાજન કર્યું. પછી નંદનવનમાંથી લાવેલા ગશીર્ષ ચંદનવડે શ્યામાદેવીના કુમારના શરીર ઉપર દેવદૂષ્ય વસ્ત્રને ભ્રમ આપે એવું વિલેપન કર્યું. વિચિત્ર માલાઓથી અને દિવ્ય વસ્ત્રઅલંકારોથી પ્રભુનું અર્ચના કરી છેવટે આરતી ઉતારી શક્ર ઈદ્ર આ પ્રમાણે સ્તુતિ કરી - હે જગત્પતિ ! ચોતરફ પ્રસરતા મેહરૂપી અંધકારથી, અતિ કોપ કરનારા જટાધારી “ તાપસરૂપી નિશાચરોથી, બુદ્ધિરૂપ સર્વસ્વને હરનારા ચાર્વાકરૂપી તસ્કરોથી, માયાક“પટમાં ઘણા નિપુણ એવા બ્રાહ્મણરૂપી શિયાળાથી, મંડલી થઈને ફરતા કે લાચાર્યરૂપી નાહારથી, અનેક પ્રકારની ચેષ્ટા કરતા પાખંડીરૂપ ઘુવડ પક્ષીઓથી અને વિવેકરૂપ “નેત્રને લુપ્ત કરનારા મિથ્યાત્વ રૂપ અંધકારથી, તથા અભુત પદાર્થના સર્વ પ્રકારના અજ્ઞાનથી આ સમય ઘણું કાળથી રાત્રિની જેમ આ ભરતક્ષેત્રમાં પ્રવર્તતો હતો, તેમાં આપ જેવા સ્વામીરૂપ સૂર્યનો ઉદય થતાં અત્યારે પ્રભાતકાલ થયેલ છે. નીચા સ્થાનમાં “જનારી આ સંસારરૂપી નદી કે જે અત્યારસુધી નીચ જાએ ઉલ્લંઘન કરી શકાઈ નથી તે હવે તમારા ચરણરૂપ સેતુને પ્રાપ્ત કરી સુખે ઉલ્લંઘન કરવા ગ્ય થઈ છે. હું ધારું છું કે જે ભવ્યજનો તમારા શાસનરૂપી નિશ્રેણી ઉપર ચડ્યા છે તે થોડા કાલમાં “ઊંચા લોકાગ્ર ઉપર ચડી ચુક્યા જ છે. ગ્રીષ્મઋતુના તાપથી તપેલા વટેમાર્ગ“ઓને જેમ વર્ષાદ પ્રાપ્ત થાય તેમ સ્વામી વગરના એવા અમેને ચીરકાળે તમે એક “ઉત્તમ સ્વામી પ્રાપ્ત થયેલા છે.” આ પ્રમાણે એ તેરમા તીર્થંકરની સ્તુતિ કરીને ઈદ્ર જેમ આવ્યું હતું તેમ પાછો શ્યામાદેવી પાસે જઈ પ્રભુને ત્યાં સ્થાપન કર્યા. પછી શક્રઈદ્ર પ્રભુના વાસગૃહથી અને બીજા ઈદ્રો મેરૂ પર્વતથી કલ્યાણક યાત્રા કરીને વહાણવટીઓની જેમ પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા,
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy