SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે નારે અને ઊંચી ગ્રીવાવાળો એ અશ્વગ્રીવ કોને શંકા કરવા યોગ્ય નથી? જો કે એક વિદ્યા સિવાય તમારા બંનેને હયગ્રીવથી કાંઈપણ ન્યૂન નથી. વિદ્યા વિના પણ તમે તેને હણવાને સમર્થ છે. તે છતાં હું તમને પ્રાર્થના કરું છું કે તમારે વિદ્યાસિદ્ધિને માટે જરા શ્રમ કરે; જેથી તેનું વિદ્યાવડે કરેલું માયાયુદ્ધ પણ વ્યર્થ જાય.” જવલન જટીનાં આવાં વચન નેનો સ્વીકાર કરી, તેઓ શુદ્ધ વસ્ત્ર પહેરી વિદ્યાનું આરાધન કરવાને તૈયાર થયા. જવલજીએ તેમને વિદ્યા શિખવી, એટલે તે મંત્રબીજના અક્ષરને મનમાં સમરણ કરતા બંને ભાઈઓએ એકાગ્ર ચિત્તો સાત રાત્રિ નિગમન કરી. સાતમે દિવસે શેષનાગને પણ કંપ થયો, અને સર્વ વિદ્યાઓ ધ્યાનારૂઢ એવા બલભદ્ર તથા વાસુદેવને પ્રાપ્ત થઈ. ગારૂડી, રોહિણ, ભુવનક્ષોભણકૃપાણતંભની, સ્થાનશુંભની, વ્યોમચારિણી, તમિશ્રકારિણી, સિંહગાસિની, વૈરિહિની, વેગાભિગામિની, દિવ્યકાસિની, રંધવામિની, કૃશાનુવર્ષિણી, નાગવાસિની, વારિશેષણી, ધરિત્રવારિણ, બંધમેચની, વિમુક્તકુતળા, નાનારૂપિણ. લેહશંખલા, કાલરાક્ષસી, છત્રદશદિકા, ક્ષણશૂલિની, ચંદ્રમૌલિ, રૂક્ષમાલિની, સિદ્ધતાડનિકા, પિંગનેત્રા, વનપેશળા, ધ્વનિતા, અફિણા, ઘેષિણી અને ભીરૂભીષણું; આ પ્રમાણેના નામોવાળી વિદ્યાઓએ આવીને કહ્યું-“અમે તમારે વશ છીએ, વિદ્યા સિદ્ધ થવાથી બંને જણ ધ્યાનમુક્ત થયા. મહાત્માઓને પુણ્યના આકર્ષણથી શું શું પ્રાપ્ત નથી થતુ ? પછી ત્રિપૃષ્ણ વાસુદેવે પોતાના જયેષ્ઠ બંધુ અચલ બલભદ્ર સાથે પ્રજાપતિ અને જવલનજટી વિગેરેથી યુક્ત એવું મેટું સેન્સ લઈ શુભ દિવસે પ્રયાણ કર્યું. જાણે ગરૂડો હોય તેવા વેગવાનું મોટા પંચરંગી અોથી, જાણે જયલક્ષ્મીના મંદિરે હોય તેવા શત્રુએ ને આસ્કંદ કરનારા રથી, એરાવતહસ્તીને ઉલ્લંઘન કરનારા મદદ્વત હાથીઓથી, જાણે કેશરીસિંહ હોય તેવા ફાલ ભરીને ચાલતા ઉત્તમ દિલથી અને આકાશચારી તથા ભૂમિચારી લોકોથી આકાશ અને ભૂમિને આચ્છાદન કરતે, સ્વજનની જેમ અનુકૂલ શુકને એ પ્રેરેલે, વાજિંત્રના નાદથી અને અશ્વ તથા ગજેના શબ્દોથી દિશાઓને ભેદત અને મેટા રીન્યના ભારથી પૃથ્વીને કંપાવતે ત્રિપૃષ્ટ વાસુદેવ, પિતાના દેશના સીમાડા પર રહેલો જાણે શિલાતંભ (પાળીઓ) હો ય તેવા ઉથાવત્ત પર્વત પાસે આવી પહોંચે. બંને સૈન્યમાં ‘તમે આ યુદ્ધભૂમિમાં સભ્ય થવા માટે આવો” એમ પિતાના સ્વરવડે જાણે દેવતાઓને બે લાવતા હોય તેમ વાજિંત્ર વાગવા લાગ્યા. દેવ અને દૈત્યના ઇદ્રોની જેમ રણની ઉત્કંઠાવાળા ત્રિપૃષ્ટ અને અશ્વગ્રીવના સૈન્ય સામસામે આવીને સ્થિત થયા. કવચ ધરીને સજજ થયેલા એ બંને સૈન્યોને કોલાહલ, અશ્વસૈન્ય ચૂર્ણ કરેલી પૃથ્વીની ૨જની જેમ દિશાઓમાં વ્યાપી ગ. સૌ ને નિશાનની પ્રજાએ ઉપર રહેલા સિંહ, અષ્ટાપદ્ધ, ચિત્તા હાથી અને વાનરેથી સર્વ આકાશ ભયંકર અરણ્યના જેવું દેખાવા લાગ્યું. નારદના જાણે બંધુ હોય તેમ કલહકીડા કરાવવામાં કુતૂહલવાળા અને સુભટને ઉત્સાહ આપવામાં ચતુર એવા ભાટચારણે રણભૂમિમાં ફરવા લાગ્યા. ત્યારપછી બંને સૈન્યએ યુદ્ધનો આરંભ કર્યો. તેઓના બાણોની શ્રેણીથી જાણે આકાશમાં પક્ષીઓ ઉડતા હોય તે દેખાવ થઈ રહ્યો. તે વખતે અરણ્યમાં વૃક્ષની શાખાએના અગ્રભાગના પરસ્પર સંઘર્ષથી જેમ દાવાનળ ઉત્પન્ન થાય તેમ તે બંને સૈન્યના સૈનિકના યુદ્ધમાં પરસ્પર અથડાતા શસ્ત્રોથી અગ્નિ ઉત્પન્ન થયા. સમુદ્રમાં પરસ્પર અથડાવાથી જેમ અનેક જલજંતુઓનો વિનાશ થાય તેમ શસ્ત્ર શસ્ત્રવડે યુદ્ધ કરનારા અમિત પરાક્રમી અનેક સુભટને તે રણભૂમિમાં વિનાશ થયે. થોડીવારમાં સમુદ્રની વેલા જેમ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy