SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૪ થું નદીના જળને પરા મુખ કરે તેમ ત્રિપુષ્ટ વાસુદેવની અગ્રસેનાએ અશ્વગ્રીવની સેનાને પરામુખ કરી. તત્કાળ પિતાના અગ્ર સૈન્યનો ભંગ થતે જોઈને જાણે આંગળીના અગ્ર ભાગને ભંગ થયો હોય તેમ અશ્વગ્રીવના પક્ષના વિદ્યાધરો ઘણું કોપાયમાન થયા. પ્રચંડ ભુજાવાળા તેઓ રણભૂમિમાં એટલા બધા ઉત્કટ થઈ ગયા કે જાણે યમરાજના સચીવપણુની મુદ્રાને પ્રાપ્ત કરી આવેલા પિશાચ હોય તેવા તેઓ જણાવા લાગ્યા. તેઓમાં વિકટ અને ઉત્કટ દાંતવાળા, વિશાળ વક્ષસ્થલવાળા તેમજ શ્યામ અને ભયંકર આકૃતિવાળા રાક્ષસે, જાણે અંજનાચલ પર્વતના શિખરે હોય તેવા જણાવા લાગ્યા, કેટલાક વિદ્યાધરે પુંછડારૂપી ડળના પછાડવાથી પૃથ્વીને કાડી નાખતા અને મંડલા ગ્રની ક્રિયાને કરનારા નખોવાળા કેશરીસિંહો થયા; કેટલા એક પિતાની શુઢાથી તૃણના પુળાની જેમ હસ્તીઓને આકાશમાં ઉછાળનારા તેમજ જાણે ઊંચા શિખરવાળા પર્વત હોય તેવા અષ્ટાપદ પશુઓ થયા; કેટલાએક પુંછડાઓને પૃથ્વી પર પછાડતા અને દાંતથી વૃક્ષોને મરડી નાખતા સિંહ તથા હસ્તીની આકૃતિ જેવા પણ વિકરાળ એવા વરાળ જાતના પશુઓ થયા અને બીજા કેટલાએક ચિત્તા, સિંહ, વૃષભ, દંશ અને નાર વિગેરે શિકારી પ્રાણીઓનાં રૂપ કરીને તૈયાર થયા. પછી જાણે યમરાજને બોલાવતા હોય તેમ ભયંકર શબ્દો કરતા તે વિદ્યાધરે વેગથી ત્રિપૃષ્ટના સૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યા. તેથી જેઓના મુખ લાનિ પામી ગયા છે અને જેમને ઉત્સાહ ભંગ થઈ ગયા છે એવા પ્રજાપતિ રાજાના પુત્ર ત્રિપૃષ્ટ વાસુદેવના સુભટો તત્કાળ વિચાર કરવા લાગ્યા કે “અહા ! આ શું થયું ? શું અમે માર્ગની ભ્રાંતિથી આ યમરાજના નગરમાં આવ્યા ? અથવા શું રાક્ષસેના નિવાસસ્થાનમાં આવ્યા કે ભયંકર વિંધ્યસ્થળમાં આવ્યા ? અથવા શું અશ્વગ્રીવની આજ્ઞાથી આ સર્વ ભૂત અને ક્રૂર પ્રાણીઓ અમોને હણી નાખવાને માટે પોતપોતાના સ્થાનકેથી અહીં આવ્યા છે? ખરેખર એક કન્યાને નિમિત્ત આ પ્રલયકાલ પ્રાપ્ત થયેલ છે. આ સમયમાં જે ત્રિપૃષ્ટ રાજા પિતે જય મેળવે તે અમારે પુરૂષાર્થ રહ્યો એમ સમજવાનું છે. ” આ પ્રમાણે ચિંતામાં નિમગ્ન અને બુદ્ધિ રહિત થયેલા તે સુભટે જ્યારે રણમાંથી પાછા વળવાને ઈચ્છવા લાગ્યા ત્યારે જવલન જટીએ આવી ટિપૃષ્ટને કહ્યું “આ સર્વ વિદ્યાધરની કેવળ માયા છે; આમાં કાંઈપણ સત્ય નથી, હું તે બરાબર જાણું છું. કારણકે સર્પને ઘસારે સર્પ જ જાણે. બીજે ન જાણે. એ મંદ બુદ્ધિવાળા વિદ્યાધરોએ આવી માયા બતાવીને પોતાની અશક્તિ બતાવી આપી છે. કારણકે શક્તિવાન્ એવો કો પુરુષ આવી બાળકને બીવડાવવા જેવી ઈરછા કરે છે માટે હે મહાવીર ! બેઠા થાઓ, રથ ઉપર આરૂઢ થાઓ, અને આ શત્રુઓને માનરૂપી ઊંચા પર્વત ઉપરથી હેઠા ઊતારે. કિરણેથી ઉદ્યત થયેલા સૂર્યની જેમ તમે રથારૂઢ થશે ત્યારે પછી કયા પુરૂષનું તેજ વૃદ્ધિ પામશે આ પ્રમાણે જવલન જટીએ કહ્યું, એટલે મહારથીઓમાં અગ્રેસર એવે ત્રિપૃષ્ટ વાસુદેવ સૈન્યને આશ્વાસન આપી મોટા રથ ઉપર આરૂઢ થયો, અને મેટી ભુજાવાળા અચલ બલરામ પણ સંગ્રામના રથ ઉપર બેઠા. કારણકે બીજી કોઈ વખતે પણ પોતાના લઘુ બંધુને એકલા મૂકતા નહીં તે યુદ્ધ વખતે તે તેને એકલા કેમજ મૂકે? પછી સિંહા જેમ ગિરિના શિખર ઉપર ચડે તેમ જવલનનટી વિગેરે વિધાધરે પણ રથ ઉપર આરૂઢ થયા. તે વખતે વાસુદેવના પુણ્યથી આકર્ષાયેલા દેવતાઓએ આવીને ત્રિપૃષ્ટ વાસુદેવને | નામે દિવ્ય ધનુષ, કૌમાદકી ના મે ગદા, પાંચજન્ય નામે શંખ, કૌસ્તુભ નામનો મણિ, નંદક નામે ખડગ અને વનમાળા નામે એકમાળા અર્પણ કરી. તેમજ બલભદ્રને ૧૩
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy