SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ પર્વ ૪ થું ખેંચી જાય છે. આ બાળક સાહસ કરનારો છે, તેથી કદિ અષ્ટાપદની જેમ એકદમ ઉછળીને તે પિતાનોજ ભંગ કરશે તો તમારું હિત અહીં બેઠા બેઠા સિદ્ધ થશે. હે પૃથ્વીપતિ! જે કદિ આમ બેસી રહેવાનું સહન કરવાને તમે અસમર્થ હો તો તમારા રસૈન્યને તેની સામે જવાની આજ્ઞા કરે. કેમકે તમારા સૈન્યના પરાક્રમને પણ કેણ સહન કરી શકે એમ છે ? રાજાએ અભિમાનના આવેશથી મંત્રીની આવી સત્ય અને હિતકારી વાણીને અનાદર કર્યો. ગવરૂપી મદિરાના કેફવાળા પુરૂષોને ચેતના કયાંથી હોય! “અરે મંત્રી! તું કાયર જણાય છે. એ પ્રમાણે કહી મંત્રીને તિરસ્કાર કરી કોપ પામેલા રાજાએ સેવકની પાસે તરતજ પ્રસ્થાનને દુંદુભિ વગડાવ્યો. તે દુંદુભિના શબ્દથી જાણે પાસે જ રહ્યા હોય તેમ સર્વ સૈનિકો સર્વ સામગ્રી સાથે દૂરથી પણ તત્કાળ ત્યાં આવીને એકઠા થયા. પછી અશ્વગ્રીવે સ્નાનગૃહમાં જઈ ગંગાના નિમલ અને ઊંચા તરંગો વડે હંસની જેમ ઝારીઓ . નિર્મળ જળવડે સ્નાન કર્યું, અને રેશમી વસ્ત્રથી શરીરને લુંછી દીવ્ય ધૂપવડે ધૂપિત થયો. પછી નંદનવનમાંથી લાવેલા ગશીર્ષ ચંદનવડે તેણે શરીરે વિલેપન કરી, છેડાવાળું શ્વેત વસ્ત્ર ધારણ કરી, તલવાર બાંધી, પુરોહિતે જેને તિલક કરેલું છે એ એ રાજાઓમાં તિલકરૂપ મહારાજા ચારણુભાટોથી સ્તુતિ કરાતો, ઉજજવલ છત્ર અને ચામર સહિત, મદથી પૃથ્વીનું સિંચન કરતા એવા એક મોટા હાથી ઉપર આરૂઢ થયા. અનિવાર્ય શક્તિવાળા હાથીઓ, અ અને રથોથી પરિવારિત થઈ અવઝીવ રાજા પર્વતોને પણ ચલાયમાન કરતો ત્યાંથી ચાલ્યો. માર્ગમાં ચાલતાં પ્રચંડ પવનથી હીંચકા ખાતા એવા તેના છત્રનો દંડ વૃક્ષની જેમ ભાંગી ગયે; અને વૃક્ષ પરથી પુષ્પની જેમતેમજ આકાશમાંથી તારાની જેમ અશ્વગ્રીવના મસ્તક ઉપરથી છત્ર ભૂમિ પર પડી ગયું. જ્યેષ્ઠ માસમાં સરોવરની જેમ અને શરદઋતુમાં કાદવની જેમ તેના હાથીનો મદ તરત સુકાઈ ગયે; જાણે કાળથી ભય પાસે હોય તેમ તેણે મૂત્રાત્સર્ગ કરવા માંડે અને વિરસપણે ગજના કરી પોતાનું મસ્તક નીચું નમાવ્યું. ચારે તરફ રજની વૃષ્ટિ, રૂધિરની વૃષ્ટિ, દિવસે નક્ષત્રોનું અવલોકન, ઉકાપાત અને વિજળીનું પડવું ઈત્યાદિક ઉત્પાત થવા લાગ્યા. ઊંચું મુખ કરી શ્વાને દીન સ્વરે રેવા લાગ્યા, શશલાઓ પ્રગટ થવા લાગ્યા, ચિલ્લાઓ આકાશમાં ફરવા લાગ્યા, કાકલ પક્ષીઓ પોકારવા લાગ્યા, માથા ઉપર ગીધ પક્ષીઓ વધવા લાગ્યા, અને કપોત પક્ષી વજા ઉપર આવી બેઠે. આ પ્રમાણે અશ્વગ્રીવ શાને અપશુકન થયાં. આવાં નઠારાં શુકનોને પણ અવગણીને યમરાજના પાસેથી જાણે આકર્ષાયા હોય તેમ તે ઉછું ખલ થઈને આગળ ચાલ્યા. તે વખતે આવા અપશુકન થવાથી ઉત્સાહ રહિત થયેલા વિદ્યાધર અને રણની ઉત્કંઠા વગરના રાજાઓ સ્વાધીન છતાં પણ જાણે તેઓને વેઠે પકડયા હોય તેમ આવી આવીને અશ્વગ્રીવને વીટાઈ વળ્યા. સંપૂર્ણ રસૈન્યવાળે થયેલ તે હયગ્રીવ અનુક્રમે પ્રયાણ કરતો કરતો રથાવત્તને પરિસ્કાર કરનારા એવા રથાવત્ત પર્વત સમીપે આવી પહોંચ્યો ત્યાં જાણે વૈતાઢય ગિરિ હોય તેમ એ પર્વતની નીચેની ભૂમિ ઉપર અશ્વગ્રીવના હુકમથી વિદ્યાધરના સૈન્યએ નિવાસ કર્યો. આ તરફ પિતનપુરમાં વિદ્યાધરના રાજા જવલન જટીએ બલભદ્ર અને વાસુદેવને કઈ તમારામાં સ્વાભાવિક એવી શક્તિ છે કે જેની સામે કોઈપણ ટકી શકે તેમ નથી. તથાપિ પ્રેમવડે ભીરૂ થઈ હું તમને કહું છું; કારણ કે પ્રેમ અસ્થાને પણ ભય બતાવનાર છે, વિદ્યાથી દુર્મદ, બલવાન, તીવ્ર, અનેક રાજાઓની સહાયવાળ, નિરંતર વિજય કર
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy