SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જુ ૫૧ અને જાણે શૂરવીરને જયધ્વજ હોય તેમ પુછને ઉલાળતા કેશરીસિંહ દીઠે. ચોથે સ્વને પદ્મ જેવા લેનવાળી, પદ્મમાં નિવાસ કરનારી અને દિગૂગજેન્દ્રોએ પિતાની શુઢથી ઉપાડેલા પૂર્ણકુથી શેભરી લમીદેવી દડી. પાંચમે સ્વપ્ન નાના પ્રકારનાં દેવવૃક્ષોનાં પુખેથી શું થેલી, સરલ અને ધનુષ્યધારીએ આરોહણ કરેલ ધનુષ્ય જેવી લાંબી પુષ્પમાળા દીઠી. છઠે સ્વપ્ન જાણે પિતાના મુખનું પ્રતિબિંબ જ હોય તેવું, આનંદને કારણરૂપ અને કાંતિસમૂહથી જેણે દિશાઓને પ્રકાશિત કરેલી છે એવું ચંદ્રમંડળ દીઠું'. સાતમે સ્વને રાત્રિને વિષે પણ તત્કાળ દિવસના ભ્રમને કરાવનાર, સર્વ અંધકારને નાશ કરનાર અને વિસ્તાર પામતી કાંતિવાળે સૂર્ય જે. આઠમે સ્વને ચપલ કાનવડે જેમ હસ્તી શેભે તેમ ઘુઘરીઓની પંક્તિના ભારવાળી અને ચલાયમાન એવી પતાકાવડે શેભતો મહાધ્વજ દીઠે. નવમે સ્વને વિકસિત કમળથી જેને મુખભાગ અચિત કરેલ છે એ, સમુદ્ર મંથન કરવાથી નીકળેલા સુધાકુંભ જેવા અને જળથી ભરેલો સુવર્ણને કલશ દીઠે. દશમે સ્વપ્ન જાણે આદિ અહ“તની સ્તુતિ કરવાને અનેક મુખવાળું થયું હોય તેમ ભ્રમરના ગુંજારવવાળા અનેક કમળથી શોભતું મહાન ઉપવાકર જોયું. અગ્યારમે સ્વને પૃથ્વીમાં વિસ્તાર પામેલા શરદઋતુના મેઘની લીલાને ચેરનાર અને ઊંચા તરંગેના સમૂહથી ચિત્તને આનંદ આપનાર ક્ષીરનિધિ દીઠે. બારમે સ્વપ્ન જાણે ભગવાન્ દેવપણુમાં તેમાં રહ્યા હતા તેથી પૂર્વના નેહથી આવ્યું હોય તેવું ઘણું કાંતિવાળું વિમાન દીઠું. તેરમે સ્વને જાણે કઈ કારણથી તારાઓને સમૂહ એકત્ર થયા હોય તેવા અને એકત્ર થયેલી નિર્મળ કાંતિના સમૂહ જે રત્નપુંજ આકાશમાં રહેલે દીઠે. ચૌદમે સ્વપ્ન વૈલોક્યમાં રહેલા તેજસ્વી પદાર્થોનું જાણે પિંડીભૂત થયેલું હોય તે (પ્રકાશમાન) નિધૂમઅગ્નિ મુખમાં પ્રવેશ કરતે દીઠે. રાત્રિના વિરામ સમયે, સ્વપ્નને અંતે વિકસ્વર મુખવાળી સ્વામિની મરુદેવા કમલિનીની પિઠ પ્રબોધ પામ્યા (જાગૃત થયા) અને તેમણે જાણે પિતાના હૃદયની અંદર હર્ષ માટે ન હોય તેથી, તે સ્વપ્ન સંબંધી સવ વૃત્તાંત કેમલ અક્ષરોથી ઉગાર કરતા હોય તેમ યથાર્થ નાભિરા જાને કહી સંભળાવ્યું. નાભિરાજાએ પોતાના સરલ સ્વભાવને અનુસરતી રીતે સ્વપ્નનો વિચાર કરી “તમને ઉત્તમ કુલકર પુત્ર થશે એમ કહ્યું. તે સમયે સ્વામીની માત્ર કુલકરપણથી જ સંભાવને કરી એ અયુક્ત છે એમ ધારી જાણે કોપાયમાન થયા હોય તેમ ઇંદ્રના આસન કંપાયમાન થયા. અમારા આસન અકસમાત્ છે. 'યા ? એવો ઉપગ દેતાં, ભગવાનના ચ્યવનની હકીકત ઇંદ્રિોના જાણવામાં આવી એટલે તત્કાળ સંકેત કરેલા મિત્રોની જેમ એકઠા થઈ સર્વ ઇદ્રો ભગવાનની માતાને સ્વપ્નાર્થ કહેવા માટે ત્યાં આવ્યા. પછી અંજલિ જેડી વૃત્તિકાર જેમ સૂત્રના અર્થને સ્કુટ કરે તેમ વિનયપૂર્વક સ્વપ્નાર્થ ને સ્કુટ કરવા લાગ્યા–“હે સ્વામિની'તમે સ્વપ્નામાં પ્રથમ વૃષભ જે તેથી તમારે પુત્ર મોહરૂપી પંકમાં ખેંચી ગયેલા ધર્મરૂપી રથને ઉદ્ધાર કરવામાં સમર્થ થશે. હે દેવિ ! હસ્તીના દર્શનથી તમારો પુત્ર મહંત પુરુષોને પણ ગુરુ અને ઘણા બળને એક સ્થાનકરૂપ થશે. સિંહના દર્શનથી તમારે પુત્ર મહંત પુરુષમાંસિંહરૂપ, ધીર, નિર્ભય, શૂરવીર અને અખલિત પરાક્રમવાળે થશે. હે દેવ ! તમે સ્વપ્નમાં લક્ષમીદેવી દીઠી તેથી સવા પુરુષોમાં ઉત્તમ એવો તમારો પુત્ર વૈલોક્યની સામ્રાજ્યલક્ષમીને પતિ થશે. પુષ્પમાળા જઈ તેથી તમારે પુત્ર પુણ્ય દર્શનવાળે થશે અને અખિલ જગત્ તેની આજ્ઞાને માળની પેઠે મસ્તક ઉપર વહન કરશે. હે જગન્માતા ! તમે સ્વપ્નામાં પૂર્ણચંદ્ર દીઠે તેથી તમારે પુત્ર મનહર અને નેત્રને આનંદ આપનાર ૧ પાકર-પદ્ધસરેવર. ૨ ક્ષીરસમુદ્ર
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy