SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સર્ગ ૨ જો અને પ્રતિરૂપા નાગકુમારમાં ઉત્પન્ન થઈ. પ્રસેનજિત્ પણ પોતાના પિતાની પેઠે સ જીગલીઆના રાજા થયા, કેમકે મહાત્મા લેાકેાના પુત્રો ઘણું કરીને મહાત્મા જ થાય છે. કામાજના જેમ લજજા અને મર્યાદાનું ઉલ્લ‘ઘન કરે તેમ તે સમયના યુગલીઆએ હાકાર અને માકાર નીતિનું પણ ઉલ્લઘન કરવા લાગ્યા, ત્યારે પ્રસેનજિત્ અનાચારરૂપી મહાભૂતને ત્રાસ કરવામાં મ`ત્રાક્ષર જેવી ત્રીજી ધિક્કાર નીતિના ઉપયોગ કરવા લાગ્યા. પ્રયાગમાં કુશળ એવા તે પ્રસેનજિત્, ત્રણ કુશથી જેમ હાથીને શિક્ષા કરે તેમ ત્રણ નીતિથી સર્વ યુગલીઆએને શિક્ષા કરવા લાગ્યા. પછી કેટલેક કાળે તે યુગ્મદ'પતી ક્ષીણુ આયુષ્યવાળા થયા, તેવામાં ચક્ષુઃકાંતા એ સ્ત્રીપુરુષરૂપ યુગ્મને જન્મ આપ્યા. સાડાપાંચશે ધનુષ પ્રમાણ શરીરવાળા તે, અનુક્રમે વ્રુક્ષ અને તેની છાંયડી પેઠે સાથે વધવા લાગ્યા. તે બ'ને યુગ્મધર્મી મરુદેવ અને શ્રીકાંતા એવા નામથી આ લાકમાં ખ્યાતિ પામ્યા. સુવણુ જેવી કાંતિવાળા તે મરુદેવ, પોતાની પ્રિયંગુલતા સદેશ વર્ણવાળી પ્રિયાવડે, નંદનવનમાં રડેલી વૃક્ષશ્રેણિથી કનકાચલ (મેરુ) શેલે તેમ શે।ભવા લાગ્યા. પ્રસેનજિત્ કાળ કરીને દ્વીપકુમારમાં ઉત્પન્ન થયા અને ચક્ષુઃકાંતા કાળ કરીને નાગકુમારમાં ગઈ. મરુદેવ સર્વ યુગલીઓને તે જ નીતિના ક્રમથી ઇંદ્ર જેમ દેવતાને શિક્ષા કરે તેમ શિક્ષા કરવા લાગ્યા. મરુદેવ અને શ્રીકાંતાના પ્રાંતકાળની વખતે તેમનાથી નાભિ અને મરુદેવા એ નામનુ` યુગ્મ થયું. સવાપાંચશે' ધનુષ પ્રમાણ શરીરવાળા તેએ ક્ષમા અને સંયમની પેઠે સાથે જ વૃદ્ધિ પામવા લાગ્યા. મરુદેવા પ્રિય ગુલતા જેવી કાંતિવાળી અને નાભિ સુવર્ણ જેવી કાંતિવાળા હતા, તેથી જાણે પોતાના માતાપિતાના પ્રતિબિંબ હેાય તેવા તે શેાભતા હતા. તે મહાત્માઓનુ આયુષ્ય તેમના માતપિતા મરુદેવ અને શ્રીકાંતાના આયુષ્યથી કાંઈક ન્યૂન-સંખ્યાતા પૂત્ર નું થયું. મરુદેવ કાળ કરીને દ્વીપકુમારમાં ઉત્પન્ન થયા અને શ્રીકાંતા પણ તે જ વખતે કાળ કરીને નાગકુમારમાં ઉત્પન્ન થઈ. તેઓના મૃત્યુ પામ્યા પછી નાભિરાજા યુગલીઆના સાતમા કુલકર॰ થયા. તે પણ પૂર્વોક્ત ત્રણ પ્રકારની નીતિવર્ડ જ યુગ્મધર્મી મનુષ્યાને શિક્ષા કરવા લાગ્યા. ત્રીજા આરાના ચારાશી લક્ષ પૂર્વ અને નવ્યાશી પક્ષ (ત્રણ વ, સાડાઆઠ માસ ) ખાકી રહ્યા હતા એવા સમયે આષાઢ માસની કૃષ્ણ ચતુર્દશીને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચદ્રના ચાગ આવતાં વજ્રનાભના જીવ, તેત્રીશ સાગરે પમનું આયુષ્ય ભોગવી સર્વાર્થ - સિદ્ધ વિમાનમાંથી ચ્યવી, જેમ માનસ સરોવરથી ગગાના તટમાં હંસ ઉતરે તેમ, નાભિ કુલકરની સ્ત્રી મરુદેવાના ઉદરમાં અવતર્યા. પ્રભુ ગર્ભમાં આવ્યા તે સમયે પ્રાણીમાત્રના દુઃખના ઉચ્છેદ થવાથી શૈલેાકયમાં સુખ થયું અને સર્વ સ્થાનકે મોટા ઉદ્યોત થયા. જે રાત્રિએ દેવલાકમાંથી ચ્યવીને પ્રભુ માતાના ઉદરમાં આવ્યા તે જ રાત્રિએ નિવાસભુવનમાં સૂતેલી મરુદેવાએ ચતુ શ મહાસ્વપ્ના દીઠાં. તેમાં પ્રથમ સ્વપ્નું ઉજજવળ, પુષ્ટ ધવાળા, તેમજ સરલ પુચ્છવાળા, સુવર્ણની ઘુઘરમાળવાળા અને જાણે વિદ્યુત સહિત શરદઋતુના મેઘ હોય તેવા વૃષભ જોયા. બીજે સ્વપ્ને શ્વેત વર્ણવાળા, ક્રમથી ઊંચા, નિરંતર ઝરતા મદની નદીથી રમણીય અને જાણે ચાલતા કૈલાસ પર્વત હોય તેવા ચાળ, દાંતવાળા હસ્તી જોયા. ત્રીજે સ્વપ્ને પીળા નેત્રવાળા, દીઘ જિહુવાવાળા, ચપલ કેશરાવાળા ૧. પહેલા વિમલવાહન, ખીજા ચક્ષુષ્માન્, ત્રીજા યશસ્વી, ચેાથા અભિચ, પાંચમા પ્રસેનજિત, છઠ્ઠા ભદેવ અને સાતમા નાભિ કુલકર થયાં. કુલકર સંજ્ઞા યુગલીઆના રાજાને માટે છે,
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy