SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પર સર્ગ ૨ જે થશે. સૂર્ય દીઠે તેથી તમારે પુત્ર મેહરૂપી અંધકારને નાશ કરી જગત્માં ઉદ્યોત કરનાર થશે અને મહાધ્વજ દીઠે તેથી તમારે આત્મજ આપના વંશમાં મોટી પ્રતિષ્ઠાવાળે ૧ ધમધવજ થશે. હે માતા ! તમે સ્વપ્નમાં પૂર્ણ કુંભ જે તેથી તમારે પુત્ર સર્વ અતિશયેનું પૂર્ણ પાત્ર થશે- અર્થાત્ સર્વ અતિશયયુક્ત થશે. પદ્મસરોવર જેવું તેથી તમારે સુત સંસારરૂપી અટવીમાં પડેલા મનુષ્યને (પાપરૂપ) તાપને હરશે અને તમે સમુદ્ર જોયે છે તેથી તમારો પુત્ર અવૃષ્ય છતાં પણ તેમની સમીપે અવશ્ય જવા ગ્ય થશે. હે દેવિ ! તમે સ્વપ્નને વિષે ભુવનમાં અદ્દભુત એવું વિમાન જોયું તેથી તમારો પુત્ર વૈમાનિક દેવેથી પણ સેવાશે. અંકુરિત કાંતિવાળે રત્નપુંજ જે છે તેથી તમારો તનય સર્વ ગુણરૂપ રત્નોની ખાણ તુલ્ય થશે અને તમે તમારા મુખમાં પ્રવેશ કરતે જાજવલ્યમાન અગ્નિ જોયે છે તેથી તમારે પુત્ર અન્ય તેજસ્વીઓના તેજને દૂર કરનારે થશે. હે સ્વામિનિ ! તમે ચૌદ સ્વપ્ન જોયાં છે તે એવું સૂચવે છે કે –તમારે પત્ર ચૌદ રાજલોકનો સ્વામી થશે.” આવી રીતે સ્વપ્નાર્થ કહીને તેમજ મરૂદેવા માતાને પ્રણામ કરીને સર્વ ઇદ્રો પોતપોતાને સ્થાનકે ગયા, સ્વામિની મરૂદેવા પણ સ્વપ્નાર્થની વ્યાખ્યારૂપી સુધાવડે સિંચાયાથી, વરસાદના જળવડે સિંચાયાથી પૃથ્વી જેમ ઉલાસ પામે તેમ ઉલાસને પામ્યા. હવે સુર્યથી જેમ મેઘમાળા શોભે, મુક્તાફળથી જેમ છીપ શોભે અને સિંહથી જેમ પર્વતની ગુફા શોભે તેમ મહાદેવી મરુદેવા તે ગર્ભથી શોભવા લાગ્યા. જો કે સ્વભાવથી જ તેઓ પ્રિયંગુલતા જેવા શ્યામ હતા, તે પણ શરદઋતુથી જેમ મેઘમાળ પાંડુવણું થાય તેમ ગર્ભના પ્રભાવથી તેઓ પાંડુવર્ણવાળા થયા, જગના સ્વામી અમારા પયનું પાન કરશે એવા હર્ષથી જ જાણે હોય તેમ તેમના સ્તને પુષ્ટ અને ઉન્નત જણાવા લાગ્યા. જાણે ભગવાનનું મુખ જેવાને અગાઉથી જ ઉત્કંઠિત થયાં હોય તેમ તેમના લેચન વિશેષ વિકાસ પામ્યા. તેમને નિતંબભાગ જે કે વિપુલ હતો, તે પણ વર્ષાકાળ વ્યતીત થયા પછી જેમ સરિતાના તટની ભૂમિ વિશાળ થાય તેમ વિશેષ વિશાળ થયે. તે મહાદેવીની સ્વભાવથી જ મંદ ગતિ હતી તે હવે મદાવસ્થાને પામેલા હસ્તીની પેઠે વિશેષ મંદ થઈ. પ્રાત:કાળે જેમ વિદ્વાન માણસની બુદ્ધિ વૃદ્ધિ પામે અને ગ્રીષ્મઋતુમાં જેમ સમુદ્રની વેલા વૃદ્ધિ પામે તેમ ગર્ભના પ્રભાવથી તેમની લાવણ્યલમી વિશેષ વૃદ્ધિ પામવા લાગી. તેઓ લોક્યના એકસારરૂપ ગર્ભ ધારણ કરતા હતા તો પણ તેમને કાંઈ ખેદ થતો નહોતો, કારણ કે ગર્ભવાસી અહિ તો એ પ્રભાવ હોય છે. પૃથ્વીના અંતરભાગમાં જેમ અંકુર વૃદ્ધિ પામે તેમ મરુદેવાના ઉદરમાં તે ગભ ગુપ્ત રીતે ધીમે ધીમે વધવા લાગ્યો. શીતળ જળમાં હિમકૃતિકા નાંખવાથી જેમ વિશેષ શીતળ થાય તેમ ગર્ભના પ્રભાવથી સ્વામિની મરુદેવા અધિક વિશ્વવત્સલ થયા. ગભમાં આવેલા ભગવાનના પ્રભાવથી, યુગ્મધમી લોકોમાં નાભિરાજા પોતાના પિતાથી પણ અધિક માન્ય થઈ પડ્યા. શરદઋતુના વેગથી જેમ ચંદ્રનાં કિરણે અધિક તેજવાળાં થાય તેમ સર્વ કલ્પવૃક્ષો વિશિષ્ટ પ્રભાવવાળાં થયાં. જગમાં તિર્યંચ અને મનુષ્યનાં પરસ્પર વૈર શાંત થઈ ગયાં, કારણ કે વર્ષાકાળના આવવાથી સર્વ ઠેકાણે સંતાપ શાંત થઈ જાય છે. ૧. અહીં એ પણ અર્થ નીકળે છે કે મેટા વંશ-વાંસડામાં સ્થાપન કરેલે અટલે એક હાર જન ઊંચા ધર્મધ્વજવાળો તે થશે ૨. ન ધસારે કરી શકાય તેવું. ૩. બરફ.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy