SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જે ૪૩ સાગરચંદ્ર “આ શું છે ?” એમ સંભ્રમ પામીને દેડ. ત્યાં જઈને જુવે છે તે વ્યાઘ જેમ મૃગલીને પકડે તેમ પૂર્ણભદ્ર શેઠની પ્રિયદર્શીના નામે કન્યાને બંદીવાનોએ પકડેલી તેણે દીઠી. જેમ સર્ષની ગ્રીવા ભાંગીને મણિ ગ્રહણ કરે તેમ સાગરચંદ્ર એક બંદીવાનના હાથમાંથી છરી ખેંચી લીધી. આવું તેનું પરાક્રમ જોઈ બીજા બંદીવાનો નાસી ગયા; કારણ કે “જાજવલ્યમાન અગ્નિને જઈ વ્યાધ્રો પણ નાસી જાય છે.' એવી રીતે સાગરચંદ્ર, કઠીઆરા લોકોની પાસેથી આમ્રલતાની જેમ પ્રિયદર્શનાને છોડાવી. તે સમયે પ્રિયદર્શનાને વિચાર થયે-“પપકાર કરવાના વ્યસની પુરુષોમાં મુખ્ય એ આ કેણ હશે? અહો ! મારા સદ્દભાગ્યની સંપત્તિઓથી આકર્ષણ કરેલ આ પુરુષ અહીં આવી ચડો તે સારું થયું ! કામદેવના રૂપને તિરસ્કાર કરનાર એ પુરુષ મારે ભર્તાર થાઓ.” એમ ચિંતવન કરતી પ્રિયદર્શના પિતાના મંદિર તરફ ગઈ. સાગરચંદ્ર પણ જાણે પરોવાઈ ગઈ હોય તેમ પ્રિયદર્શનાને પિતાના હૃદયમાં રાખી અકદસ મિત્રની સાથે પોતાને ઘેર ગયે. તેના પિતા ચંદનદાસે પરંપરાથી એ વૃત્તાંત જા. તે વૃત્તાંત ગુપ્ત પણ કેમ રહે ? ચંદનદાસે એ વૃત્તાંતથી પોતાના હૃદયમાં વિચાર્યું-“આ પુત્રને પ્રિયદર્શના ઉપર રાગ થયે છે તે યુક્ત છે; કેમકે કમલિનીને રાજહંસ સાથે જ મિત્રાઈ થાય છે, પરંતુ સાગરચંદ્ર આવું ઉભટપણું કર્યું તે યુક્ત નથી, કારણ કે પરાક્રમવાળા પણ વણિકોએ પોતાનું પરાક્રમ પ્રકાશિત કરવું નહીં. વળી સાગરચંદ્ર સ્વભાવે સરલ છે. તેને માયાવી અશકદત્તની સાથે મિત્રાઈ થઈ છે તે કદલીના વૃક્ષને જેમ બદરી વૃક્ષનો સંગ હિતકર નથી તેમ હિતકારક નથી,” એમ ઘણીવાર સુધી વિચાર કરી, સાગરચંદ્ર કુમારને બોલાવી જેમ ઉત્તમ હસ્તિને તેને મહાવત શિક્ષા આપવાનો આરંભ કરે તેમ મીઠાં વચનથી શિક્ષા આપવાને અeભ કર્યો. વત્સ સાગરચંદ્ર ! શાસ્ત્રને અભ્યાસ કરવાથી તું વ્યવહારને સારી રીતે જાણે છે તે પણ હું તને કાંઈક કહું છું. આપણે વણિકો કળા કૌશલ્યથી જીવનારા છીએ, તેથી આપણે અનુદ્દભટ એવા મનહર વેષવાળા હોઈએ તે જ આપણી નિંદા ન થાય. માટે તારે યૌવન અવસ્થામાં પણ ગૂઢ પરાક્રમવાળા રહેવું જોઈએ. જગતમાં સામાન્ય અર્થને વિષે પણ વણિકે આશંકાયુક્ત વૃત્તિવાળા કહેવાય છે. સ્ત્રીઓનું શરીર જેમ ઢાંકેલું જ શોભાને પામે છે તેમ હંમેશાં આપણી સંપત્તિ, વિષયક્રીડા અને દાન-એ સર્વે ગુપ્ત જ શોભે છે. જેમ ઉંટના પગમાં બાંધેલું સેનાનું ઝાંઝર શોભે નહીં તેમ પોતાની જાતિને અનુચિત કર્મ શોભતું નથી, માટે હે વહાલા પુત્ર ! પોતાની કુળપરંપરાથી આવેલા યોગ્ય વ્યવહારમાં પરાયણ થઈ આપણે સંપત્તિની પેઠે ગુણને પણ પ્રચ્છન્ન રાખવા. અને સ્વભાવથી જ કપટયુક્ત ચિત્તવાળા દુર્જન હોય છે તેથી તેમને સંસર્ગ છેડી દેવ; કારણ કે દુર્જનને સંગ હડકાયાના ઝેરની પેઠે કાળોગે વિકારને પામે છે, હે વત્સ ! તારે મિત્ર અશોકદત્ત, કઢને રેગ પ્રસાર પામ્યાથી જેમ શરીરને દૂષિત કરે તેમ વધારે પરિચયથી તને દૂષિત કરશે. એ માયાવી, ગુણિકાની પેઠે હંમેશાં મનમાં જુદે, વચનમાં જુદો અને ક્રિયામાં પણ જુદે છે.” એ પ્રમાણે શેઠ આદરપૂર્વક ઉપદેશ કરી મૌન રહ્યા એટલે સાગરચંદ્ર મનમાં આ પ્રમાણે વિચારવા લાગે-“પિતાજી આવે ઉપદેશ કરે છે તેથી હું ધારું છું કે પ્રિયદર્શના સંબંધી વૃત્તાંત તેમના જાણવામાં આવ્યો છે અને આ મારો મિત્ર અશોકદર પિતાજીને ૧. ગુપ્ત.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy