SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સગે બી. આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહની અંદર શત્રુઓથી નહીં છતાયેલી એવી અપરાજિતા નામે નગરી હતી. તે નગરીમાં પોતાના પરાક્રમથી જગતને આક્રાંત કરનાર અને લકમીથી જાણે ઈશાનંદ્ર હોય તે ઈશાનચંદ્ર નામે રાજા હતા. ત્યાં ઘણી લક્ષમીવાળે ચંદનદાસ નામે શ્રેષ્ઠી રહેતે હતો. તે ધર્મિષ્ઠ પુરૂષોમાં અગ્રેસર અને જગતને આનંદ આપવામાં ચંદન જેવો હતો. તેને જગતના નેત્રને આનંદ ઉત્પન્ન થવાના કારણરૂપ સાગરચંદ્ર નામે પુત્ર હતે. સમુદ્ર જેમ ચંદ્રને આહ્લાદર આપે તેમ તે પુત્ર તેના પિતાને આ લાદ આપતો હતો. સ્વભાવથી જ સરલ, ધાર્મિક અને વિવેકી–એ - તે આખા નગરને એક મુખમંડન થઈ પડ હતો. એક વખત તે વણિક પુત્ર, ઈશાનચંદ્ર રાજાના દર્શનને માટે અને સેવાને માટે આવેલા સામંત રાજાઓથી વ્યાપ્ત થયેલા રાજભુવનમાં ગયે. ત્યાં આસન, તાંબુલદાન વગેરે સત્કારપૂર્વક તે વણિકસુતને, તેના પિતાની પેઠે રાજાએ ઘણું નેહથી જે. તે સમયે કોઈ એક મંગલપાઠક, રાજદ્વારમાં આવી શંખના ધ્વનિને પરાભવ કરનારી ગિરાથી આ પ્રમાણે કહેવા લાગ્યા–“રાજન ! આજે તમારા ઉદ્યાનમાં જાણે ઉદ્યાનપાલિકા હોય તેવી અનેક પુપે સજજ કરનારી વસંતલસ્મી વૃદ્ધિ પામેલી છે. વિકાસ પામેલા પુષ્પોની સુગંધથી દિશાઓના મુખને સુંગધી કરનાર તે ઉદ્યાનને ઇદ્ર જેમ નંદનવનને શોભે તેમ આ૫ શભા.” આવી મંગલપાઠકની વાણી શ્રવણ કરી રાજાએ દ્વારપાળને આજ્ઞા કરી-“આપણું નગરમાં એવી ઉદ્દઘોષણા કરાવો કે કાલે પ્રાતઃકાળે સર્વ લોકોએ આપણું ઉદ્યાનમાં જવું.” પછી રાજાએ પોતે સાગરચંદ્રને આદેશ કર્યો તમારે પણ આવવું.” સ્વામીની પ્રસન્નતાનું એ લક્ષણ છે. તે પછી રાજાએ વિસર્જન કરેલ વણિકપુત્ર હર્ષ પામી પોતાને ઘેર આવ્યા. ત્યાં અકિદત્ત નામના પિતાના મિત્રને રાજાની આજ્ઞા સંબંધી સર્વ વાત કહી બીજે દિવસે પ્રાતઃકાળે રાજા પોતાના પરિવાર સહિત ઉદ્યાનમાં ગયો. ત્યાં નગરના લેકે પણ આવ્યા હતા, કારણ કે “પ્રજા રાજાને અનુસરનારી હોય છે.” મલયાચલના પવનની સાથે જેમ વસંતઋતુ આવે તેમ સાગરચંદ્ર પણ પોતાના મિત્ર અશોકદત્ત સાથે ઉદ્યાનમાં આવ્યું. કામદેવના શાસનમાં રહેલા સર્વ લોકે પુષ્પ ચૂંટી નૃત્ય ગીત વગેરેથી ક્રિીડા કરવામાં પ્રવર્યા. સ્થળે સ્થળે એકઠા થઈને ક્રીડા કરતા નગરજને નિવાસ કરેલા કામદેવરૂપી રાજાના પડાવની તુલના કરવા લાગ્યા. જાણે અન્ય ઇંદ્રિયોના વિષયને જય કરવાને ઉઠેલા હોય તેવા પગલે પગલે ગાયન અને વાદ્યોના ધ્વનિ પ્રવર્તાવા લાગ્યા. તેવામાં નજીકના કેઈ વૃક્ષની ગુફામાંથી “રક્ષા કરે, રક્ષા કરે” એ કઈ સ્ત્રીને અકસ્માત વનિ નીકળે. એવી વાણી સાંભળતાં જ જાણે તેનાથી આકર્ષિત થયો હોય તેમ ૧. જીતનાર. ૨. આનંદ. ૩. વાણીથી. ૪. સાદ પઠા. ૫. આજ્ઞા.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy