SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ સગ ૧ જો સંગ કરવાને અયેાગ્ય લાગે છે. માણસને મદભાગ્યપણાને લીધે જ આવા (શિખામણ દેનાર) વડીલેા હાતા નથી. ભલે એમની મરજી પ્રમાણે થાઓ.’ એમ ક્ષણવાર મનમાં વિચારી સાગરચંદ્ર વિનયયુક્ત નમ્ર વાણીથી ખેલ્યા- પિતાજી ! આપ આદેશ કરે તે મારે કરવું જ જોઈએ, કેમકે હું તમારા પુત્ર છુ'. જે કાર્યાં કરવામાં ગુરુજનેાની આજ્ઞાનુ ઉલ્લઘન થાય તેવું કામ કરવાથી સયું. પરંતુ કેટલીક વખત દૈવયેાગે અકસ્માત્ એવું કાઈ આવી પડે છે કે જે વિચાર કરવાના થાડા સમયને પણ સહન કરી શકતું નથી. જેમ કોઇ મૂખ માણસને પગ પવિત્ર કરતાં પત્ર વેળા વીતી જાય તેમ કેટલાએક કાર્ય ના કાળ વિચાર કરતાં વીતી જાય છે. એવા પ્રાણસ`શયના કાળ પ્રાપ્ત થશે તેા પણ હે પિતાજી ! હવેથી હું એવું કાર્ય કરીશ કે જે આપને લજ્જા પમાડે તેવુ નહીં હોય. આપે અશેાકદત્ત સંખ`ધી વાત કરી; પણ તેના દોષથી હું દોષિત નથી અને તેના ગુણથી હું ગુણી નથી. હંમેશના સહવાસ, સાથે ધૂલિક્રીડા, વારવાર દર્શન, તુલ્ય જાતિ, સરખી વિદ્યા, સમાન શીલ, સમાન વય, પરાક્ષે પણ ઉપરીપણું અને સુખદુઃખમાં ભાગ પાડવાપણું–વગેરે કારણેાથી મારે તેની સાથે મિત્રતા થઈ છે. તેનામાં હું કાંઈ પણ કપટ જોતા નથી, માટે તે મારા મિત્ર સબંધી આપને કોઇએ મિથ્યા કહેલુ છે, કારણ કે ખળ લોકેા સર્વને ખેદ પમાડનારા જ હોય છે’ કદાપિ તે તેવા માયાવી હશે તે પણ મને શું કરશે ? કેમકે એક ઠેકાણે રાખ્યા છતાં કાચ તે કાચ જ રહેરો અને મણિ તે મણિ જ રહેશે, ’’ એવી રીતે કહીને સાગરચંદ્ર મૌન રહ્યો એટલે શેઠે કહ્યું– પુત્ર! તું બુદ્ધિવાન્ છે તા પણ મારે કહેવું જ જોઇએ; કારણ કે પારકા 'તઃકરણા જાણવા મુશ્કેલ છે. ’ પછી પુત્રના ભાવને જાણનારા શેઠે શીલાદિક ગુણાથી પૂર્ણ એવી પ્રિયદર્શનને માટે પૂર્ણભદ્ર શેઠ પાસે માગણી કરી. ત્યારે ‘આગળ તમારા પુત્રે ઉપકાર કરવા વડે મારી પુત્રીને ખરીદ કરેલી જ છે.' એમ કહી પૂર્ણ ભદ્ર શેઠે તેનુ વચન સ્વીકાર્યું. પછી શુભ દિવસે અને શુભ લગ્ન તેમના માતાપિતાએ સાગરચદ્રના પ્રિયદર્શીના સાથે વિવાહ કર્યાં. ઇચ્છિત દુદુભી વાગવાથી જેમ હ થાય તેમ મનવાંછિત વિવાહ થવાથી વધુવર ઘણા હર્ષ પામ્યા. સમાન અંતઃકરણવાળા હાવાથી જાણે એક આત્માવાળા હોય તેમ તેઓની પ્રીતિ સારસપક્ષીની પેઠે વૃદ્ધિ પામવા લાગી. ચંદ્રવડે જેમ ચંદ્રિકા શૈાલે તેમ નિરંતર ઉદયકાંક્ષી અને સૌમ્ય દર્શીનવાળી પ્રિયદર્શીના સાગરચંદ્ર વડે શે।ભવા લાગી. ચિરકાળથી ઘટના કરનાર દેવના યાગથી તે શીલવંત, રૂપવંત અને સરલતાવાળા ૬'પતીના ઉચિત યાગ થયા. પરસ્પર વિશ્વાસ હાવાથી કાઈ વખતે પણ તેમાં અવિશ્વાસ ત થતા જ નહીં. કારણ કે સરલ આશયવાળા કદાપિ વિપરીત શ'કા કરતા નથી. એક વખત સાગરચંદ્ર બહાર ગયા હતા તેવામાં અશેાકદત્ત તેને ઘરે આવ્યા અને પ્રિયદર્શીનાને કહેવા લાગ્યા -‘ સાગરચંદ્ર હંમેશાં ધનદત્ત શેઠની સ્ત્રી સાથે એકાંત કરે છે તેનુ' શુ પ્રયાજન હશે ?' સ્વભાવથી જ સરલ એવી પ્રિયદર્શના બેલી-‘તેનું પ્રયાજન તમારા મિત્ર જાણે અથવા સદા તેમનું બીજું હૃદય એવા તમે જાણેા. વ્યવસાયી એવા મહત્પુરુષાના એકાંત સૂચિત કાર્ય કેણુ જાણી શકે ? અને જે જાણે તે ઘરે શામાટે કહે ?’ અશેાકદો કહ્યું –‘તમારા પતિને તેની સાથે એકાંત કરવાનુ જે પ્રયાજન છે તે હું જાણું છું પણ કહી કેમ શકાય?? ... પ્રિયદર્શનાએ કહ્યું-‘ તેવુ` શુ` પ્રયાજન છે ? ' અશાકદત્ત-“હે સુશ્રુ! જે પ્રયાજન મારે તમારી સાથે છે તે પ્રયાજન તેને તેની
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy