SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ પર્વ ૧ લું (સંયમ પદ), અપૂર્વ એવા સૂત્ર, અર્થ અને તે બંનેનું પ્રયત્નથી ગ્રહણ કરવું તે અઢારમું સ્થાનક (અભિનવ જ્ઞાનપદ). શ્રદ્ધાથી, ઉદ્દભાસનથી અને અવર્ણવાદને નાશ કરવાથી શ્રુત જ્ઞાનની ભક્તિ કરવી તે ઓગણીસમું સ્થાનક (શ્રુત પદ). વિદ્યા, નિમિત્ત, કવિતા, વાદ અને ધર્મકથા વગેરેથી શાસનની પ્રભાવના કરવી તે વીસમું સ્થાનક (તીર્થ પદ). એ વીશ સ્થાનકમાંથી એક એક પદનું આરાધન કરવું તે પણ તીર્થકર નામકર્મના બંધનું કારણ છે, પરંતુ વાનાભ ભગવાને તે એ સર્વે પદનું આરાધન કરીને તીર્થકરના મકને બંધ કર્યો. બાહુ મુનિએ સાધુઓની વૈયાવચ્ચ કરવાથી ચક્રવતના ભગફળને આપનારું કર્મ ઉપાર્જન કર્યું. તપસ્વી મહષીઓની વિશ્રામણું કરનારા સુબાહુ મુનિએ લોકોત્તર એવું બાહુબળ ઉપાર્જન કર્યું. તેવારે વજનાભ મુનિએ કહ્યું- અહે! સાધુઓની વૈયાવચ્ચ અને વિશ્રામણ કરનારા આ બાહુ અને અને સુબાહુ મુનિને ધન્ય છે.” તેઓની એવી પ્રશંસાથી પીઠ અને મહાપીઠ મુનિ વિચારવા લાગ્યા- જે ઉપકાર કરનાર છે તે જ અહીં પ્રશંસા પામે છે; આપણે બંને આગમનું અધ્યયન અને ધ્યાનમાં તત્પર હોવાથી કોઈ પણ ઉપકારી થયા નથી, એથી આપણી કોણ પ્રશંસા કરે ? અથવા સર્વ લોક પિતાના કાર્ય કરનારાને જ ગ્રહણ કરે છે. આ પ્રમાણે માયા-મિથ્યાત્વથી યુક્ત એવી ઈર્ષા કરવાથી બાંધેલા દુષ્કૃતનું આલોચન નહીં કરવાથી તેઓ એ સ્ત્રીના મકર્મ સ્ત્રીત્વપણાની પ્રાપ્તિરૂપ કર્મ ઉપાર્જન કર્યું. તે છ મહર્ષિઓએ અતિચાર રહિત અને ખડ્રગની ધાર જેવી પ્રવ્રજ્યાને ચૌદ લાખ પૂર્વ સુધી પાલન કરી. પછી ધીર એવા તે છ મુનિઓ બંને પ્રકારની સંલેખના પૂર્વક પાદપે પગમન અનશન અંગીકાર કરી સર્વાર્થસિદ્ધિ નામના પાંચમા અનુત્તર વિમાનને વિષે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमे पर्वणि धनादि द्वादशभववर्णनो नाम प्रथमः सर्गः ॥१॥ ૧. બહુમાન યુક્ત શુદ્ધિ કરવી–પ્રકાશ કરે તે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy